Western Times News

Gujarati News

Weather : આગામી દિવસમાં રાજ્યમાં ગરમીમાં વધારો થાય તેવી વકી

અમદાવાદ, રાજ્યમાં હજુ પણ વહેલી સવાર તથા રાતના સમયે વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે, પરંતુ બપોર થતા જ ગરમી આકરી થઈ રહી છે. રાજ્યમાં આગામી સમયમાં ગરમી નજીકના સમયમાં વધારે આકરી બનવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. ફેબ્રુઆરીના અંત બાદ ગરમી વધારે આકરી થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. આ અંગે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે.

Weather: Heat is expected to increase in the state in the coming days

હવામાન વિભાગે ગરમી આકરી પડવાની આગાહી કરી છે. ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાતા આગામી દિવસોમાં બે ડિગ્રી તાપમાનમાં વધારો થઈ શકે છે. જાેકે, આગામી ૪ દિવસ હવામાન સૂકું રહેવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નોંધનીય છે કે, અંબાલાલ પટેલે માર્ચમાં માવઠાની સંભાવના વ્યક્ત કરી હતી.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક વિજીનલાલે જણાવ્યું કે, પાંચ દિવસ દરમિયાન હવામાન સૂકું રહેશે. આગામી અઠવાડિયાથી હવામાનમાં ૨-૩ ડિગ્રીનો વધારો થવાની સંભાવના વિજીનલાલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

જાેકે, ઉત્તર ગુજરાતમાં આકરી ગરમી વહેલી શરુ થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. સામાન્ય રીતે રાજ્યમાં હોળી પછી તાપમાનનો પારો ઊંચો જતો હોય છે, પરંતુ આ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ગુલાબી ઠંડી પડ્યા પછી ઉનાળાનો અહેસાસ શરુ થઈ ગયો છે.

ઓફિસો તથા ઘરોમાં ઠંડીથી બચવા માટે એસી પણ શરુ કરી દેવામાં આવ્યા છે. બે દિવસ પછી ગરમીનું જાેર વધવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. અગાઉ મહત્તમ તાપમાનનો પારો ૩૭ ડિગ્રીએ પહોંચી ગયો હતો તે ઘટીને ૩૬ ડિગ્રીએ પહોંચ્યો છે. શુક્રવારે સૌથી વધુ મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રી અમરેલીમાં નોંધાયું હતું. આ સિવાય અમદાવાદ, ભૂજ, સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રી નોંધાયું છે.

રાજ્યમાં શુક્રવારે લઘુત્તમ તાપમાન સૌથી નીચું ૧૨ ડિગ્રી ગાંધીનગરમાં નોંધાયું હતું. આ સિવાય નલિયામાં ૧૩, અમદાવાદમાં ૧૪, પોરબંદરમાં ૧૫, ડિસામાં ૧૬ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન ૧૮ની આસપાસ નોંધાયું હતું. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાથી ગરમીનું જાેર અચાનક ઘટ્યું હતું.

આગામી દિવસોમાં હવામાન સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે. જાેકે, ફેબ્રુઆરી અંત તરફ જઈ રહ્યો છે તેની સાથે લઘુત્તમ તાપમાનમાં ધીમે-ધીમે વધારો થઈ રહ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.