યુક્રેન સામે જીત તરફ આગળ વધી રહ્યા છે પુતિન

(એજન્સી)કિવ, તારીખ ૨૪ ફેબ્રુઆરીથી ચાલી રહેલા રશિયા-યુક્રેનના યુદ્ધમાં પુતિનની સેનાને મોટી સફળતા મળી છે. રશિયન સેનાએ યુક્રેનના સેવેરોડોનેત્સ્ક શહેર પર સંપૂર્ણ રીતે કબજાે કરી લીધો છે. પૂર્વ યુક્રેન શહેરના મેયરે આ અંગે જાણકારી આપી છે. We are heading for victory against Ukraine: Putin
રશિયન મિસાઈલોએ શનિવારે યુક્રેનના પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ હિસ્સાને નિશાન બનાવ્યા. યુદ્ધના મેદાનમાં યુક્રેન માટે આ એકદમ આઘાતજનક સમાચાર છે. યુક્રેનના જીીદૃર્ીિર્ઙ્ઘહ શહેરના મેયરે જણાવ્યું કે, શહેર હવે સંપૂર્ણરીતે રશિયાના કબજામાં છે.
તેમણે કહ્યું કે જે કોઈપણ પાછળ રહી ગયું છે તે હવે આ વિસ્તારમાં પહોંચી નહીં શકે. અહીં નોંધનીય છે કે યુક્રેનના મારિયુપોલ અને જીીદૃર્ીિર્ઙ્ઘહ બાદ હવે રશિયા હજુ વધારે યુક્રેની શહેરો પર કબજાે જમાવવા માટે આગળ વધી રહ્યું છે. શરૂઆતમાં મળેલી કેટલીક નિષ્ફળતાઓ પછી યુક્રેનના શહેર પરના કબજાને રશિયા એક મોટી સફળતારૂપે જાેઈ રહ્યું છે.