ન્યૂયોર્કના મેડમ તુસાદ ખાતે યોગઋષિ સ્વામી રામદેવની મીણની પ્રતિકૃતિનું અનાવરણ
અમદાવાદ, વિશ્વ પ્રસિદ્ધ મેડમ તુસાદ વેક્સ મ્યુઝિયમ, ન્યૂયોર્ક ખાતે દિલ્હીમાં પ્રથમ ભારતીય સન્યાસી યોગઋષિ સ્વામી રામદેવજી મહારાજની મીણની પ્રતિકૃતિ મૂકવામાં આવશે. પાટનગર દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આ પ્રતિકૃતિનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સ્વામી રામદેવજીએ કહ્યું હતું કે વિશ્વના તે ૨૦૦ નામાંકિત પ્રતિમાઓ સાથે તેમણે ભારતના એક સન્યાસીને જે સન્માન આપ્યું તે કોઈ એક સન્યાસીનું ગૌરવ નથી પરંતુ ભારતની સનાતન સંસ્કૃતિક, યોગ, આયુર્વેદ, ભારતની સનાતન સંસ્કૃતિ, આપણઆ પૂર્વજોની સાંસ્કૃતિક વારસાનું સન્માન છે.
આજે સમગ્ર વિશ્વની નજર ભારતના યોગ અને આયુર્વેદ પર છે. હવે અમેરિકામાં પણ મેડ ઈન યુએસ અને મેડ બાય અમેરિકાનો કોન્સેપ્ટ અમલમાં આવી રહ્યો છે. પતંજલિ દ્વારા શરૂ કરાયેલા યોગ, આયુર્વેદ અને સ્વદેશીની લહેર હવે સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહી છે.
આ પ્રતિકૃતિ બનાવવા માટે લગભગ ૨૦૦ કલાકારોની મહેનત અને લગભગ બે કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. સ્વામી રામદેવજીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ભારત અને ભારતીયતા, ભારતના સાધુને સ્થાન આપવામાં આવ્યું છે, અમારો ઉદ્દેશ્ય સમગ્ર વિશ્વમાં આવા સર્જનાત્મક, પ્રયત્નશીલ વ્યક્તિત્વોનું નિર્મઆમ કરવાનો છે જે યોગના માર્ગ, કર્તવ્ય માર્ગ, કર્મયોગ પર આગળ વધે.
આ પ્રસંગે મેડમ તુસાદ, ન્યૂયોર્કના આસિસ્ટન્ટ મેનેજર ટિયાગો મોગાડોરા, માર્કેટિંગ હેડ બેન, મેડમ તુસાદ નવી દિલ્હીના જનરલ મેનેજર અંશુલ જૈન, પતંજલિ યોગપીઠના સહ-સ્થાપક આચાર્ય બાલકૃષ્ણજી મહારાજ, પતંજલિ યોગપીઠ યુકેના ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી માતા સુનિતા પૌદ્દાર, સ્વામીજીના રાષ્ટ્રીય પ્રવક્તા એસ.કે. તિજારાવાલા, ભારત સ્વાભિમાનના મુખ્યકેન્દ્રીય પ્રભારી રાકેશકુમાર વગેરે આ કાર્યક્રમમાં ઉપસ્થઇત રહ્યાં હતા.