ઉત્તર ગુજરાતમાં તરબૂચના વાવેતરમાં થયો વધારો

મહેસાણા, ઉત્તર ગુજરાતમાં મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, વિજયનગર, વેજપુર તથા ગુલાબપુરા સહિતના ગ્રામીણ વિસ્તારમાં મોટાભાગના ખેડૂતો મÂલ્ચંગ પદ્ધતિથી તરબૂચની ખેતી કરી છે અને કમાણી કરે છે. હાલ વિજયનગર તાલુકામાં ૯૮ હેક્ટરમાં તરબૂચનું વાવેતર નોંધાયું છે.
આ ઉપરાંત મહેસાણા વિસ્તારમાં અત્યાર સુધી ૨૧ હેક્ટર તરબૂચનું વાવેતર કરાયું છે. મહેસાણા, હિંમતનગર, સાબરકાંઠા, બનાસકાંઠા તથા વિજયનગર વિસ્તારમાં ખેડૂતો કૃષિ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ધરાવે છે. અન્ય ખેડૂતો માટે પણ તેઓ પ્રેરણા ચિન્હો બની રહ્યા છે.
પરંપરાગત ખેતી છોડી અને આધુનિક પદ્ધતિથી વાવેતર કરે છે અને લાખો રૂપિયાની કમાણી કરે છે. મોટાભાગના ખેડૂતો ઉનાળો પાક તરીકે તરબૂચના પાકનું પસંદગી કરી અને વાવેતર કરે છે.
તરબૂચ પકવતા ખેડૂતો હવે ખાસ કરીને મલ્ચિંગ પદ્ધતિ અને આધુનિક ટેકનોલોજીથી, ટપક પદ્ધતિથી વાવેતર કરે છે. જેથી ઓછા પાણીએ વધુ સારું ઉત્પાદન મળી રહે છે. સાથે જ ખાતર દવા ,ઈરીગેશન ટપક પદ્ધતિ દ્વારા આપવામાં આવે છે. જેથી ખર્ચમાં ઘટાડો થાય છે અને નફા કારક ખેતી થાય છે.
એકંદરે આવકનું પ્રમાણ વધે છે અને ખર્ચનું પ્રમાણ ઘટે છે. ખેતીવાડી અધિકારી શૈલેષ ડામોરે જણાવ્યું કે, ૨૦૨૩ ના વર્ષની સરખામણીએ ૨૦૨૪ ના વર્ષમાં વિજયનગર તાલુકામાં તરબૂચના વાવેતરમાં વધારો નોંધાયો છે. ખેડૂતો મલ્ચિંગ પદ્ધતિથી તરબૂચનું વાવેતર કરે છે અને સારું એવું ઉત્પાદન મેળવે છે.
ચાલુ વર્ષે ૯૮ હેક્ટર જમીનમાં મÂલ્ચંગ પદ્ધતિથી તરબૂચનું વાવેતર કર્યું છે અને આગામી સમયમાં આ વાવેતર વધે તેવી સંભાવના છે. ઉનાળાના સમયમાં મોટાભાગના લોકો તરબૂચ ખાવાનું પસંદ કરતા હોય છે. મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાંથી પસાર થતા હાઇવે ઉપર મોટી સંખ્યામાં લોકો તરબૂચ વેચી અને રોજગારી મેળવે છે.SS1MS