આપણી પાસે ખરા માર્ગદર્શકો નથી, આપણી પાસે એજન્ટ અને એજન્સીઝ છે: ભૂમિ

મુંબઈ, ભૂમિએ ઇન્ડસ્ટ્રીમાં ૧૦ વર્ષ વિતાવી દીધાં છે, તેની આ સફર પર નજર નાખતાં તેણે કબુલ્યું કે તેને જે પણ તકો મળી તે બદલ તે તક આપનારાં દરેકની ઋણી છે. છતાં જો આ સફરમાં તેને કોઈ માર્ગદર્શક મળ્યું હોત તો તેની ઘણી મદદ થી હોત.
આ અંગે ભૂમિએ કહ્યું, “કાશ મને કોઈએ સમજાવ્યું હોત કે આ પ્રકારની તકો હોય જેના માટે હું ઋણી રહી શકું. ખાસ કરીને જે લોકો ઇન્ડસ્ટ્રીના પરિવારોમાંથી ન આવતા હોય એમના માટે આપણા તંત્રમાં જે ખૂટે છે, તે છે માર્ગદર્શન. આપણી પાસે ખરા માર્ગદર્શકો નથી.
આપણી પાસે એજન્ટ અને એજન્સીઝ છે, પણ એ કોઈ માર્ગદર્શન આપતી નથી. જે લોકો આ માહોલમાંથી આવે છે એ ઘણા તૈયારી સાથે આવે છે – એમને શું સારું, ખરાબ કે ગંદું એ ખબર છે. એના વિના તમે બહુ આસાનીથી ખોવાઈ જશો.”ભૂમિ પેડનેકરની ગણતરી આજે એક મલ્ટી ટેલેન્ટેડ એક્ટ્રેસ તરીકે થાય છે.
પરંતુ એક વખતે તેને ફિલ્મ સ્કૂલમાંથી સસ્પેન્ડ કરી દેવાઈ હતી. આ અનુભવ વિશે ભૂમિએ જણાવ્યું, “એ વખતે હું માત્ર ૧૬ વર્ષની હતી, પણ હું માનું છું કે સસ્પેન્ડ થવું એ મારા જીવનની શ્રેષ્ઠ ઘટના હતી. જેવી હું ત્યાંથી બહાર નીકળી કે મેં બધાને મારા સીવી મોકલવાના શરૂ કરી દીધા અને એક્ટિંગ સ્કૂલના મારા મિત્રોને મને પ્રોડક્શન હાઉસ સાથે સંપર્ક કરવામાં મદદ કરવા કહેવા લાગી.
એ રીતે હું પહેલાં બારણે પહોંચી અને ઇન્ડસ્ટ્રીના દ્વારા ખુલ્યાં.”ભૂમિએ આગળ કહ્યું, “મારે બસ માથું નીચું કરીને મહેનત જ કરવી છે. મને નથી લાગતું કે હું હવે સફળ થઈ ગઈ છું. મને હંમેશા મેં જે પણ કમાયું છે તે બધું ગુમાવી દેવાનો ડર લાગે છે, તેથી હું બને તેટલું વિનમ્ર રહેવા પ્રયત્ન કરું છું.”આત્મવિશ્વાસ ગુમાવી દેવા અંગે ભૂમિ કહે છે, “હું જીવનમાં એક અંગતને ગુમાવવાના તબક્કામાંથી પસાર થઈ રહી હતી, ત્યારે મને જવાબદારી સમજાઈ છે.
મારા પિતાના અવસાન પછી હું એક એવા તબક્કામાં હતી કે મેં આત્મવિશ્વાસ ગુમાવી દીધો હતો અને મને લાગતું હતું કે હું બીજી હિરોઇન જેવી નથી દેખાતી તેથી હું એક્ટ્રેસ ન બની શકું. ત્યારે મેં ડિરેક્ટર કે પ્રોડ્યુસર બનવાનો પણ વિચાર કર્યાે હતો.
તેથી મેં શાનૂ શર્મા સાથે કામ કરવાનું શરી કર્યુ અને મેં મારી જાતને કહેલું કે હું એટલું સારું કામ કરીશ કે એક દિવસ એ લોકો મને એક્ટિંગ કરવાનું કહેશે અને એવું જ થયું.”SS1MS