અમદાવાદથી દોડતી ચાર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવામાં આવ્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/12/rail-train-1024x683.jpg)
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ મંડળ થી ઉપડનારી ચાર જોડી સ્પેશ્યલ ટ્રેનોના ફેરાને સમાન સંરચના,સમય, સ્ટોપેજ અને માર્ગ પર લંબાવવામાં આવ્યા છે . આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
1. ટ્રેન નંબર 01920 અમદાવાદ-આગ્રા કેન્ટ ત્રિ-સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેન ને 05 જુલાઈ 2024 થી 31 જુલાઈ 2024 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે ટ્રેન નંબર 01919 આગ્રા કેન્ટ-અમદાવાદ ત્રિ-સાપ્તાહિક સ્પેશ્યલ ને 04 જુલાઈ 2024 થી 30 જુલાઈ 2024 સુધી લંબાવવામાં આવી છે.
2. ટ્રેન નંબર 01906 અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન ને 09 જુલાઈ 2024 થી 30 જુલાઈ 2024 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે ટ્રેન નંબર 01905 કાનપુર સેન્ટ્રલ-અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને 08 જુલાઈ 2024 થી 29 જુલાઈ 2024 સુધી લંબાવવામાં આવી છે.
3. ટ્રેન નંબર 04166 અમદાવાદ-આગ્રા કેન્ટ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન ને 11 જુલાઈ 2024 થી 01 ઓગસ્ટ 2024 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે ટ્રેન નંબર 04165 આગ્રા કેન્ટ-અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન ને 10 જુલાઈ 2024 થી 31 જુલાઈ 2024 સુધી લંબાવવામાં આવી છે.
4. ટ્રેન નંબર 04168 અમદાવાદ-આગ્રા કેન્ટ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન ને 08 જુલાઈ 2024 થી 29 જુલાઈ 2024 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે ટ્રેન નંબર 04167 આગ્રા કેન્ટ-અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશ્યલ ને 07 જુલાઈ 2024 થી 28 જુલાઈ 2024 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 01920, 01906, 04166 અને 04168 માટે બુકિંગ 04 જુલાઈ, 2024 થી તમામ પીઆરએસ કાઉન્ટર્સ અને આઈ આર સીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેનો વિશેષ ભાડા પર સ્પેશ્યલ ટ્રેન તરીકે દોડશે. ટ્રેનોના સ્ટોપેજ ના સમય અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.