“સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશો બિનસાંપ્રદાયિકતા માટે શું કહે છે” ?!
સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશો દેશના બંધારણને અનુસરી ચૂકાદા આપે છે ! સાચા સનાતની ધર્મગુરૂ શંકરાચાર્યાે શાસ્ત્રો અને શ્રીમદ્દ ભગવદ્દગીતાના ઉપદેશને “ધર્મ” માને છે ! નેતાઓ યેનકેન પ્રકારે સત્તા મેળવવા ને “રાજધર્મ” માને છે ત્યારે આઝાદ ભારતના નેતાઓને કોણ અનુસરશે ?!
શંકરાચાર્ય સ્વામી અવિ મુકતેશ્વરાનંદજીની હૃદયની વાત હૃદયથી વિચારનારા લોકો જ દેશ બચાવી શકશે !
તસ્વીર ભારતના હિન્દુ સનાતન ધર્મના વડા અને જયોર્તિમઠના શંકરાચાર્ય અવિ મુકતેશ્વરાનંદજીની છે ! તેઓ કહે છે કે, “સનાતનીઓ કયારેય સંગઠિત કે જુથવાદમાં રહ્યા જ નથી”! આપણે ત્યાં રાજકારણીઓ જ ધાર્મિક જુથબંધીથી, ધ્રુવીકરણનું રાજકારણ ખેલે છે ! સત્તા પક્ષ પોતાની રીતે રમે ! વિપક્ષ પોતાની રીતે રમે છે ! નેતાઓ હોય છે તે ધર્મચાર્ય હોતા નથી અને જે ધર્માચાર્યાે હોય છે તે નેતા હોતા નથી !
સંવિધાનમાં માનનારો જયારે શાસ્ત્રોને અવગણે છે ત્યારે મારે બોલવું પડે છે ! સનાતની કયારેય ભાગલા પાડતો નથી ! આ વિચારો જોતાં એવું લાગે છે કે, સનાતનીઓ વિશ્વ કલ્યાણની ભાવના વાળા હોય છે ત્યારે દેશમાં માત્ર ધ્રુવી કરણની રાજનિતિ માટે જ ખ્વાજા સાહેબની દરગાહનો વિવાદ થતો હોય જયાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સહિત અનેક નેતાઓ,
સેલીબ્રીટીઓ ચાદર ચઢાવતા હોય ત્યારે શંકરાચાર્યાેએ અમુક મુદ્દે તટસ્થ રહીને “ભાગલા પાડો ને રાજ કરો” ની રાજનિતિ પર બ્રેક મારવી જોઈએ ! આ સમયની માંગ છે ! ભારતની સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશો મોટા ભાગે દેશના બંધારણને જ ફોલો કરે છે અને સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશો આ કર્તવ્ય નિભાવશે ત્યાં સુધી જ દેશ સલામત છે ! પછી શું થશે ?! એ તો શ્રી ભગવાન નકકી કરશે કે “ધર્મ” અને “અધર્મ” શું છે ?! “કર્તવ્ય ધર્મ” એ જ “ધર્મ” છે !! ( તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા )
ભાગલા પાડો અને રાજ કરોની અંગ્રેજોની નિતિથી દેશમાં હુલ્લડો થયા હતાં ! સરદાર વલ્લભભાઈ પટેલની એકતાની રાજનિતિએ દેશને એક કર્યાે હતો ! આ હકીકત વકીલો સમજીને ગંભીર કયારે બનશે ?!
અમેરિકાના પ્રમુખ થોમસ જેફરસને કહ્યું છે કે, “હું મારી આવડતને આધારે ધનિક બની શકું, દવાઓના આધારે તંદુરસ્તી મેળવી શકું પરંતુ હું જેને માનતો નથી તેની હું ધૃણા કરીને પણ મારી જાતને બચાવી ન શકું”!! મહાત્મા ગાંધીએ કહ્યું છે કે, “શ્રી ઈશ્વરને ધર્મ હોતો નથી”!! અંગ્રેજોની નિતિ હતી “ડીવાઈડ એન્ડ રૂલ” એટલે કે “ભાગલા પાડો અને રાજ કરો” માટે દેશનું બંધારણ રચાયું અને ૨૬મી જાન્યુઆરી, ૧૯૫૦ થી બંધારણ પુરેપુરૂં અમલમાં આવ્યું !
ત્યારે બંધારણ કમિટીના અધ્યક્ષ ર્ડા. રાજેન્દ્ર પ્રસાદ અને બંધારણની ડ્રાફટીંગ કમિટીના અધ્યક્ષ ર્ડા. ભીમરાવ આંબેડકર તથા બંધારણ કમિટીના પંડિત જવાહરલાલ નહેરૂ, સરદાર વલ્લભભાઈ પટેલ, અસરફઅલી, શરદચંદ્ર બોઝ, ર્ડા. જહોન મથાઈ, બલદેવસિંહ, ર્ડા. સી.એચ. ભાભા જેવા અનેક વિદ્વાન અને રાષ્ટ્રીય એકતાના પુરષ્કર્તાઓએ દેશનું બંધારણ રચવામાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો ! બંધારણ કમિટીમાં કોંગ્રેસના ૨૦૮ સભ્યો ચૂંટાયા હતાં !
મુસ્લીમ લીગના ૭૩ સભ્યો હતાં ! યુનિયનિસ્ટના ૧ સભ્ય, યુનિયનિસ્ટ મુસ્લીમનો ૧ સભ્ય, યુનિફયનિસ્ટ શિડયુલ્ડ કાસ્ટનો ૧ સભ્ય, કૃષક પ્રજાનો ૧ સભ્ય, શિડયુલ્ડકાસ્ટ ફેડરેશન શિખ બિન કોંગ્રેસનો એક સભ્ય હતો, સામ્યવાદીનો ૧ સભ્ય અને અપક્ષો પણ બંધારણ કમિટીમાં ચૂંટાયા હતાં ! કુલ ૨૯૬ સભ્યોની બંધારણ કમિટીએ બંધારણની રચના કરી દેશને સમર્પિત કર્યું હતું !!
આઝાદ ભારતના બંધારણ એ “ધર્મ નિરપેક્ષતા”ના આદર્શ સાથે ઘડાયેલું બંધારણ છે ! આ અંગે સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ શ્રી દસાઈ અને ન્યાયમૂર્તિ શ્રી ગજેન્દ્ર શું કહે છે ?! ‘ધર્મ નિરપેક્ષતા’ એ ભારતીય બંધારણનો પાયો છે ! આ અંગે સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ શ્રી દેસાઈએ જણાવ્યું છે કે, “ધર્મ નિરપેક્ષ” રાજય એક વ્યક્તિને તેના ધર્મથી અસબંધિત રહીને એક નાગરિક તરીકે ગણે છે ને કોઈ અમુક “ધર્મ” સાથે જોડાયેલું હોતું નથી ! કે તેમાં દખલ કરતું નથી ! “ધર્મ નિરપેક્ષ” રાજય ધાર્મિક બાબતો સાથે કોઈ લેવા દેવા નથી !!
ન્યાયમૂર્તિ શ્રી ગજેન્દ્ર ગડકરે કહ્યું છે કે, “બંધારણના સેકયુલારિઝમનો અર્થ થાય, નાગરિકોના “ધર્મ”ને સંપૂર્ણપણે અપ્રસ્તૃત ગણીને બધાં જ નાગરિકોને નાગરિકો તરીકેના અધિકારોમાં સમાનતા આપવી”!! એવો જણાવ્યો છે ! તેમણે વધુમાં કહ્યું છે કે, “રાજય કોઈપણ એકાદ ધર્મ પ્રત્યે, “ધર્મ” તરીકે વફાદારી દાખવતું ન હતું તે અધાર્મિક કે ધર્મ વિરોધી ન હતું તે બધાં જ ધર્મને સમાન સ્વતંત્રતા બક્ષે છે”!! ભારતનું સેકયુલારિઝમ “ધર્મ”ના યોગકાર્યાે અને રાજયના યોગ્ય અને વ્યાપક બનતા જતાં કાર્યાે વચ્ચે બુÂધ્ધપુરઃસરની એકતા સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે !!
સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી સંજીવ ખન્ના અને ન્યાયાધીશ શ્રી સંજયકુમારની ખંડપીઠે બિનસાંપ્રદાયિક અને સમાજવાદી શબ્દોને માન્ય કર્યા પછી બિનસાંપ્રદાયિકતાને ઠેસ પહોંચે એવી પ્રવૃત્તિ સામે સુપ્રિમ કોર્ટનું કડક વલણ ?!
સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી સંજીવ ખન્ના અને જસ્ટીસ શ્રી સંજીવકુમારની બેન્ચે ભારતીય સંસદે બિનસાંપ્રદાયિક અને સમાજવાદ શબ્દનો “આમુખ” માં ઉમેરીને માન્ય ઠરાવીને એક સુનિશ્ચિત કર્યું છે કે, આ દેશ એ કોઈ ધર્મને પ્રોત્સાહન આપતું નથી ! કે કોઈ ધર્મ વિરોધી નથી એવું રાષ્ટ્ર છે ! અને આ બિનસાંપ્રદાયિકતામાં દેશ વચનબધ્ધ છે ! કોર્ટે એવું અવલોકન કર્યુ કે, ૪૦ વર્ષ પછી કરાયેલી અરજીમાં કાંઈ સ્વીકારવા જેવું જણાતું નથી ! સંસદને બંધારણ સુધારવાનો અધિકાર મળ્યો તે બંધારણના આમુખ કે પ્રસ્તાવના પર પણ લાગુ પડે છે ! બંધારણના મૂળભૂત માળખાનો ભંગ થયો નથી !!
સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી સંજીવ ખન્ના અને ન્યાયાધીશ શ્રી સંજીવકુમારની ખંડપીઠે ઉત્તરપ્રદેશના સાંભલશાહી જયાં મસ્જીદ કેસમાં ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર સ્ટે મુકી દીધો છે !! અને સુપ્રિમ કોર્ટે મસ્જીદ કમિટીને કેસ હાઈકોર્ટમાં જવા કરવા હુકમ કર્યાે છે ! દેશમાં “સાંપ્રદાયિક તનાવ” વચ્ચે રાજકારણ ખેલાતું રહેશે ! તો દેશની એકતા, અખંડિતતા ભયમાં મુકાઈ જશે !
દેશમાં કેટલાક લોકો સસ્તી પ્રસિÂધ્ધ માટે બેફામ નિવેદનો કરી રહ્યા છે ! કોઈને દેશમાં કાયદાનો રંજ નથી રહ્યો ! સત્તા માટે ચુપકીદી કે ભડકાઉ ભાષણા બન્નને ખતરનાક નિવડશે ! “મણિપુર”ની દોઢ વર્ષથી સ્થિતિ અમાનવીય છે ! માનવતા વગરના દેશ વિકાસની કોઈ કિંમત નથી ! અંગ્રેજો “ભાગલા પાડો ને રાજ કરો” ની પરિસ્થિતિ ડામતા સરદાર વલ્લભભાઈ પટેલને નાકે દમ આવી ગયો હતો ! આજે “ગુન્હાહીત માનસિકતા” દેશને પાયમાલ કરી નાંખશે !!
આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.