Western Times News

Gujarati News

કાનૂની લડાઈમાં બાળકોનું કલ્યાણ સર્વાેપરી: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે મંગળવારે જણાવ્યું હતું કે માતા-પિતા વચ્ચે બાળકોની કસ્ટડી મેળવવા માટેની કાનૂની લડાઇમાં બાળકોનું કલ્યાણ સર્વાેપરી છે. બાળકની કસ્ટડીના કેસોમાં બાળકના સર્વાેચ્ચ વિચારણા હોવી જોઇએ.

માતાપિતા દ્વારા દર્શાવવામાં આવતી ઇમાનદારી કે સ્નેહ બાળકની કસ્ટડી નક્કી કરવાનો આધાર હોઇ શકે નહીં. કેરળ હાઇકોર્ટના ૧૧ ડિસેમ્બર ૨૦૧૪ના એક આદેશને રદ કરતાં જસ્ટિસ વિક્રમ નાથ, સંજય કરોલ અને સંદીપ મહેતાની બનેલી ખંડપીઠે આ અવલોકનો કર્યા હતા.

હાઈકોર્ટે પિતાને દર મહિને ૧૫ દિવસ માટે બે બાળકોની વચગાળાની કસ્ટડી આપી હતી, પરંતુ સર્વાેચ્ચ અદાલતે આ વ્યવસ્થાને અવ્યવહારુ અને બાળકોના સુખાકારી માટે હાનિકારક ગણાવી હતી.સોફ્ટવેર પ્રોફેશનલ માતાએ હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યાે હતો. આ દંપતીએ ૨૦૧૪માં લગ્ન કર્યા હતાં અને તેમને બે બાળકો છે.

વૈવાહિક મતભેદને કારણે તેઓ ૨૦૧૭થી અલગ રહેવા લાગ્યાં હતાં. સર્વાેચ્ચ અદાલતે જણાવ્યું હતું કે આ વચગાળાની વ્યવસ્થા બાળકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે અનુકૂળ છે.આ વ્યવસ્થા બાળકોની વિકાસલક્ષી જરૂરિયાતો અને ખાસ કરીને સ્થિરતા, પોષણ અને ભાવનાત્મક સુરક્ષાની જરૂરિયાતને ધ્યાનમાં લેવામાં નિષ્ફળ ગઈ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.