અમદાવાદથી દરભંગા અને સમસ્તીપુર માટે પશ્ચિમ રેલવે વિશેષ ટ્રેનો દોડાવશે
પશ્ચિમ રેલવેએ ઉનાળાની ઋતુ દરમિયાન મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદથી દરભંગા અને સમસ્તીપુર વચ્ચે સ્પેશિયલ ભાડા પર સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છે..
ટ્રેન નંબર 09421/09422 અમદાવાદ-દરભંગા-અમદાવાદ સ્પેશિયલ કુલ (16 ફેરા)
ટ્રેન નંબર 09421 અમદાવાદ-દરભંગા સ્પેશિયલ 8મી મે, 2023થી 26મી જૂન, 2023 સુધી અમદાવાદથી દર સોમવારે 16:10 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 02:15 કલાકે દરભંગા પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09422 દરભંગા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન 10 મે 2023 થી 28 જૂન 2023 સુધી દર બુધવારે સવારે 06:00 કલાકે દરભંગાથી ઉપડશે અને બીજા દિવસે 18:00 કલાકે અમદાવાદ પહોંચશે.
માર્ગમાં બંને દિશાઓમાં મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ જંક્શન, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, બાંદીકુઇ, ભરતપુર, અછનેરા, યમુના બ્રિજ, ટુંડલા, ઇટાવા, કાનપુર સેન્ટ્રલ, ઉન્નાવ, લખનૌ, બારાબંકી, ગોંડા, ગોરખપુર ,પનિયાહવા, નરકટિયાગંજ, રક્સૌલ અને સીતામઢી સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી ઈકોનોમિક, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.
ટ્રેન નંબર 09413/09414 અમદાવાદ-સમસ્તીપુર-અમદાવાદ સ્પેશિયલ (કુલ 16 ફેરા)
ટ્રેન નંબર 09413 અમદાવાદ-સમસ્તીપુર સ્પેશિયલ 09 મે 2023 થી 27 જૂન 2023 સુધી અમદાવાદથી દર મંગળવારે 16:35 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 04:00 કલાકે સમસ્તીપુર પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09414 સમસ્તીપુર-અમદાવાદ સ્પેશિયલ 11 મે 2023 થી 29 જૂન 2023 સુધી સમસ્તીપુરથી દર ગુરુવારે સવારે 08:15 કલાકે ઉપડશે
અને બીજા દિવસે 22:45 કલાકે અમદાવાદ પહોંચશે.માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન વડોદરા, સુરત, નંદુરબાર, ભુસાવલ, ખંડવા, ઇટારસી, જબલપુર, કટની, સતના, માણિકપુર, પ્રયાગરાજ છિવકી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન, બક્સર, આરા, પટના અને બરૌની સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી ઈકોનોમિક, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે
ટ્રેન નંબર 09421 અને 09413 માટેનું બુકિંગ 06 મે 2023 થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTCની વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન અંગે વિગતવાર માહિતી માટે યાત્રીઓએ કૃપા કરીને વેબસાઈટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવી