Western Times News

Gujarati News

મોટાપોંઢા ગામે જીવંતિકા મહિલા સ્વાશ્રય જૂથ દ્વારા યશસ્વી ભોજનાલયનું ઉદ્દઘાટન

(પ્રતિનિધિ) વાપી, સમાજનો સર્વાંગી વિકાસ થાય અને દરેક વર્ગના લોકોની આરોગ્ય, રોજગારી, શિક્ષણ સહિતની મૂળભૂત જરૂરિયાતો પૂર્ણ થાય તે માટે કાર્યરત વેલસ્પન ફાઉન્ડેશન દ્વારા તેની પરંપરા અને સશક્તિકરણની ઉજવણી અંતર્ગત યશસ્વી ભોજનાલયની શરૂઆત કરવામાં આવી છે.

વેલસ્પન ફાઉન્ડેશન દ્વારા વેલ નેતૃત્વ કાર્યક્રમની પહેલ ચાલી રહી છે અને તેના એક ભાગ રૂપે આ ભોજનાલય શરુ કરવામાં આવ્યું છે. એવી આશા છે કે આ પ્રયાસથી મહિલાઓની સામાજિક અને આર્થિક ઉત્થાનની યાત્રા વધુ મજબુત બનશે. Wellspun Foundation is an initiative of Well Leadership Program

વેલસ્પન ફાઉન્ડેશન સમાજના સર્વાંગી વિકાસ માટે સમર્પિત છે અને તેનો વેલ-નેત્રુત્વ કાર્યક્રમ મહિલા સશક્તિકરણ, આજીવિકા, ખેતી અને પશુપાલન આ સિવાય પણ ઘણી બધી પ્રવૃતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેના એક ભાગ રૂપે વેલસ્પન ફાઉન્ડેશનના સહયોગથી શરુ કરવામાં આવેલું યશસ્વી ભોજનાલય આ વિસ્તારની આદિવાસી મહિલાઓ માટે આશીર્વાદ રૂપ છે.

જે પોતાના પરિવાર માટે આજીવિકા પર્યાય સ્રોત ઉભો કરે છે અને સ્વાદિષ્ટ પરંપરાગત વ્યંજન પીરસે છે. આ મહિલાઓ તેની કુશળતા રજુ કરી શકે તે માટે આ ભોજનાલય એક આદર્શ પ્લેટફોર્મ છે. યશસ્વી ભોજનાલય માત્ર ભોજન લેવાનું સ્થળ નથી પરંતુ સમુદાય માટે આશા અને તકનું પ્રતીક છે.

આ ભોજનાલયના માધ્યમથી વેલસ્પન વર્લ્ડ મહિલા સાહસિકોને આવશ્યક તાલીમથી સજ્જ કરવાનો પ્રયાસ કરે છે, તેમના પરિવારની આર્થિક સમૃદ્ધિમાં અર્થપૂર્ણ યોગદાન આપવા માટે તેમનું સશક્તિકરણ કરે છે. ગયા વર્ષે જીૐય્ના સહયોગથી શરૂ કરાયેલ સ્વદેશી ભોજનાલયની સફળતામાંથી પ્રેરણા લઈને, વેલસ્પન ફાઉન્ડેશન દ્વારા જીવંતિકા મહિલા સ્વાશ્રય જૂથ સાથે મળીને યશસ્વી ભોજનાલય શરુ કરવામાં આવ્યું છે અને તે એક મજબુત પરિવર્તનના પ્રતિક તરીકે ઉભરી આવ્યું છે.

જ્યાં એક તરફ પરંપરાગત ભોજનનો સ્વાદ અને બીજી તરફ મહિલા ઉત્થાનથી આત્મનિર્ભતા તરફ આગળ વધે છે. વેલસ્પન ફાઉન્ડેશન, યશસ્વી ભોજનાલય જેવી પહેલ દ્વારા સામાજિક જવાબદારી અને સુદ્રઢ વિકાસ માટેની તેની અતૂટ પ્રતિબદ્ધતાને વ્યક્ત કરે છે. મહિલાઓનું સશક્તિકરણ કરીને અને સ્થાનિક સંસ્કૃતિને પ્રોત્સાહન આપીને, વેલસ્પન ફાઉન્ડેશન સામાજિક સમરસતા, સમૃદ્ધિ અને સમાજને સમૃદ્ધ બનાવવાનો પ્રયત્ન કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.