Western Times News

Gujarati News

અમે પ્રેમમાં પડ્યા એ દિવસથી જ બાળકો વિશે વાત કરતા હતા

મુંબઈ, બોલિવુડમાં અત્યારે સૌથી વધુ ચર્ચામાં કોઈ કપલ હોય તો તે છે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ. રણબીર કપૂરની આ વર્ષે બે ફિલ્મો રિલીઝ થવાની છે. જુલાઈ મહિનામાં રણબીરની ફિલ્મ શમશેરા રિલીઝ થશે. જેમાં તેની સાથે સંજય દત્ત અને વાણી કપૂર છે. જે બાદ સપ્ટેમ્બરમાં આલિયા ભટ્ટ સાથે ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં દેખાશે. રણબીર કપૂર ચાર વર્ષ બાદ ફિલ્મી પડદે કમબેક કરી રહ્યો છે.

જેને લઈને તે ઉત્સાહિત છે સાથે જ જિંદગીમાં આવનારા નવા તબક્કાને લઈને પણ આતુર છે. રણબીર કપૂર પિતા બનવાનો છે અને આ અંગેની જાણકારી ગત મહિને જ તેની પત્ની આલિયા ભટ્ટે આપી હતી. હાલમાં જ રણબીર કપૂરે એક મેગેઝિનને ઈન્ટરવ્યૂ આપ્યો છે.Ranbir’s film Shamshera will be released in July.

જેમાં તેણે પોતાના આવનારા બાળક વિશે વાત કરી હતી. “જ્યારે હું અને આલિયા મળ્યા, અમને પ્રેમ થયો એના પહેલા જ દિવસથી અમે બાળકો વિશે વાત કરવા લાગ્યા હતા. હું હંમેશાથી બાળક ઈચ્છતો હતો અને તેને પણ બાળકો જાેઈતા હતા. હવે મારા જીવનમાં નવું પ્રકરણ શરૂ થવાનું છે તો તેના માટે હું ખૂબ ઉત્સાહિત છું.

રાહ નથી જાેઈ શકતો”, તેમ રણબીરે જણાવ્યું. આલિયાની પ્રેગ્નેન્સીના ન્યૂઝ આવ્યા ત્યારે સૌને આશ્ચર્ય થયું હતું. પરંતુ રણબીરની વાતો અને તેના ઉત્સાહ પરથી સ્પષ્ટ થાય છે કે, બાળક લાવવા અંગે કપલે ખૂબ પહેલાથી જ વિચારી રાખ્યું હતું. હાલ રણબીર કપૂરનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

જેમાં મીડિયાના ફોટોગ્રાફર્સ રણબીરને કહે છે- ‘ડેડ ટુ બી.’ ત્યારે રણબીર તેમને કહે છે- ‘હા તું મામા બની ગયો, તું કાકા બની ગયો. વર્કફ્રંટની વાત કરીએ તો, રણબીર કપૂર હવે લાંબા સમયથી રાહ જાેવાઈ રહેલી ફિલ્મ ‘શમશેરા’માં જાેવા મળશે.

આ ફિલ્મ ૨૨ જુલાઈએ થિયેટરમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં રણબીર કપૂર ઉત્તરપ્રદેશના બળવાખોરના રોલમાં છે, જે ગરીબોની મદદ કરવા માટે અમીરોને લૂંટે છે અને અંગ્રેજાેની સેનાનો સામનો કરે છે. આઝાદી પહેલાની આ વાર્તામાં વાણી કપૂર પણ મહત્વના રોલમાં દેખાશે. જ્યારે સંજય દત્તનો રોલ પણ રસપ્રદ છે. આ સિવાય રણબીર પાસે ‘એનિમલ’ અને લવ રંજનની અનામી ફિલ્મ પણ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.