‘યુદ્ધ કાલે જ પૂરું કરી દઈશું, બસ એક શરત માની લે હમાસ: નેતન્યાહૂ
ઈઝરાયલ, ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ મોટી જાહેરાત કરી છે. નેતન્હાહૂએ હમાસ નેતા યાહ્યા સિનવારની મોત બાદ ગાઝાના લોકોને સંબોધિત કર્યું. જેમાં કહ્યું કે, જો હમાસ ઈઝરાયલ બંધકોને પરત કરવા અને હથિયાર મૂકવા રાજી થઈ જાય તો કાલે યુદ્ધ સમાપ્ત થઈ જશે.
હવે જોવાનું રહ્યું કે, શું હમાસ બેન્જામિન નેતન્યાહૂના આ પ્રસ્તાવને માને છે? જણાવી દઈએ કે, યાહ્યા સિનવારને ઈઝરાયલ સેનાએ ૧૭ ઓક્ટોબરે ખાતમો કરી દીધો હતો. સિનવાર ગત વર્ષે ૭ ઓક્ટોબરે ઈઝરાયલમાં કરવામાં આવેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. ઈઝરાયલે ઠીક એક વર્ષ ૧૦ દિવસ બાદ સિનવારને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો. આ સાથે બે અન્ય આતંકવાદી પણ માર્યા ગયાં.
પોતાના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર વીડિયો મેસેજમાં બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે, યાહ્યા સિનવારની મોત થઈ ચુક્યું છે. ઈઝરાયલના બહાદુર સૈનિકોએ તેને મોતને ઘાટ ઉતારી દીધો છે. જોકે, આ ગાઝામાં યુદ્ધનો અંત નથી, પરંતુ આ તો ફક્ત શરૂઆત છે.
ગાઝાના લોકોને મારો સીધો સંદેશ છે કે, યુદ્ધ કાલે ખતમ કરી દઈશું પરંતુ હમાસ પોતાના હથિયાર હેઠા મૂકી દે અને ઈઝરાયલ બંધકોને પરત કરી દે.નેતન્યાહૂએ જાણકારી આપી કે, હમાસે ગાઝામાં ૧૦૧ લોકોને બંધી બનાવીને રાખ્યા છે.
તેમાં ઈઝરાયલ સહિત ૨૩ દેશોના નાગરિક સામેલ છે. ઈઝરાયલ આ તમામને પરત લાવવા માટે પ્રતિબદ્ધ છે. બંધકોને પરત લાવનારની સુરક્ષાની ગેરંટી ઈઝરાયલ લે છે.
નેતન્યાહૂએ બંધકોને પકડનારને ચેતાવણી આપી છે કે, ઈઝરાયલ સતત તેમનો પીછો કરી રહ્યું છે. બંધકોને નુકસાન પહોંચાડનારને ઈઝરાયલ શોધી કાઢશે. નેતન્યાહૂએ કહ્યું કે, આપણી આંખોની સામે ઈરાન સમર્થિત આતંકનો નાશ થઈ રહ્યો છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આગળ કહ્યું કે, નસરલ્લાહ પણ ખતમ થઈ ગયો.
મોહસિન પણ મરી ગયો. હાનિયા, દીફ અને સિનવારનો પણ ખાતમો થઈ ચુક્યો છે. ઈરાને પોતાના તરફથી સીરિયા, લેબેનોન અને યમનના લોકો પર જે આતંકનું રાજ થોપવામાં આવ્યો છે, તે ખતમ થઈ જશે. મધ્ય પૂર્વમાં શાંતિ અને સારા ભવિષ્યની ચાહત રાખનાર લોકોએ એકજૂટ થવું પડશે.SS1MS