કોલકાતામાં બહુમાળી ઈમારતમાં આગ લાગતા નવ લોકોનાં મોત
દુર્ઘટનાનો ભોગ બનેલી બિલ્ડિંગમાં ઈસ્ટર્ન રેલવેની ઓફિસ – મૃત્યુ પામનારામાં ૨ રેલવે પોલીસકર્મી પણ સામેલ
કોલકાતા: પશ્ચિમ બંગાળના કોલકાતામાં સ્ટ્રેન્ડ રોડ પર સોમવાર સાંજે ન્યૂ કોયલાઘાટ બિલ્ડિંગના ૧૩મા માળ પર લાગેલી આગમાં અત્યાર સુધીમાં ૯ લોકોના મોત થયા છે. દુર્ઘટનાનો ભોગ બનેલી બિલ્ડિંગમાં ઈસ્ટર્ન રેલવેની ઓફિસ છે. દુર્ઘટનામાં મૃત્યુ પામનારામાં ૨ રેલવે પોલીસકર્મી પણ સામેલ છે. West Bengal: Fire breaks out on the 13th floor of Kolaghat building on Strand road in Kolkata 6 feared dead
પીએમ મોદીએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિજનોને ૨ લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને ૫૦ હજાર રૂપિયાની સહાયતા કરવાની મંજૂરી આપી છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને સ્થિતિની સમીક્ષા કરી. પીએમ મોદીએ પણ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.
આ સાથે જ તેમણે અકસ્માતમાં મૃત્યુ પામનારાઓના પરિજનોને ૨ લાખ રૂપિયા તથા ઘાયલોને ૫૦ હજાર રૂપિયા મદદ આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ તેમણે ઘાયલોના જલદી સાજા થવાની કામના પણ કરી છે. કોલકાતા પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે આગ લાગવાની ઘટના સાંજે ૬ઃ૧૦ વાગે ઘટી.
આ બિલ્ડિંગમાં પૂર્વ રેલવે અને દક્ષિણ પૂર્વ રેલવેનું ઝોનલ કાર્યાલય છે. જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર એક કમ્યુટરાઈઝ ટિકિટ બુકિંગ સેન્ટર છે. અત્યાર સુધીમાં ૯ લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે. મૃતકોમાં ૪ ફાયરકર્મીઓ, બે રેલવેકર્મીઓ અને એક પોલીસકર્મી પણ સામેલ છે. મળતી માહિતી મુજબ આ બધા લિફ્ટથી ઉપર જઈ રહ્યા હતા પરંતુ અધવચ્ચે જ લાઈટ જતી રહી.
પૂર્વ રેલવેએ જણાવ્યું કે સોમવારે રાતે ૧૧ વાગે આગ પર કાબૂ મેળવી લેવાયો. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અડધી રાતે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિજનોને ૧૦ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી. આ ઉપરાંત એક સભ્યને નોકરી પણ આપવાનું કહ્યું. મમતા બેનર્જીએ આ દુર્ઘટના માટે રેલવેને પણ જવાબદારી ઠેરવ્યું અને કહ્યું કે આ પ્રોપર્ટી રેલવેની છે.
તેની જવાબદારી હતી પરંતુ આમ છતાં તેઓ બિલ્ડિંગનો નક્શો ઉપલબ્ધ કરાવી શક્યા નહીં. હું આ દુઃખદ ઘટના પર રાજનીતિ કરવા માંગતી નથી પરંતુ રેલવે વિભાગથી અહીં કોઈ આવ્યું નહીં. રેલવે મંત્રી પિયુષ ગોયલે આ ઘટના પર શોક વ્યક્ત કરતા કહ્યું કે આ ત્રાસદીમાં ચાર ફાયરકર્મીઓ, બે રેલવેકર્મી અને એક છજીૈં સહિત ૯ લોકોના જીવ ગયા છે.
તેમના પરિજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરું છું. જીએમ સહિત રેલવેના અધિકારી ઘટનાસ્થળ પર છે અને રાહત તથા બચાવકાર્ય માટે રાજ્ય સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છે.
અમે તમામ લોકોની સુરક્ષા માટે દરેક શક્ય કોશિશ કરી રહ્યા છીએ. પિયુષ ગોયલે કહ્યું કે આગના કારણોની જાણકારી મેળવવા માટે તપાસ કમિટી બનાવવામાં આવી છે. તપાસના આદેશ અપાયા છે. કોલકાતા પોલીસના એક અધિકારી મુજબ, સોમવારે સાંજે ૬.૧૦ કલાકની આસપાસ આ ઘટના બની. લોકોએ ઈમારતમાં આગની જ્વાળાઓ જાેઈ તો તાત્કાલિક પોલીસને જાણ કરી.