Weather:ગુજરાતના હવામાનમાં પલટો આવતા ઠેર-ઠેર કમોસમી વરસાદ
અમદાવાદ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં પલટો આવતા ફરી એકવાર ઠંડક, ગરમી અને વરસાદી એમ ત્રણ ઋતુઓનો સંગમ જાેવા મળી રહ્યો છે. વતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાથી અમદાવાદમાં ધુમ્મસ છવાયેલું જાેવા મળ્યું હતું.
સવારના વાતાવરણમાં ઠંડક પણ વધી હતી. જાેકે, હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદ સાથે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે. અમદાવાદમાં ધુમ્મસ છવાતા વાતાવરણ જાણે કોઈ હિલ સ્ટેશન હોય તેવું બન્યું હતું. Weather: Unseasonal rain across Gujarat
અમદાવાદમાં સવારના સમયે ધુમ્મસવાળું વાતાવરણ સર્જાતા વિઝિબ્લિટીમાં પણ ઘટાડો થયો હતો. શહેરના એસજી હાઈવે સહિતના બ્રિજ પરથી દુર રહેલી બિલ્ડિંગો ધુમ્મસના કારણે ધુંધળી નજરે પડી રહી હતી. અમદાવાદ, ગાંધીનગર સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ તથા ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવતા હળવાથી ભારે વરસાદી ઝાપટાં નોંધાયા છે.
આજે તથા આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આજે રાજ્યના અમદાવાદ સહિત સાબરકાંઠા, અવલ્લી, આણંદ, દાહોદ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, તાપી, વલસાડ અને દમણમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરાઈ છે.
આ સાથે સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીમાં પણ કમોસમી વરસાદી ઝાપટાં થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. અમદાવાદમાં આજની સાથે શનિવાર, રવિવાર અને સોમવારે પણ વરસાદી વાતાવરણ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વરસાદી વાતાવરણ ઉભું થવાથી શહેરના તાપમાનમાં ઘટાડો થવાની પણ સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. તારીખ ૧૮ અને ૧૯ની હવામાનની આગાહી પર નજર કરીએ તો રાજ્યના અમદાવાદ સહિત આણંદ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, ડાંગ, તાપી, વલસાડ અને દમણમાં વરસાદી વાતાવરણ રહેવાની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીમાં વરસાદની વકી વ્યક્ત કરવામાં આવી છે.
સોમવારે એટલે કે ૨૦મી માર્ચે પણ અમદાવાદની સાથે ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, સુરત, વલસાડમાં વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી અને દીવ તથા કચ્છમાં વરસાદ થવાના આગહી કરવામાં આવી છે.
૧૭મીએ રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો ઘટીને ૩૫ ડિગ્રીએ પહોંચ્યો હતો, જ્યારે સૌથી નીચું લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રી રહ્યું હતું. હવામાન વિભાગ દ્વારા આગામી ૨ દિવસમાં મહત્તમ તાપમાનમાં વધારો થયા પછી તેમાં ૨-૩ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે. આ જ રીતે લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.
ગુજરાતમાં માર્ચ મહિનામાં બરફની ચાદરનો વીડિયો વાયરલ
રાજ્યભરમાં હાલ ગરમીને બદલે માવઠાનો કહેર વર્તી રહ્યો છે. ત્યારે બોટાદનો એક વીડિયો ઘણોજ વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ થયેલા વીડિયોમાં જ્યાં દેખાઇ ત્યાં બરફની ચાદર છવાયેલી દેખાઇ રહી છે. આ વીડિયો ગઢડાના ઢસા રોડ પરનો વીડિયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. એક કાર ચાલકે આ વીડિયો બનાવ્યો છે. જેમાં ગુજરાતમાં મનાલી જેવો માહોલ છવાયો હોય તેમ લાગી રહ્યુ છે. બોટાદ જિલ્લામાં ગુરૂવારે ગાજવીજ અને કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. હાલ બોટાદના નામે વાયરલ થયેલા આ વીડિયોને લોકો ઘણો જ પસંદ કરી રહ્યા છે. આપને જણાવીએ કે, ગઢડા પંથકમાં સાંજના ચાર કલાક બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. અહીં ભરઉનાળે ગાજવીજ અને પવન સાથે વરસાદ અને કરા વરસ્યા હતા. જેના કારણે મનાલી-કાશ્મીર જેવો માહોલ સર્જાયો હતો. ગઢડા અને આસપાસના વિસ્તારોમાં આશરે અડધો કલાક સુધી કરા પડ્યા હતા. જેના કારણે રસ્તા પર બરફની ચાદર છવાઇ ગઇ હતી.SS1MS