Western Times News

Gujarati News

પશ્ચિમ રેલવે દ્વારા 6 સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિસ્તારિત કરાયા

પ્રતિકાત્મક

પશ્ચિમ રેલવેએ મુસાફરીની માંગ અને સુવિધા માટે વિશેષ ભાડા પર છ જોડી વિશેષ ટ્રેનો ના ફેરા વિસ્તારીત કર્યા છે.આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

1.    ટ્રેન નંબર 01920 અમદાવાદ – આગ્રા કેન્ટ ત્રિ-સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને 01 સપ્ટેમ્બર2024 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતેટ્રેન નંબર 01919 આગ્રા કેન્ટ – અમદાવાદ ત્રિ-સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને 31 ઓગસ્ટ2024 સુધી લંબાવવામાં આવી છે.

2.   ટ્રેન નંબર 01906 અમદાવાદ – કાનપુર સેન્ટ્રલ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ 27 ઓગસ્ટ2024 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતેટ્રેન નંબર 01905 કાનપુર સેન્ટ્રલ – અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને 26 ઓગસ્ટ2024 સુધી લંબાવવામાં આવી છે.

3.   ટ્રેન નંબર 04166 અમદાવાદ – આગ્રા કેન્ટ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ 29 ઓગસ્ટ2024 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતેટ્રેન નંબર 04165 આગ્રા કેન્ટ – અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને 28 ઓગસ્ટ2024 સુધી લંબાવવામાં આવી છે.

4.   ટ્રેન નંબર 04168 અમદાવાદ-આગ્રા કેન્ટ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ 26 ઓગસ્ટ2024 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતેટ્રેન નંબર 04167 આગ્રા કેન્ટ-અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને 25 ઓગસ્ટ2024 સુધી લંબાવવામાં આવી છે.

5.   ટ્રેન નંબર 02200 બાંદ્રા ટર્મિનસ – વીરાંગના લક્ષ્મીબાઈ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ 31 ઓગસ્ટ2024 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતેટ્રેન નંબર 02199 વીરાંગના લક્ષ્મીબાઈ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને 29 ઓગસ્ટ2024 સુધી લંબાવવામાં આવી છે.

6.   ટ્રેન નંબર 04126 બાંદ્રા ટર્મિનસ – સુબેદારગંજ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ 27 ઓગસ્ટ2024 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતેટ્રેન નંબર 04125 સુબેદારગંજ – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલને 26 ઓગસ્ટ2024 સુધી લંબાવવામાં આવી છે.

 

ટ્રેન નંબર01920019060416604168,02200 અને 04126 ના વિસ્તૃત ફેરાનું બુકિંગ 31 જુલાઈ2024 થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરુ થશે.

ટ્રેનોના સ્ટોપેજ સમય અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટેમુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in જઈ ને અવલોકન કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.