Western Times News

Gujarati News

પાણીની ટેન્કરોની ગ્રાંટ મંજૂર થઈ 2022-23માંઃ ટેન્કરો આવી 2024માં

બાયડ તાલુકામાં ૨૦૨૨-૨૩નાં નાણાંપંચની ગ્રાન્ટની પાણીની ટેન્કરો છેક ૨૦૨૪નાં અંતે વિતરણ કરાતા શંકા -કુશંકાઓ
(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ)  બાયડ તાલુકા પંચાયત દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ના વર્ષની નાણાંપંચની ગ્રાન્ટની પાણીની ટેન્કરો છેક ૨૦૨૪ના અંતે ગ્રામ પંચાયતોને ફાળવણી કરવામાં આવતાં અનેક શંકા કુશંકાઓએ જન્મ લીધો છે. આ સમગ્ર પ્રકરણમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. તાલુકા પંચાયતના નવા મહિલા પ્રમુખ આવ્યા પછી તેમના સુશાસનમાં આવો ગેરવહીવટ કેમ….??? આ એક મોટો સવાલ ઉભો થયો છે…!!!

જાણવા મળ્યા મુજબ આ પાણીની ટેન્કરો પ્રથમ દ્રષ્ટિએ ભ્રષ્ટાચારની ટેન્કરો હોય તેવું જણાઈ રહ્યું છે…!!!! આ નવી ટેન્કરોમાં કમાન લગાવવામાં આવી નથી ધારાધોરણ મુજબની મેઈન ચેચીસ ૬/૩ ની નથી તેવું ચર્ચાઈ રહ્યું છે…!!!! વાટર ટેન્કરની એમ એસ પ્લેટ પણ ૪ એમ એમ નહીં હોવાનું ચર્ચાય રહ્યું છે…!!! જો ખરેખર આ ટેન્કરો ધારા ધોરણ મુજબની છે તો બરાબર એક વર્ષ પછી કેમ વિતરણ કરવામાં આવી..

અને જો એ ટેન્કર ખરીદીમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને ખરેખર હલકી કક્ષાની ટેન્કરો બનાવવામાં આવી છે તો આ ભ્રષ્ટાચાર કોણે આચર્યો…??? આમાં કોણ કોણ સામેલ છે….??? કલેકટર અરવલ્લીએ આ બાબતે નિષ્પક્ષ અને ઊંડી તપાસ કરાવવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે..


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.