આરોપ લાગશે તો અમે ઝૂકી જનારાઓમાંથી નથી: કરણ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/04/Karan-1024x576.webp)
મુંબઈ, થોડા દિવસ પહેલા જ કરણ જાેહર અને અનુષ્કા શર્માનો એક વિડીયો ખૂબ વાયરલ થયો હતો. જેમાં કરણ જાેહર કહેતો સંભળાય છે કે, તે અનુષ્કા શર્માનું કરિયર બરબાદ કરી દેવા માગતો હતો. આ વિડીયો વાયરલ થયા બાદ કરણ જાેહરની ખાસ્સી ટીકા થઈ હતી.
વિવેક અગ્નિહોત્રી અને અપૂર્વ અસરાનીએ પણ કરણને આડેહાથ લીધો હતો. જાેકે, એ વખતે કરણે ચૂપ રહેવાનું પસંદ કર્યું હતું. આ સમગ્ર વિવાદ વચ્ચે હાલમાં જ કરણ જાેહરે એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે. જે જાેતાં લાગી રહ્યું છે કે, તેણે ટીકાખોરોને જવાબ આપ્યો છે.
થોડા દિવસ પહેલા જ ટિ્વટર પર એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં કરણ જાેહર કબૂલ કરે છે તે એક સમયે અનુષ્કા શર્માનું કરિયર બરબાદ કરી દેવા માગતો હતો. ‘રબને બના દી જાેડી’માં આદિત્ય ચોપરા અનુષ્કાને કાસ્ટ કરવાનો હતો ત્યારે કરણે કહ્યું હતું કે, તું ગાંડો જ હોઈશ ત્યારે જ ફિલ્મ માટે આને સાઈન કરે છે. જાેકે, કરણે સ્વીકાર્યું હતું કે, આવું વિચારવા માટે તેને અફસોસ થયો હતો.
બાદમાં કરણે પોતે અનુષ્કાને પોતાની ફિલ્મોમાં લીધી હતી. આ જૂના વિડીયોના પગલે કરણ જાેહરને આકરી ટીકા સહન કરવાનો વારો આવ્યો હતો. પરંતુ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કરણ જાેહરે એક પોસ્ટ શેર કરી છે, જેને તેનો જવાબ ગણવામાં આવી રહ્યો છે.
કરણે લખ્યું, આરોપ લાગ્યા તો અમે ઝૂકવાવાળામાંથી નથી, જૂઠ્ઠાણાના ગુલામ બની જાવ પણ અમે બોલવાવાળામાંથી નથી, જેટલપં અપમાન કરવું હોય, આરોપ લગાવા હોય લગાવી લો, અમે બોલવાવાળામાંથી નથી, અમારું કામ જ અમારી જીત છે.
તમે તલવાર ઉઠાવી લો અમે મરવાવાળાઓમાંથી નથી. આ પહેલા પ્રિયંકા ચોપરાના એક નિવેદનને કારણે પણ કરણ જાેહર ચર્ચામાં આવ્યો હતો. પ્રિયંકા ચોપરાને બોલિવુડ છોડવા અંગે સવાલ પૂછવામાં આવ્યો તો તેણે કોઈનું પણ નામ લીધા વિના ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર આક્ષેપ કર્યા હતા.
તેણે કહ્યું હતું કે, બોલિવુડમાં ખૂબ પોલિટિક્સ થાય છે અને તેને પણ સાઈડલાઈન કરી દેવાઈ હતી. પ્રિયંકાના આ નિવેદન પર કંગના રનૌતે પ્રતિક્રિયા આપી હતી અને તે પછી સમગ્ર વિવાદમાં કરણનું નામ ઉછળ્યું હતું.SS1MS