Western Times News

Gujarati News

ડીપોર્ટ કરાયેલા શીખોને પાઘડી ઉતારવા અમે સૂચના આપી ન હોતીઃ અમેરિકા

નવી દિલ્હી, ગત મહિને અમેરિકાએ ત્રણ મિલિટરી ફ્લાઈટમાં ભારતીયોને ડિપોર્ટ કર્યા હતા. ડીપોર્ટની પ્રક્રિયા દરમિયાન અમેરિકાએ ભારતીયો સાથે ક્રૂરતા આચરી હોવાના આક્ષેપો થયા હતા અને આ મામલે નિષ્ક્રિયતા બદલ કેન્દ્ર સરકારની પણ ટીકા થઈ હતી.

કેન્દ્ર સરકારે આ મામલે અમેરિકા સમક્ષ વાંધો ઊઠાવ્યો હતો, જેના પગલે અમેરિકાએ ખુલાસો કર્યાે હતો કે, કોઈ ભારતીયને તેમના માથા પરથી ધાર્મિક ચિહ્ન હટાવવા સૂચના અપાઈ ન હોતી.

અમેરિકાએ ભારતીયોને આપેલા ભોજન તથા ધાર્મિક અસહિષ્ણુતા બદલ દેશભરમાં પ્રસરેલા નારાજગીના માહોલ સંદર્ભે રાજ્યકક્ષાના વિદેશમંત્રી કિર્તિ વરધાનસિંઘે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, અમેરિકાએ શીખોને પાઘડી ઉતારવા અને મહિલા-બાળકોને બેડીઓમાં જકડીને ભારત ડીપોર્ટ કર્યા હોવાના અહેવાલો ચિંતાજનક હતા.

અમેરિકાએ આ બાબતે ખુલાસો કર્યાે હતો કે, ૧૫ અને ૧૬ ફેબ્›આરીએ ભારત પહોંચેલી ડીપોર્ટેશન ફ્લાઈટમાં કોઈ બાળક કે મહિલાને સાંકળથી બાંધવામાં આવ્યા ન હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.