આર્થિક તંગીથી કંટાળીને જાણીતા પ્રોડ્યુસરે આત્મહત્યા કરી
મુંબઈ, એન્ટરટેઈન્ટમેન્ટ ઈન્ડસ્ટ્રીથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર સાઉથના ફેમસ પ્રોડ્યુસરે આર્થિક તંગીથી કંટાળીને આત્મહત્યા કરી લીધી છે.
ગોવા પોલીસે આપેલી પ્રાઈમરી ઈન્ફોર્મેશન અનુસાર કે. પી. ચૌધરી આર્થિક તંગી અને ડ્રગ્સ કેસમાં ધરપકડ બાદ કામ નહીં મળતા ડિપ્રેશનમાં હતા અને તેમણે આત્મહત્યા કરી લીધી હતી. ૨૦૨૩માં તેમને ડગ્સના કેસમાં હૈદરાબાદ પોલીસે અરેસ્ટ કર્યા હતા.
અહીંયા તમારી જાણ માટે કે રજનીકાંત સ્ટારર ફિલ્મ કબાલીને પણ કે પી ચૌધરીએ પ્રોડ્યુસ કરી હતી.કેપી ચૌધરી એટલે કે સુંકારા કૃષ્ણપ્રસાદ ચૌધરી ટોલીવૂડના જાણીતા ફિલ્મ નિર્માતાઓમાંથી એક હતા. ૨૦૧૬માં આવેલી રજનીકાંતની સુપરહિટ ફિલમ કબાલીને તેમણે પ્રોડ્યુસર કરી હતી.
અહીંયા તમારી જાણ માટે કે ૨૦૨૩માં પણ કેપી ચૌધરીની ડ્રગ્સના કેસમાં સાઈબરાબાદ સ્પેશિયલ ઓપરેશન ટીમે ધરપકડ કરી હતી.કેસની તપાસ દરમિયાન જ જાણવા મળ્યું હતું કે તેમની પાસે ટોલીવૂડ જ નહીં પણ કોલીવૂડમાંથી પણ ગ્રાહકો હતા.
શરૂઆતમાં સામે આવેલા અહેવાલમાં જ જાણવા મળ્યું હતું કે આ કેસ બાદથી જ તેઓ આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સફળતા ન મળતા તેમણે કથિત રીતે ડ્રગ્સની ખરીદી અને ડિસ્ટ્રીબ્યુશન જેવા કામ કરવાનું શરૂ કરી દીધું હતું.
કેપી ચૌધરીએ ગોવામાં ઓએચએમ પબ પણ શરૂ કર્યાે હતો અને અહીંથી જ તેઓ જાણીતા સેલિબ્રિટીઓને ડ્રગ્સ વગેરે પૂરું પાડતા હતા એવો દાવો પણ કરાઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૧૬માં કેપી ચૌધરીએ ૨૦૧૬માં રજનીકાંતની સુપરહિટ ફિલ્મ કબાલીને પ્રોડ્યુસ કરી હતી. આ ફિલ્મે ૬૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને આ ફિલ્મ એ વર્ષની સૌથી મોટી ફિલ્મોની યાદીમાં ટોપ પર હતી.SS1MS