Western Times News

Gujarati News

સુપ્રિમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશો મહિલા વિરોધી વકરેલા ગુન્હાઓ અંગે અને કાયદાનું શાસન પ્રસ્થાપિત કરવા શું કહે છે ?!

તસ્વીર ગુજરાત હાઈકોર્ટ અને ભારતની સુપ્રિમ કોર્ટની છે ! દેશના બંધારણને નામે સોગંદ લેતા નેતાઓ દ્રૌપદીના વસ્ત્રહરણને રોકતા ફકત કાયદા બનાવી છટકી જઈ શકે નહીં ?! કાયદાનું શાસન પ્રસ્થાપિત કરવાની પણ રાજધર્મની જવાબદારી ના સંભાળતાઓની ફરજ છે માટે તો સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી બી. વી. નાગરત્નાએ કહ્યું હતું કે, મહિલાઓ સામે જધન્ય ગુન્હામાં માફી હોય ?! What do the judges of the Supreme Court and Gujarat High Court say about the rampant crimes against women and establishing the rule of law?!

ભલે એ મહિલા કોઈપણ ધર્મનું પાલન કરતી હોય ?! આ દ્રષ્ટિકોણ સાથે અદાલત ન્યાય તોળશે તો દેશની પ્રતિષ્ઠા વધશે !! – તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા –

જસ્ટીસ શ્રી જે. બી. પારડીવાલા, પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડ, જસ્ટીસ શ્રી બી. આર. ગવાઈ, જસ્ટીસ શ્રી બી. વી. નાગરત્ના અને ચીફ જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલના અવલોકનને સરકાર અનુસરે તો અનેક પ્રશ્નો હલ થાય ?!

સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી જે. બી. પારડીવાલા કહે છે કે, સામાન્ય માનવીનો વિશ્વાસ એ ન્યાયતંત્રની તાકાત છે, જો સામાન્ય માનવીના મનમાંથી ન્યાયતંત્ર પરનો વિશ્વાસ ઉઠી જશે તો ન્યાયાધીશો અને વકીલોની નહીં રહે કાયદાના શાસન પર આપણી સમાજ વ્યવસ્થા ટકી છે!! જયારે સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડ કહે છે કે, ન્યાયતંત્રે નાગરિકોની આઝાદીના રક્ષણ માટે પ્રાથમિકતા સાથે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવવું જોઈએ!!

ભારતના બંધારણીય મૂલ્યોને નામે સોગંદ લઈને સત્તા સંભાળતા કેટલાક નેતાઓના પ્રપંચ અને પાંખડિતતાને લઈને દેશમાં દિન પ્રતિદિન ગુન્હાહીત પ્રવૃત્તિનો વિકાસ થઈ રહ્યો છે ! ત્યારે તેનો લોકશાહી રાજય વ્યવસ્થામાં ઈલાજ શું ?! મણિપુર, ખાલીસ્તાનવાદીઓ અને નકસલવાદીઓની વકરેલી પ્રવૃત્તિને નાથવી હોય તો દેશના ન્યાયાધીશોના વિચારોને અનુસરો સત્તાની હવસ કરતા દેશના બંધારણીય આદર્શાે દેશને મજબુત બનાવવા માટે અગત્યના છે ! દેશવાસીઓએ આ સત્ય સ્વીકારવું પડશે !!

સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ શ્રી બી. આર. ગવાઈ કહે છે કે, સરકારની નિતિઓની સમીક્ષા કરવામાં ન્યાયતંત્રની ભૂમિકા અગત્યની છે!! ભારતની સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ અને અનુભવી ન્યાયાધીશોની ભૂમિકા અને વિચારોને દેશના નેતા સત્તાના રાજકારણ બાજુ પર મુકીને અનુસરે તો દેશમાં વકરતા સ્ત્રી વિરોધી અત્યાચારો, અમાનવીય ઘટનાઓ પર અંકુશ આવી શકે છે !

સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ શ્રી બી. આર. ગવાઈ કહે છે કે, સરકારની નિતિઓની સમીક્ષા કરવામાં ન્યાયતંત્રની ભૂમિકા મહત્વની છે!! તેઓ કહે છે કે, ન્યાયિક સમીક્ષા બંધારણીય મર્યાદાઓને વ્યાખ્યાપિત કરે છે અને તેની સાથે વ્યક્તિગત અધિકારોની રક્ષા પણ કરે છે નિતિગત ફેરફાર બંધારણીય સિધ્ધાંતોને અનુરૂપ હોય તે જરૂરી છે!! વહીવટી તંત્ર પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવવામાં નિષ્ફળ જાય છે ! ત્યારે ન્યાયતંત્રે સક્રીય ભૂમિકામાં ઉતરવું પડે છે ! જસ્ટીસ શ્રી ભુષણ રામકૃષ્ણ ગવાઈ કહે છે કે, પ્રજાના વિશ્વાસની ઉણપ ન્યાયતંત્રના પાયાને જોખમમાં મુકે છે!!

કાયદાના વિદ્યાર્થીઓનો અવાજ દબાવી દેવામાં આવશે તો આ દેશમાં બીજું કોણ સલામત હશે ?! – ચીફ જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલ દેશમાં સ્ત્રી વિરોધી ગુન્હાઓ વધ્યા છે ! રેપ કરી ફરિયાદથી બચવા લગ્ન કરવાની લાલચ આપી વારંવાર હવસ સંતોષવી ?! સ્ત્રીઓને નગ્ન કરી જાહેરમા ફેરવવી ?! ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલે ટકોર કરતા કહેવું પડયું હતું કે, ગુજરાત નેશનલ લો યુનિર્વિસટી રેપના બનાવોનો રીપોર્ટ અરેરાટી ફેલાવે એવો અને ખૂબ જ ડરામણો છે!!

આવા કેસોમાં ધાક-ધમકીપૂર્વક પોલીસમાં જતા રોકે છે ! આગળ ફરિયાદ થતી રોકે છે ! ચીફ જસ્ટીસશ્રીએ એવું પણ કહ્યું હતું કે, આવી સ્થિતિનું નિર્માણ થવા માટે આપણે બધાં જવાબદાર છીએ!! આ ટકોર જોતાં એવું તારણ નીકળે છે કે, કોઈપણ પ્રકારની દુષ્કર્મની ફરિયાદને ન્યાયતંત્રે હળવાશથી ન લેવી જોઈએ ?! સમગ્ર દેશમાં મહિલા વિરોધી વકરેલા ગુન્હાઓ દેશને, સમાજને કયા લઈ જશે ?! સ્ત્રીઓ કાંઈ મોજશોખ અને હવસ સંતોષવાનું માત્ર સાધન થોડું છે ?????!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.