જમ્યા પછી અને જમ્યા પહેલાં પાણી પીવાથી સ્વાસ્થ્ય પર શું અસર થાય છે ?

જળ એ જીવન આ કહેવત તો સૌએ સાંભળી જ હશે. ચરક સંહિતા પાણીને અમૃત સમાન ગણે છે. માનવ શરીર મૂળભૂત રીતે પ૦-૭૦ ટકા પાણીથીબનેલું છે. તે આપણા અÂસ્તત્વ માટે જરૂરી છે અને આપણને ભરણભોષણ પૂરું પાડે છે. તે પંચમહાભૂતના પાંચ તત્ત્વમાંનું એક છે તે હાઈડ્રેશન, પોષણ અને ટોÂક્સક તત્ત્વો દૂર કરવા સહિત શરીરના કેટલાક કાર્યો માટે નિર્ણાયક છે. પીવાનું પાણી સામાન્ય રીતે આરોગ્યપ્રદ હોવા છતાં આયુર્વેદ એક ડગલું આગળ વધે છે
અને વર્ણવે છે કે કેવી રીતે કોઈ વ્યક્તિ સાદા પ્રવાહીમાંથી મહત્તમ લાભ મેળવી શકે છે. આયુર્વેદ મુજબ પાણી ચંદ્ર તત્ત્વ અને સોમ (પૌષ્ટિક અને ઠંડકની ગુણવત્તા) દર્શાવે છે. તે ત્રિદોષશામક છે કારણ કે તેમાં એવા ગુણધર્મો છે જે ત્રણેય દોષને યોગય રીતે સંતુલિત કરી શકે છે. ઉનાળાની આ ગરમીમાં સ્વાસ્થ્ય સંભાળ માટે ઘણા લોકો પાણી પીવાના આયુર્વેદિક નિયમો વિશે પૂછે છે.
પાણી કયારે પીવું, જમ્યા પછી કે પહેલાં ? જમ્યા પછી અને જમ્યા પહેલાં પાણી પીવાથી સ્વાસ્થ્ય પર શું અસર થાય છે ? આપણે દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ ? શું ભોજન સાથે પાણી પીવું જોઈએ ? પાણી કેવી રીતે પીવું ? આ બધા પ્રશ્નોના જવાબ આજે જાણીએ. આયુર્વેદમાં ખૂબ જ સ્પષ્ટ રીતે પાણી પીવાના પણ અમુક નિયમો આપેલા છે જે આ મુજબ છે.
૧. એક સાથે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું ટાળો ઃ એકસાથે મોટી માત્રામાં પાણી પીવાને બદલે આખા દિવસ દરમિયાન થોડી થોડી ચુસ્કીઓ લો. આઠ ગ્લાસનો તમારો દૈનિક કવોટા પૂરો કરવા માટે તમારે એક સાથે બે-ત્રણ ગ્લાસ પાણી પીવું જરૂરી નથી. આયુર્વેદ મુજબ, નાની ચુસ્કીમાં અને દિવસભર પાણી પીવું જોઈએ.
ર. શ્રેષ્ઠ પાણી તે છે જે ઓરડાના તાપમાને હોય અથવા માત્ર થોડું નવશેકું હોય આયુર્વેદ તેના પાચન લાભો માટે ઉષ્ણ અથવા ગરમ પાણીના વપરાશ પર ભાર મૂકે છે.
આજની આધુનિક જીવનશૈલીમાં, અનિયમિત આહાર અને પાચક અગ્રિને ટેકો આપવા અને કાર્યક્ષમ પાચનને પ્રોત્સાહન આપવા માટે એક શક્તિશાળી સાથી તરીકે કામ કરે છે. પાણીની ઉષ્ણતા વાત અને કફ દોષને શાંત કરે છે જેનાથી પેટનું ફૂલવું, ચુસ્ત પાચન અને અવસ્થતાના લક્ષણો દુર થાય છે.
બરફના ઠંડા પાણીને ટાળો, કારણ કે તે પાચનમાં ખલેલ પહોંચાડે છે અને પાચક અÂગ્ન બુઝાવે છે. ઠંડું પાણી પીવાથી કબજિયાત થઈ શકે છે. ગરમ પાણી તંદુરસ્ત ચયાપચય અને પાચનમાં મદદ કરી શકે છે. જે વજન ઘટાડવાને પ્રોત્સાહન આપે છે અને પેટનું ફૂલવું અને પીડાને ઓછી કરે છે.