Western Times News

Gujarati News

ન્યુયોર્ક કોર્ટના જજ ટ્રમ્પને હશ મની કેસમાં સજા કરે કે શરતી ડીસ્ચાર્જ કરે તો પણ સુપ્રિમ કોર્ટ આખરી ફેંસલો આપી શકે છે ?!

અમેરિકાની સુપ્રિમ કોર્ટનો આખરી ફેંસલો ડોનાલ્ડ ટ્રમ્પના કેસમાં શું આપી શકે ?!

૨૦મી જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લે તે પૂર્વે સજા ?! કે ટ્રમ્પના સમર્થકોએ ન્યાયાધીશ સામે આક્ષેપ કઈ રીતે કરી શકે ?!

તસ્વીર ન્યુયોર્ક કોર્ટની છે ! જયારે ઈન્સેન્ટ તસ્વીર ન્યુયોર્ક કોર્ટના ન્યાયાધીશ જુઆન એમ મર્ચની છે ! તેઓ ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પને તા. ૧૦ મી જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ સજા ફરમાવનાર હોવાનું કહેવાય છે !! અગાઉ ૧૧ જુલાઈ, ૨૦૨૩ ના રોજ ટ્રમ્પને સજાની તારીખ નકકી કરાઈ હતી ! પરંતુ ટ્રમ્પના વકીલની વિનંતીને માન આપીને તારીખ રોકવામાં આવી હતી ! What could the final decision of the US Supreme Court give in the case of Donald Trump?!

૧૦ મી જાન્યુઆરીએ કેસનો ચૂકાદો આપવાની કોર્ટે જાહેરાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પ ન્યાયાધીશ સામે ચક્રવ્યુહ ઘડવામાં પડી ગયા છે કે શું ?! બીજી તસ્વીર અમેરિકાની સુપ્રિમ કોર્ટની છે ! આ સર્વાેચ્ચ અદાલતમાં ટ્રમ્પને જવાની તક છે જ અને સુપ્રિમ કોર્ટ ન્યુયોર્ક કોર્ટનો ચૂકાદો પણ રાખી સજા રદ કરે કે પછી પ્રમુખને શરતી ડીસ્ચાર્જની સજા કરે છે ?! અને ફરિયાદી અપીલમાં જાય તો ડોનાલ્ડ ટ્રમ્પને આખરી સજા ફટકારવાની સત્તા અમેરિકાની સુપ્રિમ કોર્ટને છે ! જોઈએ અમેરિકામાં શું થાય છે ??!! – તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા –

અમેરિકાના પ્રમુખ વુડ્રો વિલ્સન કહે છે કે, અમેરિકાની સુપ્રિમ કોર્ટ એ બંધારણીય સભા છે જેની બેઠક સતત ચાલુ જ રહે છે!! જયારે બ્રિટીશ રાજનિતિજ્ઞ હેરોલ્ડ લ્સકી કહે છે કે, સુપ્રિમ કોર્ટ એ ધારાસભાનું ત્રીજુ ગૃહ છે!! લોકશાહી રાજય વ્યવસ્થામાં ન્યાયતંત્રની ભૂમિકા ઉપરથી રાષ્ટ્ર ઓળખાય છે ! ભૂતકાળમાં અમેરિકન પત્રકાર એન્ડરસને વોટરગેટ કૌભાંડનો પર્દાફાશ કર્યા પછી પ્રમુખ નિકસને રાજીનામું આપવું પડેલું !

અમેરિકાની કોર્ટ પ્રમુખ નિકસનને વોટરગેટ કૌભાંડમાં દોષિત ઠરાવેલા પરંતુ પ્રમુખ ર્ફાર્ડ પોતાના વિશેષાધિકારનો ઉપયોગ કરી તેમને માફી આપી હતી ! અલબત્ત દોષારોપણના સંદર્ભે પ્રમુખ આ સત્તાનો ઉપયોગ કરી શકતા નથી ! અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઈ તો ગયા પણ તેઓ અદાલતને સજા કરતા અટકાવી શકતા નથી ! માટે જ તો અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને હશમની કેસમાં અદાલતે દોષિત ઠરાવતા અમેરિકાની આ મહાન લોકશાહી દેશની લોકશાહીની મહાનતા ઉજાગર થઈ છે !

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હોદ્દા પર હોય કે ન હોય કે પછી લોકોએ ચૂંટી કાઢયા હોય તો પણ અમેરિકાની લોકશાહીમાં અદાલત તેમને સજા ફટકારી દેવાની નોંધનીય હિંમત ધરાવે છે ?!

લોકશાહી એટલે કાયદાનું શાસન ! કાયદા સમક્ષ કોઈ મોટું નથી કે કોઈ નાનું નથી ! લોકશાહી એટલે સમાન અધિકાર એટલે ગમે તેટલા મોટા હોદ્દા પર બેસીને સત્તાનું તાંડવ કરવાનો લોકશાહીમાં કોઈને અધિકાર નથી ! અમેરિકાના પ્રમુખ થોમસ જેફરસને કહ્યું છે કે, ઓછામાં ઓછું શાસન કરે તે સરકાર શ્રેષ્ઠ છે!! જયારે અમેરિકાના પ્રમુખ જહોન એડમ્સે પણ કહ્યું છે કે, સરકાર વ્યક્તિઓથી નહીં કાયદાઓની ચાલતી હોવી જોઈએ!!

આ જોતાં અમેરિકાની ન્યુયોર્ક કોર્ટે ટ્રમ્પને હસમની કેસમાં દોષિત ઠેરવ્યા છે ! પ્રમુખપદે શપથ લેવાના પૂર્વે ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકન કોર્ટ ટ્રમ્પને સજા ફટકારશે એવી અટકળો વહેતી થઈ ગઈ છે ! પરંતુ સાથે સાથે ન્યાયાધીશ જુઆન મર્ચ શરતી મુક્તિ આપશે એવા સંકેતો આપ્યા છે એટલે શું તેઓ દોષિત તો ઠરશે જ ?!

તો પછી શરતી માફી મળે તો પણ ડોનાલ્ડ ટ્રમ્પ દોષિત શાસક તરીકે ૨૦મી જાન્યુઆરીએ અમેરિકાના પ્રમુખ તરીકે શપથ લેશે ?! અનેક અટકળો ચાલી રહી છે પરંતુ એ હકીકત છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની સામેનો કેસ ડીસ્ચાર્જ કરવા ન્યાયાધીશ પર દબાણ કર્યુ હોવાનો આક્ષેપ છે પણ ન્યાયાધીશ ર૦ મી જાન્યુઆરીએ પોતાનો ચુકાદો આપવા મકકમ છે ?! જોઈએ શું થાય છે ???!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.