વરાછા ખાતે ઉમિયા પરિવાર ટ્રસ્ટ દ્વારા યોજાયેલા સંમેલનમાં પુરુષોત્તમ રૂપાલાએ શું કહ્યુ?
એવું લાગે છે કે મીની ભારતમાં હું ભાષણ કરું છું: રૂપાલા
(એજન્સી)સુરત, સુરત આવેલા પુરુષોત્તમ રૂપાલામાં સ્વાગતમાં વરાછા ખાતે ઉમિયા પરિવાર ટ્રસ્ટ દ્વારા સ્વાગત સંમેલન યોજવામાં આવ્યો હતો. જેમાં અલગ અલગ સમાજના લોકો દ્વારા રૂપાલાનું પુષ્પગુચ્છ અને શોલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રૂપાલાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, સુરતના કારણે દેશભરમાં રાજ્યની આબરૂ વધી છે. What did Purushottam Rupala say in the convention organized by Umiya Parivar Trust at Varachha?
લોકશાહીના પર્વમાં સહભાગી બનવા દેશભરના લોકો થનગણી રહ્યા છે. પહેલાં ચૂંટણી આ સમય હું અહીં ભાષણ કરવા આવતો હતો, ત્યારે લાગતું હતું કે મીની સૌરાષ્ટ્રમાં ભાષણ કરવા આવ્યો છું. પરંતુ આજે લાગી રહ્યું છે કે હું મીની ભારતમાં આવી ભાષણ કરી રહ્યો છું. ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર ભાજપને મત આપી વિજયી બનાવવા માટેની અપીલ પણ કરી હતી.
સુરત આવેલા રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરસોત્તમ રૂપાલાના સ્વાગતમાં સુરત ઉમિયા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરાછા સ્થિત સભા હોલ ખાતે સ્વાગત સંમેલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં અલગ અલગ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટના અલગ અલગ ગામડાના અગ્રણીઓ દ્વારા રૂપાલાનું પુષ્પગુછ અને શોલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે સુરતના પાટીદાર સમાજના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. જે તમામ શ્રેષ્ઠીઓ દ્વારા રૂપાલાનું અભિવાદન કરવામાં આવ્યું હતું
સ્વાગત સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પુરુષોત્તમ રૂપાલાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, રાજકોટ લોકસભા મત વિસ્તારના અહીં વસતા લોકોને મળવા આવવાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. માતાજીના આશીર્વાદનો લાભ મળ્યો તે બદલ સમાજના સૌ લોકોનો અંતઃકરણથી આભાર માનું છું. બધાના આશીર્વાદ પણ અપાવ્યા તે બદલ પણ હું આભાર વ્યક્ત કરું છું.
આજના દિવસમાં હું સૌ લોકોને મળવા આવ્યો છું. જુદા જુદા જુના ભાઈબંધો, સમાજના આગેવાનોએ મળીને મને શુભકામના આપી, જે બદલ તમામને અભિનંદન પાઠવું છું. સમગ્ર દેશના લોકો લોકશાહીના પર્વમાં જોડાવવા થનગની રહ્યા છે. અયોધ્યામાં રામ વનવાસ પૂર્ણ કરીને અયોધ્યા આવ્યા તેવો માહોલ ૨૨મી જાન્યુઆરીએ જોવા મળ્યો હતો.