Western Times News

Gujarati News

‘ખેડૂતોના મુદ્દાઓને લઈને સરકાર સાથે વાત કરીશું: રાકેશ ટિકૈત

નવીદિલ્હી, દેશમાં એક વાર ફરીથી ખેડૂત આંદોલનની ચર્ચાએ જાેર પકડ્યું છે. દેશમાં ત્રણ કૃષિ કાયદાઓના વિરુદ્ધ એક વર્ષથી વધુ સમય ચાલેલું આ આંદોલન, મોદી સરકારે કાયદાઓ પાછા લીધા બાદ સ્થગિત કરવામાં આવ્યું હતું, પણ હવે ફરીથી સંયુક્ત કિસાન મોરચા ખેડૂતો સાથે જાેડાયેલા મુદ્દાઓને લઈને આંદોલન કરવાની તૈયારીમાં છે, આને લઈને સંયુક્ત કિસાન મોરચાની આજે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક મહત્વની બેઠક બોલાવવામાં આવી છે.

આ બેઠકમાં કિસાન નેતા રાકેશ ટિકૈત પણ શામેલ થશે, તેમને બેઠકથી પહેલા કહ્યું કે, સરકાર સાથે ખેડૂતોના મુદ્દાઓ પર વાત કરશે, સાથે જ આંદોલનની જગ્યાઓને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. ‘We will talk to the government on farmers’ issues: Rakesh Tikait

ગાઝિયાબાદમાં એસકેઍમની મીટિંગથી પહેલા કિસાન નેતા રાકેશ ટિકૈતે એક હિન્દી સમાચાર એજન્સી સાથે વાત કરી હતી. તેમને કહ્યું કે, એમએસપી અને લખીમપુરના મુદ્દાઓ પર સરકાર સાથે વાતચીત કરીશું. સાથે જ જે મુદ્દાઓ રહી ગયા હતા, તે મુદ્દાઓને લઈને પણ ચર્ચા થશે.

એસકેએમની મીટિંગમાં સરકાર સાથે વાત કરવા માટે કમિટી બનાવવામાં આવશે.’ કિસાન નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, નોટ ઓફ રેકોર્ડ અગ્નિપથ સ્કીમના વિશે પણ ચર્ચા થશે. આ ઉપરાંત ખેડૂત આંદોલનની આગામી જગ્યાઓ કોઈ પણ હોઈ શકે છે.

નોંધનીય છે કે, સંયુક્ત કિસાન મોરચાએ કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાઓના વિરુદ્ધ સમગ્ર વર્ષ આંદોલન ચલાવ્યું હતું, જ્યારે સરકારે આ વિવાદાસ્પદ કાયદાઓને રદ્દ કર્યા અને અન્ય છ માગ પર વિચાર કરવા માટે સહમત થઇ, ત્યારે ૯ ડિસેમ્બરે આ આંદોલનને સ્થગિત કરવામાં આવ્યું.

કાયદાઓને રદ્દ કર્યા પછી કેન્દ્ર સરકાર તરફથી આ પ્રસ્તાવને પણ માનવામાં આવ્યું હતું કે, એમએસપી એટલે કે ન્યૂનતમ ટેકાનો ભાવની ગેરેન્ટી આપવા પર વિચાર કરવામાં આવશે. જાે કે, સરકારે અત્યાર સુધી આ દિશામાં કોઈ ખાસ પહેલ કરી નથી.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.