પાકિસ્તાની ક્રિકેટ ટીમને શોએબ મલિકે શું સલાહ આપી
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શોએબ મલિકે સૂચવ્યું છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારતીય ક્રિકેટ પાસેથી શીખવું જાઈએ. પાકિસ્તાન ક્રિકેટે ખેલાડીઓનો મોટો પૂલ બનાવવો જાઈએ. પાકિસ્તાનની ટીમ સેમીફાઈનલની રેસમાંથી લગભગ નિકળી ગઈ છે. પાકિસ્તાન ૮માંથી ૪ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ૫માં નંબર પર છે.
શોએબ મલિકે કહ્યું, “આ વર્લ્ડ કપમાં ભારતે દરેક પાસાઓને આવરી લીધા હતા. હું માત્ર બોલિંગ, બેટિંગ અને ફિÂલ્ડંગની વાત નથી કરતો. ખેલાડીઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા, પરંતુ તેઓએ તેમનો પ્લાન બી તૈયાર રાખ્યો હતો. આગળ વધતા ખેલાડીઓનો પૂલ હોવો સૌથી મહત્વપૂર્ણ રહેશે.
દરેક ફોર્મેટમાં ખેલાડીઓનું જૂથ છે અને તેમને સમાન તક મળવી જાઈએ, જેથી જ્યારે તક મળે ત્યારે તેઓ તૈયાર હોય. અમે પુનઃનિર્માણ પ્રક્રિયામાં જઈએ છીએ, પરંતુ અમે અમારા નિર્ણયને વળગી રહેતા નથી. આપણે આપણા નિર્ણયો પર સતત કાર્ય કરતા નથી.
શોએબ મલિકના સાથી પેનલિસ્ટ અને ભૂતપૂર્વ ટીમના સાથી મિસ્બાહ-ઉલ-હકે સૂચવ્યું હતું કે જ્યારે ટીમ સારું પ્રદર્શન કરી રહી હતી ત્યારે સુધારણા માટે ટીકા સહન કરવાની તેમની અસમર્થતા તેમને ઘણી મોંઘી પડી હતી. મિસ્બાહે કહ્યું, “દરેક શ્રેણી જીત્યા અને સારા પ્રદર્શન પછી અમે સુધારા વિશે કંઈ સાંભળવા તૈયાર નથી. હું માત્ર ખેલાડીઓની વાત નથી કરી રહ્યો, તે આખી સિસ્ટમ વિશે છે.
જ્યારે ટીમ જીતી રહી છે અને સારું પ્રદર્શન કરી રહી છે તો તમે શા માટે સવાલો પૂછો છો. જા તમે જીતતા હોવ તો પણ તમારે સતત સુધારો કરવાની જરૂર છે. આપણે એવા મુદ્દાઓ દર્શાવવા જાઈએ કે જ્યાં આપણે કામ કરી શકીએ. સારી ટુર્નામેન્ટમાં સારી ટીમો સામે રમવાથી તમને તમારી સ્થિતિનો વધુ સારો ખ્યાલ આવે છે. જેઓ આ વિશે વાત કરશે, સમગ્ર સિસ્ટમ તેમની વિરુદ્ધ થઈ જશે.