‘વિધવાને મેક-અપની શું જરૂર?’ હાઈકોર્ટના નિવેદનથી સુપ્રીમ કોર્ટ નારાજ
મુંબઈ, સુપ્રીમ કોર્ટે મેક-અપ સામગ્રી અને વિધવાને લઈને હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને ‘અત્યંત વાંધાજનક’ ગણાવી છે. સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું હતું કે આ પ્રકારની ટિપ્પણી કોર્ટ પાસેથી અપેક્ષિત સંવેદનશીલતા અને તટસ્થતાને અનુરૂપ નથી.
કોર્ટ ૧૯૮૫ના એક હત્યા કેસમાં પટણા હાઈકોર્ટના ચુકાદા સામે દાખલ કરવામાં આવેલી અપીલ પર વિચાર કરી રહી હતી જેમાં એક મહિલાનું કથિત રીતે તેના પિતાનું ઘર કબજે કરવા માટે અપહરણ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેની હત્યા કરી દેવામાં આવી હતી.
હાઈકોર્ટે આ કેસમાં પાંચ લોકોની સજાને યથાવત રાખી હતી અને અન્ય બે સહઆરોપીઓને નિર્દાેષ છોડી મૂકવાના નિર્ણયને રદ કર્યાે હતો. કોર્ટે બંને આરોપીઓને દોષી ઠેરવી આજીવન કારાવાસની સજા સંભળાવી હતી.
જસ્ટિસ બેલા એમ. ત્રિવેદી અને સતીશ ચંદ્ર શર્માની ખંડપીઠે કહ્યું હતું કે હાઈકોર્ટે ટિપ્પણી કરી હતી કે જ્યારે ઘરમાં અન્ય એક મહિલા વિધવા હોવાથી, ‘મેક-અપ સામગ્રી તેની ન હોઈ શકે, કારણ કે વિધવા હોવાને કારણે તેને કોઈ મેક-અપ કરવાની કોઈ જરૂર નહોતી.
આ મુદ્દે ખંડપીઠે પોતાના ચુકાદામાં નોધ્યું હતું કે, ‘અમારા મતે હાઈકોર્ટની ટીપ્પણી માત્ર કાયદાકીય રીતે જ અક્ષમ્ય નથી પરંતુ તે અત્યંત વાંધાજનક પણ છે.SS1MS