Western Times News

Gujarati News

પશ્ચિમ અમદાવાદમાંથી પ્રોપર્ટી ટેકસની ૯પ૯માંથી ૬પર અરજીનો નિકાલ

ત્રણ ઝોન પૈકી ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી સૌથી ઓછી ૧૪૪ અરજીઓ તંત્ર સમક્ષ આવી

(એજન્સી)અમદાવાદ, ગત ર જુલાઈએ મ્યુનિ. પ્રોપર્ટી ટેકસ વિભાગ દ્વારા શહેરના સાતેય ઝોનની ઓફિસમાં પ્રોપર્ટી ટેકસ ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કરદાતાઓએ ટેકસ ઘટાડાની, કબજેદાર, ટ્રાન્સફર, નવી આકારણી, ડુપ્લીકેટ બિલ વગેરે મામલે તંત્ર સમક્ષ અરજીઓ કરી હતી.

પશ્ચિમ અમદાવાદની ત્રણ ઝોન-પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાંથી કુલ ૯પ૯ અરજીઓ તંત્રને મળી હતી જેમાંથી ૭૦ ટકાથી પણ વધુ એટલે કે ૬પર અરજીઓનો તે જ દિવસે નિકાલ કરવામાં આવ્યો હતો.

મ્યુનિ. ટેકસ વિભાગને પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ ૪૦૮ અરજીઓ મળ હતી. જેમાં નવી આકારણીની એક, ટેકસ, ઘટાડાની ૩૪, કબજેદાર ટ્રાન્સફરની પ૯, નામ ટ્રાન્સફરની ર૧૩, પ્રોફેશનલ ટેકસની ૩૯ અને અન્ય ૭ર અરજીનો સમાવેશ થાય છે જે પૈકી તે દિવસે ટેકસ ઘટાડાની એક, કબજેદાર ટ્રાન્સફરની ૧પ, નામ ટ્રાન્સફરની ૧૮૦, પ્રોફેશનલ ટેકસની ૩૬ અને અન્ય ર૭ અરજી મળીને કુલ રપ૯ અરજીનો તે જ દિવસે પ્રોપર્ટી ટેકસ વિભાગ દ્વારા નિકાલ કરવામાં આવ્યો હતો. આ લખાય છે ત્યારે તે દિવસે બાકી રહેલી ૧૪૯ અરજી પૈકી મોટી ભાગની અરજીનો સંતોષકારક રીતે નિકાલ થઈ ચૂકયો છે.

જ્યારે ઉત્તર પશ્ચિમ ઝોનમાં ટેકસ ઘટાડાની છ, કબજેદાર ટ્રાન્સફરની ૧૭, નામ ટ્રાન્સફરની ૮૯, ડુપ્લીકેટ બિલની એક, પ્રોફેશનલ ટેકસની રપ અને અન્ય છ મળીને કુલ ૧૪૪ અરજી તંત્ર સમક્ષ આવી હતી જેમાંથ કબજેદાર ટ્રાન્સફરની તમામ અરજીનો નિકાલ તે જ દિવસે લાવવામાં આવ્યો હતો. નામ ટ્રાન્સફરની પણ સઘળી અરજીનો નિકાલ કરાયો હતો જ્યારે પ્રોફેશનલ ટેકસની ર૪ અને અન્ય ત્રણ અરજી સાથે કુલ ૧૩૩ અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો તે દિવસે બાકી રહેલી ૧૧ અરજી પૈકી હવે આંગળીના વેઢે ગણાય તેટલી જ અરજીનો નિકાલ બાકી છે.

શહેરના દક્ષિણ પશ્ચિમ ઝોનમાં તંત્રને ૩૦૭ અરજી મળી હતી જેમાં નામ ટ્રાન્સફરની સૌથી વધુ ૧૪૪, કબજેદાર ટ્રાન્સફરની ૬ર, ટેકસ ઘટાડાની ૧૭, નવી આકારણીની સાત, પ્રોફેશનલ ટેકસની ૩૪ અને અન્ય ૪૩ અરજીનો સમાવેશ થતો હોઈ તે પૈકી તે જ દિવસે ર૬૦ અરજીનો તંત્રએ સ્થળ પર જ નિકાલ કર્યો હતો અને ૪૭ અરજીના નિકાલની કાર્યવાહી ચાલુ હતી. જો કે, હવે જાણવા મળ્યા મુજબ દક્ષિણ પશ્ચિમ ઝોનની ૪૭ બાકી અરજીઓ પૈકી અનેક અરજીનો સંતોષકારક નિકાલ થઈ ચૂકયો છે.

સમગ્ર શહેરમાંથી તંત્રને કુલ ૧૬પ૯ અરજીઓ મળી હતી. જે પૈકી ૧૦૭૩ અરજીનો નિકાલ કરવામાં તંત્ર સફળ રહ્યું હતું અને પ૮૬ અરજીના મામલે કાર્યવાહી ચાલુ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.