“વેસ્ટર્ન ટાઈમ્સનો પડઘો” ?!: લગ્નની લાલચ આપી દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીની આખરે ફરિયાદ નોંધાઈ
દુષ્કર્મ આચરી લગ્ન કરવાનું વચન આપી વિપુલે યુવતીને કહ્યું કે “તેરે સે જો ઉખાડતા હૈ વો ઉખાડ લેના” અને પછાત જ્ઞાતિની નિઃસહાય યુવતીને ત્યજી દેતાં આરોપી વિરૂધ્ધ ગુન્હો રજીસ્ટર કર્યો!
ગુજરાત હાઈકોર્ટમાં આખરે દુષ્કર્મનો ભોગ બનેલી યુવતી હિતાંષી દાદ માંગવા ગઈ અને નવરંગપુરા પોલીસે સકારાત્મક અભિગમ દાખવી આરોપી વિપુલ નકુમ વિરૂધ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરતાં હવે ન્યાય મળવાની આશા સર્જાઈ છે ?!
તસ્વીર ગુજરાત હાઈકોર્ટની છે ! ગુજરાત હાઈકોર્ટને બંધારણની કલમ-૨૨૬ હેઠળ કરાયેલી અરજીઓ સાંભળવાની સત્તા છે ! આ બંધારણીય સત્તાની રૂઈએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ (૧) હેબીયર્સ કોપર્સ, (ર) રીટ ઓફ મેન્ડેમસ, (૩) રીટ ઓફ પ્રોહીબીશન, (૪) રીટ ઓફ કો-વોરન્ટો અને (પ) રીટ ઓફ સર્શિઓરરિ પીટીશન ફાઈલ કરી શકાય છે અને તે અંગે હાઈકોર્ટને સત્તા આપવામાં આવી છે ! Western Times Impact: Complaint filed against girl who was raped on the pretext of marriage
રાજય સરકારની હકૂમતના ક્ષેત્રમાં હાઈકોર્ટ સરકાર કે તેના કોઈપણ અધિકારીશ્રીને હુકમ કરી ન્યાયની પ્રક્રીયા હાથ ધરી શકે છે ! ત્યારે ગુજરાત સરકાર અને તેમના અધિકારીઓએ દેશના બંધારણનો અભ્યાસ પ્રથમ કરે એ જરૂરી છે ! જેથી દેશની આઝાદીની શાન જળવાઈ રહે ! લોકોને ન્યાય મળે ! નેતાઓ રાજધર્મ ભુલે છે ! અધિકારીઓ કર્તવ્ય ભુલે છે ! અખબારો પત્રકારિતા ધર્મ ભુલે છે ! સંતો માનવ ધર્મ ભુલે છે ! લોકો નૈતિકતાનો ધર્મ ભુલે છે !
ત્યારે સમાજમાં સમસ્યાઓ પેદા થાય છે ! પરંતુ આવા સમય અને સંજોગો સાથે માનવતાવાદી અભિગમ દાખવનારા ગુજરાત બાર કાઉÂન્સલના ચેરમેન અને ભા.જ.પ. લીગલ સેલના પ્રદેશ પ્રમુખ અને માનવ અધિકારના સમર્થક જાણીતા યુવા ધારાશાસ્ત્રી શ્રી ભુનેશભાઈ સી. રૂપેરા જેવા વકીલ માનવ સમાજમાં છે ! ત્યાં સુધી “રણમાં મીઠી વીરડી” જેવી ઘટના બની રહેશે ! અને ન્યાયનો દિપ પ્રજવÂલ્લત રહેશે !
નવરંગપુરાના એ.સી.પી.શ્રી એચ.એમ.કંસાગરા, નવરંગપુરા પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી દેસાઈ તથા સેકન્ડ પી.આઈ. ગીતાબેન ચૌધરી “હિતાંષી દુષ્કર્મ કેસ”માં રસ લઈને વાયુવેગે તપાસ હાથ ધરતા યુવતની ન્યાય મળશે એવી આશા જરૂર બંધાઈ છે !! એમાં બે મત નથી ! બીજી તસ્વીર નવરંગપુરા પોલીસ સ્ટેશનની છે ! જયાં આખરે આરોપી વિપુલ ખુરજીભાઈ નકુમને કાયદાનું શાસન કોને કહેવાય ?! ને યુવતી પછાત જ્ઞાતિની છે જાણી તેને તરછોડી દેવાય ! ઉંમર નાની હોવા છતાં ઉંમરમાં મોટી યુવતીની “ના” છતાં જાતિય સબંધ “ના” બંધાય એ હવે કદાચ સમજાઈ જશે એવી આશા છે !
પણ આજકાલ યુવાનોને “પ્રેમ” અને “લગ્ન”ની વાત કરીને પછી ઘરવાળા સહમત નથી કહી યુવતીઓને એકતરફી તરછોડી દઈ મજા લેવાનો ટ્રેંડ તો નથી ચાલતો ?! “સ્ત્રી” પુરૂષને જન્મ આપે છે ! ઉછેરે છે ત્યારે જીવનમાં અનેક ભૂમિકા અદા કરતી “સ્ત્રી”નું સમાજે સન્માન કરવું જોઈએ ! કાયદાની અદાલતમાં ન્યાય માટે જવું પડે એવી પરિસ્થિતિ પેદા ન કરવી જોઈએ ! એ જ “સાચો ધર્મ” છે !!!! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)
ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન અને ભા.જ.પ. પ્રદેશ લીગલ સેલના કન્વીનર જે. જે. પટેલ અને ગુજરાત હાઈકોર્ટના જાણીતા યુવા ધારાશાસ્ત્રી ભુનેશભાઈ રૂપેરાનો માનવતાવાદી અભિગમ રણમાં “મીઠી વીરડી સમાન” છે !!
ગ્રીક ફીલોસોફર એરીસ્ટોટલે કહ્યું છે કે, “રાજય ચલાવવા માટે સારા કાયદા એટલા જરૂરી નથી જેટલા સારા અધિકારીઓની જરૂર છે”!! અમેરિકાના ૧૪ માં મુખ્ય ન્યાયાધીશ અર્લ વોરને અદ્દભૂત કહ્યું છે કે, “સભ્ય સમાજમાં કાયદો નૈતિકતાના સાગરમાં તરતો હોય છે”!! વિશ્વની લેકશાહી સરકારો દેશના “બંધારણ” મુજબ રાજધર્મ નિભાવે છે ! દેશનું ન્યાયતંત્ર એ “બંધારણીય મૂલ્યો” નું રખેવાળ છે !
અને વહીવટી અધિકારીઓ એ “કાયદાનું શાસન” પ્રસ્થાપિત કરવાનું છે ! એમાં જયારે “ચુક” થાય છે ત્યારે “માનવ અધિકાર” અને “માનવતાનો” મૃત્યુઘંટ વાગે છે ! ભારતમાં આઝાદીના ૭૫ વર્ષ પછી ભૌતિક વિકાસ થયો છે ! પરંતુ માનવતાના મૂલ્યો અને લોકશાહી સિધ્ધાંતોના પતનની શરૂઆત થઈ છે ! “સત્તા”નો અહંકાર અને સત્તાની હવસે ઈશ્વરે સર્જેલા કુદરતી ન્યાયના સિધ્ધાંતોની માનવ જાત અવગણના તરફ વળ્યો છે ! તેના પર પ્રકાશ પાડતો આ એક હિતાંષી નામની યુવતીના જીવનની ઘટના છે ! પરંતુ જો “સત્ય” માટે “ધર્મયુદ્ધ” કરવામાં આવે તો આખરે જીત “ન્યાયધર્મ” ની થાય છે ! સજજનો “ન્યાય” માટ એક થાય તો “આત્માનો અવાજ” સંભળાય છે
! આ એક હિન્દીભાષી યુવતી સાથે દુષ્કર્મની બનેલી ઘટનાનો કેસ છે ! મળેલી માહિતી મુજબ નવરંગપુરાના એ.સી.પી. ગંભીરતાપૂર્વક અવલોકન કરી રહ્યા છે !!
યુવતી હિતાંષીને ન્યાય અપાવવા સજજનો એક થયા તો અંતરઆત્માનો અવાજ જાગ્યો અને કથિત દુષ્કર્મ કરનાર યુવતી માટે “ન્યાય” મેળવવાની આશાતું કિરણ દેખાયું ?! ભા.જ.પ. લીગલ સેલના પ્રદેશ કન્વીનર શ્રી જે. જે. પટેલ અને ગુજરાત હાઈકોર્ટના જાણીતા યુવા ધારાશાસ્ત્રી શ્રી ભુનેશભાઈ સી. રૂપેરા યુવતીની વહારે આવ્યા !!
અમેરિકાના પ્રમુખ બેન્જામીન ફ્રેન્કલીને સરસ કહ્યું છે કે, “મૃત્યુ પામ્યા પછીયે જો તમો અમર રહેવા માંગતા હોવ તો એવું કાંઈક લખીને જાઓ જે વાંચવા લાયક હોય અથવા એવું કાંઈક કરીને જાઓ જે લખવા લાયક હોય”!! ગુજરાત બાર કાઉÂન્સલના ચેરમેન અને ભા.જ.પ. લીગલ સેલના પ્રદેશ કન્વીનર શ્રી જે. જે. પટેલે દુષ્કર્મનો કથિત ભોગ બનેલી યુવતી હિતાંષીની નવરંગપુરા પેલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર્ડ કરવા માટે કોઈ અગમ્ય કારણોસર વિલંબ થતાં અને યુવક વિપુલે યુવતીને કહેલું કે, “તેરે સે જો ઉખાડતા હૈ વો ઉખાડ લે જહાં ફરિયાદ કરની હૈ વહાં કર દેના”!!
એકલી યુવતી જોઈને તેને “હવસ” નો શિકાર બનવી પછી લગ્નનું વચન આપીફરી જવું અને યુવતી “પછાત જ્ઞાતિ”ની છે તે જોઈ ફરી જવું ?! તે પોતાની વગનો ઉપયોગ કરી યેનકેન પ્રકારે ગુન્હો રજીસ્ટર્ડ ન થાય તે માટે પ્રયત્નો કરવા તેમાં અનેક લોકોને સામેલ કરી “પ્રેમ” ને ખરીદવા કથિત પ્રયાસ કરવો ! આવી હકીકત જોઈને શ્રી જે. જે. પટેલ યુવતીની વહારે આવ્યા અને યુવતીની ફરિયાદને નૈતિક ટેકો આપી ગુન્હો રજીસ્ટર્ડ કરાવી તપાસ હાથ ધરવાની લાગણી અભિવ્યક્ત કરી !!!
ગુજરાત હાઈકોર્ટના જાણીતા યુવા ધારાશાસ્ત્રી શ્રી ભુનેશભાઈ સી. રૂપેરાને “વેસ્ટર્ન ટાઈમ્સ” વાંચી જાણમાં આવ્યું કે, એક હિતાંષી નામની યુવતીની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં લેવાતી નથી “ન્યાય” માટે ઝઝુમી રહી છે ! તો તેમણે માનવતાનો અભિગમ દાખવી યુવતીની આપવિતી સાંભળી ગુન્હો રજીસ્ટર્ડ થાય તે માટે હાઈકોર્ટમાં રીટપીટીશન દાખલ કરી જેનો ફાઈલ નં. ૪૫૧૬૬/૨૦૨૪ થી પડયો !
પરંતુ સદ્દભાગ્યે નવરંગપુરા પોલીસ સ્ટેશનના તપાસ કરનાર અધિકારી સેકન્ડ પી.આઈ. ગીતાબેન ચૌધરીએ પણ પાછળથી આ મુદ્દાની યોગ્ય કાર્યવાહી કરવા બીડુ ઝડપતા અંતે આ કથિત આક્ષેપના સંદર્ભમાં પોલીસે યુવતીને ન્યાય મળે તે માટે એફ.આઈ.આર. નોંધવાની કામગીરી હાથ ધરતા યુવતીને ન્યાય મળશે જ એવી એક મોટી આશા સર્જાઈ છે !! નવરંગપુરાના એ.સી.પી.શ્રી એચ.એમ.કંસાગરા એ પણ આ કેસમાં ગંભીર અવલોકન કરતા આગળ વધી રહ્યા છે જેની વિધેયાત્મક નોંધ વેસ્ટર્ન ટાઈમ્સે લીધી છે !!