પશ્ચિમ બંગાળમાં યોજાનારી ચૂંટણી એકલા હાથે લડવાનો કોંગ્રેસનો સંકેત?

પશ્ચિમ બંગાળમાં મમતા સાથે હાથ મિલાવવા તૈયાર નથી કોંગ્રેસ
(એજન્સી)નવી દિલ્હી, કોંગ્રેસના હાઇકમાન્ડે પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષે યોજાનારી ચૂંટણી એકલા હાથે લડવાનો સંકેત આપ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મÂલ્લકાર્જૂન ખડગેના નેતૃત્વ હેઠળ યોજાયેલી બેઠકમાં કોંગ્રેસ હાલ તૃણમુલ કોંગ્રેસ સાથે કોઈપણ પ્રકારનું ગઠબંધન કરવાના મૂડમાં ન હોવાનું જાણવા મળ્યું છે.
તેમજ તેમાં પ્રદેશ કોંગ્રેસને મજબૂત બનાવવા પર ભાર મૂકાયો હતો. કોંગ્રેસ અધ્યક્ષ મÂલ્લકાર્જૂન ખડગેના નેતૃત્વ હેઠળ યોજાયેલી બેઠકમાં લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી પણ સામેલ રહ્યા હતા.
આ બેઠકમાં પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસને મજબૂત બનાવવા તેમજ ભાજપ વિરુદ્ધ લડાઈને પ્રાથમિકતા આપવા પર ફોકસ કરવામાં આવ્યું હતું. વધુમાં રાજ્યમાં પક્ષને નબળો પાડનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ તૈયારી દર્શાવી હતી.