રાજભાષા નીતિના શ્રેષ્ઠ અમલીકરણ માટે ડિવિઝનલ રેલવે મેનેજર ઓફિસ અમદાવાદને તૃતીય પુરસ્કાર
નગર રાજભાષા અમલીકરણ સમિતિ,અમદાવાદની 79મી છ માસિક બેઠકનું આયોજન 28 જુલાઈ 2022 ના રોજ PRL ઓડિટોરિયમ, ફિઝીકલ રિસર્ચ લેબોરેટરી, નવરંગપુરા અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં ડિવિઝનલ રેલવે મેનેજર ઓફિસ, અમદાવાદને સમિતિ કક્ષાએ વર્ષ-2021-22 માટેની રાજભાષા નીતિના શ્રેષ્ઠ અમલીકરણ માટે તૃતીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
પુરસ્કાર અંતર્ગત અધ્યક્ષ, શહેર રાજભાષા અમલીકરણ સમિતિ-અમદાવાદ અને પ્રિન્સીપલ ચીફ ઈન્કમટેક્સ કમિશનર, ગુજરાત શ્રી રવિન્દ્ર કુમાર દ્વારા પ્રભારી રાજભાષા અધિકારી અને વરિષ્ઠ જનસંપર્ક અધિકારી શ્રી જીતેન્દ્ર કુમાર જયંતને વર્ષ-2021-22. દરમિયાન રાજભાષા નીતિની સર્વશ્રેષ્ઠ કામગીરીના અમલીકરણ માટે પ્રશસ્તિપત્રથી સન્માનિત કરાયા હતા.