પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળની કેટલીક ગાડીઓની કોચ સંરચનામાં ફેરફાર
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે અમદાવાદ મંડળથી ચાલતી કેટલીક ટ્રેનોની કોચ સંરચના માં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. જેનું વર્ણન નીચે મુજબ છેઃ-
1. ટ્રેન નંબર 20965/20966 ભાવનગર-સાબરમતી-ભાવનગર એક્સપ્રેસમાં તારીખ 3 ફેબ્રુઆરી 2023 થી એક 3 ટાયર એસી કોચને હટાવીને તેની જગ્યાએ એક ચેર કાર કોચ લગાવવામાં આવશે.
2. ટ્રેન નંબર 20928 ભુજ-પાલનપુર એક્સપ્રેસમાં તારીખ 1 ફેબ્રુઆરી 2023 થી તથા ટ્રેન નંબર 20927 પાલનપુર-ભુજ એક્સપ્રેસમાં તારીખ 2 ફેબ્રુઆરી 2023 થી એક ચેર કાર કોચ હટાવીને તેની જગ્યાએ ત્રણ સ્લીપર ક્લાસના કોચ લગાવવામાં આવશે.
3. ટ્રેન નંબર 19405 પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસમાં તારીખ 1 ફેબ્રુઆરી 2023 થી તથાત ટ્રેન નંબર 19406 ગાંધીધામ-પાલનપુર એક્સપ્રેસમાં તારીખ 2 ફેબ્રુઆરી 2023 થી એક ચેર કાર કોચ હટાવીને તેની જગ્યાએ ત્રણ સ્લીપર ક્લાસના કોચ લગાવવામાં આવશે.
4. ટ્રેન નંબર 12917 અમદાવાદ-હજરત નિજામુદ્દીન સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસમાં તારીખ 6 ફેબ્રુઆરી 2023 થી તથા ટ્રેન નંબર 12918 નિજામુદ્દીન-અમદાવાદ સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસમાં તારીખ 11 ફેબ્રુઆરી 2023 થી એક જનરલ ક્લાસના કોચની જગ્યાએ એક 1 ટાયર એસી નો કોચ લગાવવામાં આવશે.
ટ્રેનોના પરિચાલન સમય, રોકાણ અને સંરચનાથી સંબંધિત વિસ્તૃત માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.