“લોકસભા 2024ના ચૂંટણી પરિણામનું પોસ્ટમોર્ટમ શું કહે છે કોણે શું કરવા જેવું ?!”
ઈલેકટ્રોનીક મિડીયાનો પ્રચાર NDA તરફી એકધારો હતો જયારે પ્રિન્ટ મિડીયા તટસ્થ રીતે મૂલ્યાંકન કરતું હતું ! માટે તો એકઝીટ પોલની પોલમપોલ ખુલ્લી થઈ ગઈ
લોકશાહી દેશોમાં થતી ચૂંટણીઓએ વિચારધારા વચ્ચેનું “ધર્મયુદ્ધ” હોય છે ! ભારતમાં ૨૦૨૪ નું ચૂંટણી પરિણામ એ મતદારોની કોઠાસૂઝનું ઐતિહાસિક પરિણામ અને લોકશાહીનું ભવિષ્ય નકકી કર્યુ છે ?!
નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન પદની હેટ્રીક લગાવી પણ ભા.જ.પ.નો વિજય રથ કેમ રોકાયો ?! એન.ડી.એ.ની મોટી સફળતા પણ પડકારો અનેક ?!
સુપ્રિમ કોર્ટના કેટલાક ચૂકાદાઓએ બુધ્ધિજીવી મતદારોને જાગૃત કર્યા અને ચૂંટણી પંચ સામે લાલ આંખ કરતા ચૂંટણી પંચે પણ પોતાની પ્રતિષ્ઠા બચાવવા કોશિષ કરી પણ આચારસંહિતાના ભંગની ફરિયાદો તરફે આંખ આડા કાન કર્યા ?!
તસ્વીર ભારતની સંસદની છે ! બીજી તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટની છે ! જયારે નીચેની તસ્વીર જયોર્તિમઠના શંકરાચાર્ય જગદ્દગુરૂ અવિ મુકતેશ્વરાનંદજીની છે ! બીજી તસ્વીર પુરીના શંકરાચાર્ય જગદ્દગુરૂ નિશ્ચલાનંદજી સરસ્વતી છે ! ત્રીજી તસ્વીર દ્વારકાના શારદા પીઠના શંકરાચાર્ય સદાનંદજીની છે ! ચોથી તસ્વીર કર્ણાટકના શ્રૃગેરી મઠના શંકરાચાર્ય ભારતી તિર્થ છે !
આ ચારેય શંકરાચાર્યાે અધુરા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને શાસ્ત્રોકત વિધિનું ઉલ્લંઘન દર્શાવી અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહ્યા નહોતા ! અને સુજ હતી એવા મતદારો પણ ભા.જ.પ. વિરૂધ્ધ મતદાન કર્યુ ! કારણ કે આવા લોકો એવું માનતા હતાં કે પ્રાણ પ્રતિષ્ઠા શાસ્ત્રોકત વિધિ પ્રમાણે થઈ નથી ! જેના પરિણામો દેશ માટે સારા નહીં હોય ! શંકરાચાર્યાેનું પદ તો શાસકો પર શાસન કરવાનું છે
અને આ શંકરાચાર્યાે હિન્દુ રાજય નહીં “રામરાજય”ની તરફેણ કરતાં હતાં ! પરિણામે ઉત્તરપ્રદેશમાં ભા.જ.પે. અયોધ્યાની સીટ પણ ગુમાવી છે ?! ભારતની સુપ્રિમ કોર્ટે ચૂંટણી પંચ સામે ભલે કોઈ ખાસ હુકમો ન કર્યા ! પણ સુપ્રિમ કોર્ટાેના જજોની આલોચના અને અવલોકનને લઈને ચૂંટણી પંચને પણ પોતે નિષ્પક્ષ કામ કરે છે એ દર્શાવવું પડયું છે ! કારણ કે ચૂંટણી પંચ આચારસંહિતાના ભંગ સામે ચુપ રહેતું હતું એ પણ ટીકાપાત્ર છે જ !
અને સુપ્રિમ કોર્ટેે હોર્સ ટ્રેડીંગને લોકશાહી માટે જોખમરૂપ ગણાવ્યું ! ઈલેકટ્રોલ બોન્ડને ગેરબંધારણીય ગણાવી રદ કરતા કોને કેટલું ફંડ મળ્યું એ બહાર આવ્યું ?! આવા અનેક ચુકાદાઓ કેન્દ્ર સરકારશ્રીના નિર્ણયો વિરૂધધ આવતા લોકોમાં જાગૃત આવી જેનો પડઘો પણ ચૂંટણીના પરિણામ પર દેખાય છે ! ટૂંકમાં સરકારે કરેલી ભુલો હજુ સુધરવાની તક છે ! ને હવે એન.ડી.એ. સરકાર ખરા અર્થમાં રચાઈ છે
ત્યારે લોકોના મોંધવારી, ગરીબી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, મણીપુરમાં ચાલતા અત્યાચારો સામે પગલા લેવાશે એવી આશા છે ??!! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા કરિશ્મા ઠાકોર દ્વારા) આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.
ઓસ્ટ્રેલિયન બ્રિટીસ વૈજ્ઞાનિક કાર્લ રોમન્ડ પોપરે કહ્યું છે કે, “આપણે સલામતી માટે નહીં, સ્વતંત્રતા માટે યોજના ઘડવી જોઈએ કેમ કે આ જ એક એવી ચીજ છે, જે સલામતીને નિશ્ચિત બનાવી શકે છે”!! રશિયાના અમેરિકન રાજદુત અને રાજકીય સલાહકાર રોબર્ટ એસ. સ્ટ્રોર્સે અદ્દભૂત કહ્યું છે કે, “રાજકારણમાં પડનાર માણસ વ્યાભીચારી સ્ત્રી જેવો બની જાય છે એક સમય હતો જયારે વૈશ્વિક રાજકારણના ફલક ઉપર “વિચારધારા” નું મહત્વ હતું !
જેમાં “લોકશાહી વિચારધારા” ! સામ્યવાદી વિચાર ધારા ! સરમુખત્યારશાહી વિચારધારાના લોકો અનુયાયી હતાં ! અને વિશ્વના ફલક ઉપર વિચારધારાના વિકાસ માટે સંઘર્ષ હતો અને સત્તા પ્રાપ્ત કરવા માટે ફકત વિચારધારાનો ઉપયોગ થતો હતો ! આજે “સત્તા” માટેની સાધનાનો યુગ આવ્યા છે ! પછી માર્ગ ગમે તે હોય ! “સત્તા” ના સાધક માટે ફકત સત્તા સાધ્ય બની છે ! અને આજે આ ભારતના રાજકારણમાં કળીયુગની સત્તા સાધના અદ્દભૂત છે.
લોકશાહી વિચાર ધારા અને વૈશ્વિક નેતૃત્વનો આદર્શ અને નૈતિકતાવાદ ! સામ્યવાદ વિચારધારા અને વૈચારિક નેતૃત્વ ! અને સરમુખત્યારશાહી વિચારધારા અને વૈશ્વિક નેતૃત્વ દ્વારા સત્તા પ્રાપ્ત કરવાનો સત્તાકીય ચક્રવ્યુહ !!
અમેરિકાના પ્રમુખ બેન્જામીન ફ્રેન્કલીને કહ્યું છે કે, “વૈચારિક સ્વતંત્રતા વિના વ્યક્તિ સ્વાતંત્ર્ય શકય જ નથી”!! વિશ્વના ફલક ઉપર લોકશાહી વિચારધારાને ચાહતા અને વરેલા દેશોની સંખ્યા મોટી છે ! બ્રિટીસ સરકાર એ સંસદીય લોકશાહીનું ઉમદા અને ઉત્તમ ઉદાહરણ છે ! જયાં મુખ્ય ફકત બે રાજકીય પક્ષો છે રૂઢિચુસ્ત પક્ષ અને મજુર પક્ષ ! અને વ્યક્તિનું નહીં “કાયદાના શાસન” પર ભાર મુકયો છે !
અમેરિકામાં લોકશાહી નેતૃત્વ પ્રમુખશાહી પધ્ધતિથી થાય છે ! અમેરિકામાં ૩૦ એપ્રિલ, ૧૭૮૯ માં જયોર્જ વોશિંગ્ટન પ્રમુખ પદ સંભાળ્યું હતું ! અમેરિકાના બંધારમાં કોઈપણ પ્રમુખ ફકત ર ટર્મ માટે જ ચૂંટાય છે ! અમેરિકા ૫૦ થી વધીને ૫૩ રાજયોના સમુદાયથી રચાયેલો અમેરિકા દેશ છે ! અમેરિકાની લોકશાહીનું શ્રેષ્ઠ નેતૃત્વ કરવામાં જયોર્જ વોશિંગ્ટન, જહોન એડમ્સ, થોમસ જેફરસન, જેમ્સ મેડિસન, જેમ્સ મુનરો, જહોન ટ્રાયલર, અબ્રાહમ લિંકન, જેમ્સ અબ્રાહમ ગાર્ફીલ્ડ, થિયોડોર રૂઝવેલ્ટ, વુડ્રો વિલ્સન, ફ્રેન્કલીન રૂઝવેલ્ટ, જહોન એફ. કેનેડી, જેરાલ્ડ ફોર્ડ, જીમી કાર્ટર, રોનાલ્ડ રીગન, જયોર્જ બુશ,
વિલીયમ કલીન્ટન, બરાક ઓબામા, જો. બાઈડેન ફકત અમેરિકન લોકશાહીનું જ નહીં પણ વૈશ્વિક લોકશાહી વિચારધારાનો પ્રચાર અને પ્રસાર કર્યાે છે ! બ્રિટન, ફ્રાન્સ, ઈટાલી, જાપાન, જર્મની, સ્વિટ્ઝર્લેન્ડ જેવા અનેક દેશોમાં લોકશાહી છે ! યુક્રેન અને રશિયા વચ્ચેની લડાઈ એ લોકશાહી વિચારધારા માટેની જ લડાઈ છે ! જેમાં અમેરિકાની લોકશાહી વિચાર ધારાના સમર્થનમાં યુક્રેનને ખુલ્લી મદદ કરે છે અને નાટોની લોકશાહી દેશો પણ એકજૂથ થઈને લોકશાહી વિચારધારાનું સમર્થન કરે છે !!
રશિયા, ચીન એ સામ્યવાદી વિચારધારાનું સમર્થક અને ટેકેદાર રહ્યું છે ?!
સામ્યવાદી વિચારધારાના પ્રણેતા “કાર્લમાર્કસ” છે ! તેમણે કહ્યું હતું કે, “જો આખી દુનિયાના કામદારો એક જુથ થઈ જાય તો તેમની પાસે ખોવા માટે કશું નહીં બચે”!! કાર્લમાર્કસ કહે છે કે, “ધર્મ” એ અફીણ છે જે સમાજને ઘેનમાં રાખે છે અને આર્થિક સંપત્તિનું કેન્દ્રીકરણ બને છે”! આમાંથી સામ્યવાદી વિચારધારાનો
જન્મ થયો !
જેમાં તમામ દેશોના ઉત્પાદન અને વિકાસના સાધનો રાજય હસ્તકની વાત છે ! ખાનગીકરણની નાબૂદીની વાત કરે છે આ વિચારધારાને આગળ વધારવામાં વાલ્દીમીર બીચ લેનિનનો ફાળો મોટો છે ! રશિયા સામ્યવાદી વિચારધારાને વરેલું છે એ જ રીતે ચીનમાં પણ ખાનગીકરણ પર અંકુશ છે ! ચીનમાં માઓત્સે તુગ એ સામ્યવાદી ક્રાંતિકારી હતાં તેઓને પીપલ્સ રીપબ્લિક ઓફ ચાઈનાના સ્થાપક હતાં !
આજે પણ હજુ ચીનમાં સામ્યવાદી વિચારધારા છે જેમાં ખાનગી ઉદ્યોગોને કોઈ સ્થાન નથી ! રશિયામાં જોસેફ સ્ટાર્લિન વર્ષ ૧૮૭૮ થી ૧૯૫૩ સુધી સોવિયેત યુનિયનના સરમુખત્યાર હતાં રશિયા અને ચીન સામ્યવાદી દેશોમાં ફકત સામ્યવાદીઓ વચ્ચે ચૂંટણી જંગ હોય છે ત્યાં કોઈ ધર્મ હોતો જ નથી !
જ્ઞાતિવાદ, જાતિવાદ પર ચૂંટણી લડાતી નથી ! રશિયામાં ગોરબોચૌવનું પણ સાશન લાંબુ રહ્યું હતું ! આજે રશિયાનું સુકાન વાÂલ્દમીર પુતિન સંભાળે છે તેમને કોઈ હટાવી શકે તેમ નથી ! આવી વિચારધારા વાળા શાસકો વાતો ઉદારતાની, પ્રમાણિકતાની કરતા હોય છે ! પણ અંદરખાને વર્ષાે સુધી પોતે જ રાજ કરે એવી અહંકારી અને તાનાશાહી માનસિકતા હોય છે ! માટે તો અમેરિકાએ કોઈપણ “પ્રમુખ” ને ફકત આઠ વર્ષ માટે જ શાસન કરવાની બંધારણીય જોગવાઈ રાખી છે જેથી બીજાને તક મળે અને કોઈ સરમુખત્યાર ન બની જાય !!
એકાધિકાર વાદી, સરમુખત્યારશાહી આ રાજનિતિ અને રાજકીય શાસનકર્તાઓનો વિશ્વમાં ત્રીજો પ્રકાર છે ! જર્મનીનો હીટલર એ સરમુખત્યાર હતો અને આજે ઉત્તર ઝોનના ક્રીમ ઝોનમાં આવી શાસન પ્રણાલી જોવા મળે છે !!
જર્મનીના હીટલર એ વિશ્વના જાણીતા સરમુખત્યાર હતાં ! તે વિરોધીઓને સહન જ ન કરી શકતા અને તેમની સામે પડયો તે ગયો ?! જેલમાં અથવા ઉપર ?! તેના શબ્દો એ કાનૂન હતો ! કોઈને પુછીને, ચર્ચા કરીને કાયદો ન બનાવે તેના મનમાં જે વિચાર આવે એ “કાયદો” બની જતો ! આ હીટલરે જર્મનીના શાસક બનીને આખી દુનિયામાં પોતાનું નામ બનાવ્યું હતું ! દુનિયા તેનાથી ડરતી થઈ ગઈ હતી ! દુનિયામાં એકહથ્થું શાસનની તરફેણ કરનારને આજે પણ દુનિયા “હીટલર” કહે છે !
આ જર્મનીના સુરમુખત્યાર એડોલ્ફ હીટલર કહે છે કે, “અસત્યને મોટું બનાવો અને સરળ બનાવી નાંખો અને બધાંને વારંવાર કહેતા ફરો, લોકો તેને “માનવા” લાગશે”!! આ રીતે જે હીટલરે કહ્યું એ રીતે શાસન કર્યું ! જુઠ્ઠુ બોલી, બોલીને શાસન એણે દુનિયા પર કર્યુ છેલ્લે “આત્મહત્યા” કરી મૃત્યુ પામ્યો ! આજે દુનિયામાં આવા ખુણે ખાંચરે ઘણાં સરમુખત્યાર છે ! ઉત્તર કોરિયાના ક્રીમજોંગ, ક્રીમજોંગ, ક્રીમજોંગ, ક્રીમજોંગ ના સૂત્રો પોતાના દેશમાં તાળીઓ પડાવી બોલાવે છે આ છે સરમુખત્યારશાહી શાસન !!
ભારતને મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરૂ, સરદાર વલ્લભભાઈ પટેલ, ર્ડા. ભીમરાવ આંબેડકર, ર્ડા. રાજેન્દ્રપ્રસાદ, અબુકલામ આઝાદ, સરદાર બળદેવસિંહ જેવા અનેક નેતાઓએ આઝાદી અપાવી દેશની જનતાના મતથી ચૂંટાઈ બંધારણ સભા દ્વારા બંધારણ બનાવી ભારતની જનતાને સમર્પિત કર્યું ! અને દેશને એકતા અને અખંડિતતા, માનવતાના પ્રાણ પુરી દેશને આગળ વધાર્યાે !!
મહાત્મા ગાંધી કહેતા કે “શ્રધ્ધા ગુમાવવી એટલે લડાઈ હારી જવી”!! મહાત્મા ગાંધીએ અહિંસક આંદોલનનું રણશિંગું ફુંકયુ ! નિડરતાથી બ્રિટીશરો સામે બોલ્યો અને વર્તયા અને તેમાં પંડિત જવાહરલાલ નહેરૂ, સરદાર વલ્લભભાઈ પટેલ, ર્ડા. રાજેન્દ્રપ્રસાદ, ર્ડા. ભીમરાવ આંબેડકર, અબુલકલામ આઝાદ, સરદાર બલદેવસિંહ જેવા અનેક નેતાઓએ દેશને આઝાદી અપાવી ! બ્રિટીસ હિંદની ધારાસભાની રચના કરી !
બંધારણ સભાની ચૂંટણી કરાવી તેમાં કોંગ્રેસના ૨૦૮ સભ્યો ચૂંટાયા ! મુસ્લીમ લીગના ૭૩ સભ્યો ચૂંટાયા ! યુનિયનિસ્ટનો ૧ સભ્ય ચૂંટાયા ! યુનિયનિસ્ટ મુસ્લિમનો ૧ સભ્ય ચૂંટાયો ! યુનિયનિસ્ટ શિડયુલ્ડ કાસ્ટનો ૧ સભ્ય ચૂંટાયો ! કૃષક પ્રજાનો ૧ સભ્ય ચૂંટાયો ! શિડયુલ્ડ કાસ્ટસ ફેડરેશનનો ૧ સસભ્ય ચૂંટાયો ! સીખ (બીન કોંગ્રેસી) નો ૧ સભ્ય ચૂંટાયો ! સામ્યવાદીનો ૧ સભ્ય ચૂંટાયો !
અને અપક્ષો ૮ ચૂંટાયા આ રીતે ૨૯૫ સભ્યોની બનેલી બંધારણ સભાએ દેશનું બંધારણ ખૂબ જ ઉંડી સુઝ, સમજ સાથે બંધારણ સભાના અધ્યક્ષ ર્ડા. રાજેન્દ્ર પ્રસાદના નેતૃત્વ હેઠળ ર્ડા. ભીમરાવ આંબેડકરે બંધારણની ડ્રાફટીંગ કમિટીના સભ્ય તરીકે બંધારણની રચના કરી અને અંતે બંધારણ ઘડીને સમર્પિત કર્યુ ! જે તે સમયના શાસક વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂ અને નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે દેશના બંધારણ વાદની ભાવનાને સાકાર કરવા દેશમાં અખંડિતતા, એકતા, માનવતા, ભાઈચારાનો પ્રસાર કરીને દેશને અનેક પડકારો વચ્ચે ચલાવી ગતિ આપી આ “સત્ય” થી આજની યુવા પેઢી અજાણ ન રહી શકે ?!
લોકસભાની ૨૦૨૪ ની ચૂંટણીમાં આવેલા ઐતિહાસિક ચૂંટણી પરિણામે બધાં જ એકઝીટ પોલની “પોલમ પોલ” ખોલી નાંખી આજની કોઠાસૂઝ ધરાવતી ગ્રામીણ પ્રજા અને “રાજનેતા”ઓના ભાષણોમાંથી “સત્ય” શોધી કાઢી ગુપ્ત મતદાન કરતાં રસપ્રદ ઐતિહાસિક ચૂંટણી પરિણામે લોકશાહી બચાવી લીધી ?!
અમેરિકન પ્રમુખ રોનાલ્ડ રિગને કહ્યું છે કે, “લોકશાહી એ મુરઝાઈ જાય એવું પુષ્પ નથી પરંતુ તેને સિંચવું તો પડે જ”!! આ હકીકત ભારતીય લોકશાહી માટે માર્ગદર્શન રૂપ છે ! ભારતની લોકશાહીમાં પંડિત જવાહરલાલ નહેરૂ અને સરદાર વલ્લભભાઈ પટેલ દેશનું સુકાન સંભાળતા હતાં ત્યારે સંસદમાં વિરોધ પક્ષ મજબુત નહોતો પણ ઠરેલ વિરોધ પક્ષના પ્રતિનિધિઓ જરૂર હતાં ! ધીરે, ધીરે દેશમાં વિરોધપક્ષનું પ્રતિનિધિત્વ આવ્યું ! વળી પાછું દેશના વડાપ્રધાન શ્રીમતી ઈÂન્દરા ગાંધી બન્યા ત્યારે વિરોધ પક્ષના સભ્યોનું પ્રતિનિધિત્વ ઘટયું ! અને પછી પાછું વધ્યું ! પણ ભારતના ગ્રામિણ મતદારો કોઠાસૂઝથી મતદાન કરતા રહ્યા છે માટે ભારતની લોકશાહી ટકી છે !!
ભારતમાં વર્ષ ૧૯૭૫ માં શ્રીમતી ઈÂન્દરા ગાંધીએ કટોકટીલાદીને જે પગલા વિરોધ પક્ષ સામે લીધા હતાં એ ઐતિહાસિક ભુલ પછી દેશમાં ગ્રામિણ પ્રજાની કોઠાસુઝ વાળા મતદારોએ કોંગ્રેસના વિજય રથને રોકયો હતો અને વિરોધ પક્ષની સરકાર રચાઈ હતી ! અને ફરી દેશના પડકારો સામે લોકોએ ફરી કોંગ્રેસની સરકારને ચૂંટી હતી ત્યારપછી દેશની એકતા અને અખંડિતતા માટેના સંઘર્ષમાં કોંગ્રેસના બે વડાપ્રધાન શહીદ થયા જેમાં એક શ્રીમતી ઈÂન્દરા ગાંધી અને બીજા શ્રી રાજીવ ગાંધી ! ર્ડા. મનમોહન સિંગની સરકારે પણ દેશના અર્થતંત્રને ટકાવી રાખવામાં ભારે જહેમત ઉઠાવી હતી !!
વર્ષ ૨૦૧૪ માં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અચ્છે દિનનો વાયદો કર્યાે ! ભ્રષ્ટાચાર નાબુદીની વાત કરી ! મોંઘવારી પર રોક લગાવવાની વાત કરતા જનતાએ ખોબે, ખોબા ભરી મતો આપ્યા ! શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને વિશ્વમાં શ્રેષ્ઠ પ્રતિષ્ઠા અપાવી દેશને આગળ વધાર્યાે ! અનેક પગલા લીધા જેવા કે, નોટબંધીના, આધાર કાર્ડ અને જી.એસ.ટી. લાગુ કરીને દેશનો આર્થિક વિકાસ કર્યાે ! આંતકવાદ નાબૂદી માટે ૩૭૦ ની કલમ હટાવી ! રામ મંદિર બનાવ્યું ! અનેક કાયદાઓની રચના કરી દેશને નવી દિશા આપવા પ્રયત્નો કર્યા અને વર્ષ ૨૦૨૪ ની ચૂંટણી જીતવા તેઓ ચૂંટણી રૂપી “ધર્મયુદ્ધ” માં ઉતર્યા !!
વર્ષ ૨૦૨૪ નો ચૂંટણી જંગ અનોખો હતો ! એક બાજુ શ્રી નરેન્દ્રભાઈ મોદી પોતાની એક વિચારધારા, પોતાના કેટલાંક લક્ષ્યાંકો હતાં ! પોતાની “ગેરેન્ટી” હતી ! ભ્રષ્ટાચાર સામેના કથિત પગલારૂપી અને શંકાસ્પદ રાજકીય નેતાઓ સામે કાયદાનો કોરડો વિંજયો હતો ! અને શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને વિકાસના અનેક કામો સાથે ચૂંટણી જંગની શરૂઆત થઈ !
પરંતુ ચૂંટણી દરમ્યાન બદલાતી રણનિતિને લઈને અને આક્ષેપો અને પ્રતિઆક્ષેપોમાં વપરાતા ભાષા પ્રયોગોએ મતદારોને અવઢવની સ્થિતિમાં મુકયા !! અંતે વર્ષ ૨૦૨૪ ના ચૂંટણી પરિણામમાં ભા.જ.પ. ૨૪૦ બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે જીત મેળવી પણ તેમને સંપૂર્ણ બહુમતી ના મળતાં દેશની ૧૯૭૬ પછી ૨૦૨૪ સુધી ફરી ગ્રામિણ મતદારોએ ચોંકાવનારૂં પરિણામ આપ્યું !!
અને એન.ડી.એ. ૨૯૩ બેઠક મેળવતાં આખરે “એન.ડી.એ.”ની સરકાર શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ રચાઈ ! માટે એક તરફ પ્રજાએ વિરોધ પક્ષ મજબુત બનાવ્યો અને શ્રી નરેન્દ્રભાઈ મોદીને એન.ડી.એ.ના ઘટક પક્ષોના ટેકાથી સરકાર ચલાવવા મજબુર કરી બીજો અંકુશ મુકયો ! હવે જે કાયદા ઘડાશે કે કાર્યક્રમો અમલમાં મુકાશે તે પુછીને કરવા પડે એવી સ્થિતિનો ચોકકસ મતદારોએ સર્જી દીધો છે ! શ્રી નરેન્દ્રભાઈ મોદીને પડકારો વચ્ચે કામ કરવાની ક્ષમતા છે તે જોતાં વિકાસના કાર્યાે તો થશે જ તેમાં કોઈ શંકાને સ્થાન નથી !!
કોંગ્રેસ મુકત ભારત નહીં પણ કોંગ્રેસ વિચારધારા યુકત ભારતનો સંદેશો આપી ભારતના મતદારોએ “વિરોધ પક્ષ” એ લોકશાહીનો આધારસ્તંભ છે એવો ચૂકાદો આપીને સરકાર પર અંકુશ મુકતા ઐતિહાસિક ચુકાદો આપ્યો?!
અમેરિકાના ૨૩ માં પ્રમુખ એહલાઈ ઈ. સ્ટીવન્સને કહ્યું છે કે, “લોકશાહીને બચાવવા કોઈ સુપરમેન નહીં આવે એ બચશે નાના નાના લોકોના પૂર્ણ સમર્પણથી એમના સહકારથી”!! કોંગ્રેસ પ્રમુખ શ્રી મÂલ્લકાર્જુન ખડગે, શ્રી રાહુલ ગાંધી, શ્રીમતી પ્રિયંકા ગાંધી સહિતના નેતૃતવ હેઠળ કોંગ્રેસે પોતાની વ્યુહાત્મક સ્થિતિ મજબુત કરી કોંગ્રસને મજબુત બનાવી છે !
શ્રી રાહુલ ગાંધીનું ભારત ભ્રમણ, લોકસંપર્ક, રાજકીય રીતે લીધેલા ભાષાકીય સંયમે શ્રી રાહુલ ગાંધીના વ્યક્તિત્વને ઉજાગર કર્યું અને કોંગ્રેસ પ્રચારનું સારૂ નેતૃત્વ ચૂંટણી પરિણામમાં ઉજાગર કર્યુ ! પ્રિયંકા ગાંધીની પડદા પાછળની રાજકીય કોઠાસૂઝભરી રણનિતિ પણ કામ કરી ગઈ ! અને કોંગ્રેસે અનેક રાજયોમાં ખાતા ખોલ્યા ! પરંતુ પોતાની રાજય સરકાર હોય છતાં સીટો ન મળી હોય કે ઓછી મળી હોય તેનો અભ્યાસ કરવાની કોંગ્રેસને જરૂર છે ! જો કાંગ્રેસને આગળ જતા વધુ રાજયોમાં સત્તા મેળવવી હશે અને ટકાવી રાખવી હશે તો અક દિવસ પણ કોંગ્રેસે સંતોષ માની સુઈ જશે એ નહીં ચાલે એ પણ એટલું જ સત્ય છે !!
ઉત્તરપ્રદેશમાં ડબલ એન્જીનની સરકાર માર કેમ ખાઈ ગઈ ? તો તેમાં શ્રી રાહુલ ગાંધી અને અખિલેશ યાદવની જોડીની સંયુકત રણનિતિ કામ કરી ગઈ છે ! ઉત્તરપ્રદેશમાં અખિલેશ યાદવ સુધી પણ સી.બી.આઈ.એ એક સમયે પહોંચી હતી ! પરંતુ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષના યુવા અગ્રણી નેતા શ્રી અખિલેશ યાદવે જે જાતિવાદ મતદારોના સંદર્ભમાં ટિકીટ વહેંચણી કરી હતી અને પોતાના કાર્યકરોમાં જોમ અને જુસ્સો ભર્યાે હતો ! તેને લઈને મતદારોના જુથો ઈન્ડિયા ગઠબંધન તરફ આકર્ષિત થયા હતાં જેણે ભા.જ.પ.ના વિજય રથને અટકાવી દીધો છે !!
ઈલેકટ્રોનીક મિડીયાનો પ્રચાર એન.ડી.એ. તરફી એકધારો હતો જયારે પ્રિન્ટ મિડીયા તટસ્થ રીતે મૂલ્યાંકન કરતું હતું ! માટે તો એકઝીટ પોલની પોલમપોલ ખુલ્લી થઈ ગઈ અને શ્રી અખિલેશ યાદવની રણનિતિ કામ કરી ગઈ ! અને હવે દેશમાં યુવા નેતૃત્વ ઉભરી રહ્યું છે !