Western Times News

Gujarati News

ICC ક્રિકેટ વિશ્વ કપ 2023 ફાઈનલ મેચ માટે પશ્ચિમ રેલવે ચલાવશે નવી દિલ્લી-સાબરમતી વચ્ચે  બે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો

પ્રતિકાત્મક

અમદાવાદમાં ભારત બનામ ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવાર, 19 નવેમ્બર, 2023 ના રોજ ICC ક્રિકેટ વિશ્વ કપ 2023 ફાઈનલ મેચમાં ભાગ લેવા આવનારા ક્રિકેટ પ્રશંસકોની વધારાની ભીડને ઓછી કરવાના ઉદ્દેશથી રેલવે પ્રશાસન દ્વારા નવી દિલ્લી અને સાબરમતી વચ્ચે બે જોડી વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે. આ ટ્રેનો વિશેષ ભાડા પર ચાલશે. આ સ્પેશિયલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છેઃ

1.   ટ્રેન નંબર 02265/02266 નવી દિલ્લી-સાબરમતી-નવી દિલ્લી સુપરફાસ્ટ સ્પેશિયલ (બે ફેરા)

ટ્રેન નંબર 02265 નવી દિલ્લી-સાબરમતી સ્પેશિયલ 18 નવેમ્બર 2023 ના રોજ નવી દિલ્લીથી સાંજે 17.00 કલાકે ઉપડશે તથા આગલા દિવસે સવારે 07.15 કલાકે સાબરમતી પહોંચશે. આ જ રીતે ટ્રેન નંબર 02266 સાબરમતી-નવી દિલ્લી સ્પેશિયલ 20 નવેમ્બર 2023 ના રોજ સાબરમતીથી રાત્રે 02.30 કલાકે ઉપડશે તથા એ જ દિવસે સાંજે 19.05 કલાકે નવી દિલ્લી પહોંચશે.

આ ટ્રેન માર્ગમાં બંને દિશાઓમાં પાલનપુર, આબૂરોડ, ફાલના, અજમેર, જયપુર, અલવર અને રેવાડી સ્ટેશનો પર રોકાશે.

આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2-ટિયર, એસી 3-ટિયર, એસી 3-ટિયર ઇકોનોમી અને સ્લીપર શ્રેણીના આરક્ષિત કોચ રહેશે.

2.   ટ્રેન નંબર 02267/02268 નવી દિલ્લી-સાબરમતી-નવી દિલ્લી સુપરફાસ્ટ સ્પેશિયલ (બે ફેરા)

ટ્રેન નંબર 02267 નવી દિલ્લી-સાબરમતી સ્પેશિયલ 18 નવેમ્બર 2023 ના રોજ નવી દિલ્લીથી સાંજે 19.30 કલાકે ઉપડશે તથા આગલા દિવસે સવારે 09.45 કલાકે સાબરમતી પહોંચશે. આ જ રીતે ટ્રેન નંબર 02268 સાબરમતી-નવી દિલ્લી સ્પેશિયલ 20 નવેમ્બર 2023 ના રોજ સાબરમતીથી  03.00 કલાકે ઉપડશે તથા એ જ દિવસે સાંજે 19.35 કલાકે નવી દિલ્લી પહોંચશે.

આ ટ્રેન માર્ગમાં બંને દિશાઓમાં પાલનપુર, આબૂરોડ, અજમેર, જયપુર, અલવર અને રેવાડી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 3-ટિયર અને સ્લીપર શ્રેણીના આરક્ષિત કોચ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.