મને રસોઈ કરવી ગમે છે અને રાજકુમાર હંમેશા ડિશ સાફ કરવામાં મને મદદ કરે છે: પત્રલેખા

મુંબઈ, આમ ભલે પતિ-પત્નીઓ આખું વર્ષ પ્રેમથી રહેતાં હોય કે તેમ છતાં વેલેન્ટાઇન્સ ડે નિમિત્તે તેઓ ટીનેજર્સની માફક એકબીજા માટે કોઈ સરપ્રાઇઝ કે નાની ગિફ્ટ પણ આપતા રહેતા હોય છે. પરંતુ રાજકુમાર રાવ અને પત્રલેખાનું આવું નથી. કારણ કે તેમણે હંમેશા એકબીજાની સાથે રહેવાનું અને એકબીજા માટે નાનું કશુંક ગમે તેવું કરતાં રહેવાનું વચન આપેલું છે.
તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં કપલે ઘરમાં બંનેની સમાન જવાબદારીઓ અંગે વાત કરી હતી. પત્રલેખાએ રાજકુમાર રાવ સાથેના મજબુત નાતા વિશે કહ્યું,“અમે બંનેએ શરૂઆતથી જ નક્કી કર્યું હતું કે અમારા સંબંધમાં કોઈ ઉપર કે નીચે નહીં હોય. બધું જ બંનેનું હશે-નાનું કે મોટું.”પત્રલેખાએ આગળ જણાવ્યું,“એ અતિશય ચોક્કસ રીતે બધું જ ચોકસાઇથી રાખવામાં માને છે.
એણે નાનામાં નાની વસ્તુ ક્યાં રાખી છે તે એને યાદ હોય છે. મને રસોઈ કરવી ગમે છે અને રાજકુમાર હંમેશા ડિશ સાફ કરવામાં મને મદદ કરે છે. આવી નાની નાની બાબતોમાં એકબીજાની સાથે રહીને કામ કરીને અમે એકબીજાની વધુ નજીક આવીએ છીએ તેમાં અમારા સંબંધની સમાનતા છલકે છે.”આ સંદર્ભે રાજકુમારે કહ્યું,“અમારા સંબંધમાં અમે માનીએ છીએ કે સમાનતા નાના કામોથી શરૂ થાય છે.
જ્યારે પત્રલેખાએ અમારા માટે રસોઈ કરી હોય તો મને વાસણ સાફ કરવા ગમે છે કે એ જ્યારે ઘરથી દૂર હોય ત્યારે મને ઘરના કામ કરવા ગમે છે. આ બસ એકબીજાની સાથે મળીને જીવનને સરળ બનાવવાની વાત છે. અમારા માટે, એ એકબીજાને કામ કર્યું છે એ જતાવવાની વાત નથી પણ એકબીજાની સાથે રહેવાની વાત છે.”રાજકુમાર અને પત્રલેખાએ ૧૧ વર્ષ ડેટિંગ કર્યા બાદ ૨૦૨૧માં લગ્ન કર્યા છે.SS1MS