પશ્ચિમ અમદાવાદના ૨૩ તળાવમાંથી લીલ, ઘાસ અને વેલ દૂર કરાશે
![Gotri Lake Vadodara Gujarat](https://westerntimesnews.in/wp-content/uploads/2022/08/gotri-lake-1024x762.jpg)
File
વસ્ત્રાપુર તળાવ, મલાવ તળાવ, છારોડી તળાવ વગેરે તળાવોની સાફસફાઈ કરવામાં આવશે
(એજન્સી)અમદાવાદ, શહેરમાં મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસનના આદેશ મુજબ લાંબા સમયથી ‘સ્વચ્છ અમદાવાદ’ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ અભિયાન હેઠલ તંત્ર ગંદકી સામે સઘન લડત આપી રહ્યું છે તેમજ ડોર ટુ ડોર કચરાની વિસંગતતાઓને પણ દૂર કરવાના પ્રયાસો થઈરહ્યાં છે. આ ઉપરાંત આગામી ચોમાસાને અનુલક્ષી શહેરના તળાવને સ્વચ્છ રાખવાની દિશામાં પણ ચક્રો ગતિમાન કરાયાં છે.
મ્યુનિસિપલ કોર્પાેરેશનના સત્તાધીશોએ પશ્ચિમ અમદાવાદના ૨૩ તળાવમાંથી તરતો કચરો, લીલ, વેલ, ઘાસ વગેરે દૂર કરી તેને સાફસૂથરાં રાખવાની હિલચાલ આરંભી છે. પશશ્ચિમ અમદાવાદમાં પશ્ચિમ ઝોન, ઉત્તર ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનનો સમાવેશ થાયછે,જે પૈકી પશ્ચિમ ઝોનના વાસણામાં આવેલા મલાવ તળાવ અને રાણીપમાં આવેલા ચેનપુર તલાવને સ્વચ્છ બનાવવા માટે તંત્ર દ્વારા ટેન્ડર પ્રસિદ્ધ કરાયાં છે.
આ બંને તળાવ માટેની ટેન્ડર ફી રૂ. ૧૫૦૦ છે અને અર્નેસ્ટ મની ડિપોઝિટ રૂ. ૮૪૦૦૦ રખાઈ છે. કોન્ટ્રાક્ટની કામગીરીની મુદત બે વર્ષની રહેશે અને તે માટેની અંદાજિત રકમ રૂ. ૨૮ લાખ છે. જે ટેન્ડરનું ટેન્ડર સ્વીકારવામાં આવશે તે કોન્ટ્રાક્ટ દરમિયાન થતી કુલ રકમની પાંચ ટકા રકમ સિક્યોરિટી ડિપોઝિટ તરીકે ચૂકવવાની રહેશે. જ્યારે ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવેલાં ૧૧ તળાવમાંથી તરતો કચરો, લીલ, વેલ, ઘાસ તથા તળાવના ઢાલ ઉપરતી બિનજરુરી વેજિટેશન દૂર કરવાની કામગીરી માટે પણ તંત્ર દ્વારા ટેન્ડર બહાર પડાયું છે.
આ ટેન્ડરમાં જણાવ્યા મુજબ ગોતા વોર્ડમાં આરસી ટેકનિકલ પાસેનું તળાવ, ગોતા ગામ તળાવ, સોલા ગામ તળાવ અને ઉગતી લેક વ્યૂ પાસેનું તળાવ, ચાંદલોડિયા વોર્ડમાં ચાંદલોડિયા તળાવ, છારોડી તળાવ, યદૂડી તળાવ, થલતેજમાં મલાવ તળાવ,થલતેજ ગામ તળાવ, ઘુમા તળાવ અને બોડકદેવનું વસ્ત્રાપુર તળાવ આ તમામ ૧૧ તળાવની સફસફાઈ કરવામાં આવશે. આ તળાવો માટેની ટેન્ડર ફી રૂ. ૨૪૦૦ રખાઈ છે,
જ્યારે અર્નેસ્ટ મની ડિપોઝિટ રૂ. ત્રણ લાખછે. આ ટેન્ડર મુજબ પણ ટેન્ડરો પાંચ ટકા સિક્યોરિટી ડિપોઝીટ ભરવાની રહેશે. જો ટેન્ડર સ્વીકાર્યાની જાણકર્યા બાદના ૧૫ દિવસમાં સિક્યોરિટી ડિપોઝિટ જમા નહીં કરાય કે કોન્ટ્રાક્ટ પેપર જમા નહીં કરાય તો ટેન્ડર સાથે ભરેલી અર્નેસ્ટ મની ડિપોઝિટ જપ્તક રાશે તેમજ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા સુધીનાં પગલાં લેવામાં આવશે. ઉત્તર પશ્ચિમ ઝોનનાં આ તમામ ૧૧ તળાવ માટેના બે વર્ષના ટેન્ડરની રકમ રૂ. એક કરોડ છે.
આ ઉપરાંત મ્યુનિસિપલ તંત્ર દ્વારા શહેરના દક્ષિણ પશ્ચિમ ઝોનના ૧૦ તળાવને સ્વચ્છ કરવાને લગતું ટેન્ડર પણ પ્રસિદ્ધ કરાયું છે. દક્ષિણ પશ્ચિમ ઝોનના ૧૦ તળાવમાં સરખેજનું શકરી તળાવ, સરખેજનું આઝાદનગર તલાવડી, સરખેજનું શિંગોડાતળાવ, સરખેજનું પાંચા તળાવ, સરખેજનું રોપડા તળાવ, સરખેજનું રત્ના તળાવ, સરખેજનું ઓકફ તળાવ અને સરખેજનું બેદર તળાવ એમ કુલ આઠ તળાવનો સમાવેશ થાય છે.
આની સાથે મક્તમપુરાનું બાદદરાબાદ ગામ તળાવ અને મક્તમપુરાનું બાકરોલ ગૌશાળા તળાવ એમ બે તળાવને પણ તંત્ર સ્વચ્છ બનાવશે. દક્ષિણપશ્ચિમ ઝોનનાં આ ૧૦ તળાવ માટેના બે વર્ષના કોન્ટ્રાક્ટ સારું રૂ. ૯૦ લાખનું ટેન્ડર બહાર પડાયું છે. મ્યુનિસિપલ હેલ્થ વિભાગ દ્વારા તળાવોની સાફસફાઈ કરીને તેને મચ્છરોના ત્રાસમાંથી મુક્ત કરવાની દિશામાં આરંભાયેલી રાબેતા મુજબની કવાયત તરીકે પણ ઓળખવામાં આવે છે.