અંકલેશ્વર શહેર પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન ભરૂચના પાંચ ઈસમો પાસેથી હથિયારો કબ્જે કર્યા
રથયાત્રા પહેલા જ હથિયારો છરો અને સિગારેટ લાઈટર ગન સાથે શખ્સો ઝડપાયા બાદ સંતોષકારક જવાબ નહિ આપતા પોલીસે અટકાયત કરી.Weapons, cigarette lighters, guns seized just before rath yatra
(વિરલ રાણા) ભરૂચ,અંકલેશ્વર શહેર પોલીસે વાહન ચેકિંગ દરમ્યાન ત્રણ રસ્તા સર્કલ પાસેથી રિક્ષામાં હથિયારો લઈ ફરતા ભરૂચના પાંચ ઈસમોને ઝડપી પાડ્યા હતા.જેમાં ચેકિંગ દરમ્યાન શહેર પોલીસને શખ્સો પાસેથી છરો અને સિગારેટ લાઈટર ગન મળી આવતા પોલીસે કબ્જે કરી ઈસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
આગામી રથયાત્રા અને બકરી ઈદના તહેવારોને લઈ ભરૂચ જીલ્લામાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ભરૂચ જીલ્લા પોલીસ સતર્ક બની છે.ત્યારે અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ ત્રણ રસ્તા સર્કલ પાસે વાહન ચેકિંગમાં હતો તે દરમ્યાન સ્ટેશન રોડ ઉપરથી રીક્ષા નંબર જીજે ૧૬ એટી ૦૦૫૧ આવતા પોલીસે તેને અટકાવી હતી.
અને રિક્ષામાં તપાસ કરતા શીટ નીચેથી એક છરો અને સિગારેટ લાઈટર ગન મળી આવી હતી.આ અંગે ભરૂચના દાંડિયા બજાર લોઢવાણના ટેકરા ખાતે રહેતો રીક્ષા ચાલાક અજય ઉર્ફે કાલુ શંકર મકવાણા, લાલા શંકર મકવાણા, શિવમ પ્રવીણ મકવાણા, માનવ રાકેશ ચૌહાણ અને રાહુલ ધૂળા પંચાલની પુછપરછ કરતા પાંચેય ઈસમોએ હથિયારો અંગે સંતોષકારક જવાબ નહિ આપતા પોલીસે તમામ ઈસમોની અટકાયત કરી વધુ તપાસ હાથધરી છે.