Western Times News

Gujarati News

2008 પછી એવું તે શું થયું કે રાખી અને તનુશ્રી વચ્ચે દુશ્મની થઈ

તનુશ્રી દત્તાએ રાખી સાવંત વિરૂદ્ધ FIR કરી

તનુશ્રીએ રાખી સાવંત વિરુદ્ધ મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં FIR  નોંધાવી છે. આ દરમિયાન તનુશ્રીના વકીલ પણ હાજર હતા. મીડિયા સાથે વાત કરતા તનુશ્રીએ કહ્યું કે ઘણી કલમો લગાવવામાં આવી છે.

અલગ-અલગ વીડિયોમાં રાખી દ્વારા કરવામાં આવેલા ખોટા આરોપો, માનહાનિ અને મોલેસ્ટેશન વિશે વાત કરી અને તેની કેસ નોંધવામાં આવ્યો છે.

રાખી સાવંત વિરુદ્ધ એફઆઇઆર દાખલ કર્યા બાદ તનુશ્રી દત્તાએ મીડિયા સાથે વાત કરી અને કહ્યું કે હવે પોલીસ એક્ટ્રેસ વિરુદ્ધ કાર્યવાહી કરશે. તનુશ્રીએ કહ્યું, ‘આ આખી ઘટના વર્ષ ૨૦૦૮માં બની હતી, જ્યારે રાખીને ફિલ્મ હોર્ન ઓકે પ્લીઝમાંથી રિપ્લેસ કરવામાં આવી હતી અને ત્યારથી તેને મારી સાથે સમસ્યા હતી.

બાદમાં મારી સાથે વિવાદ સર્જાતા નિર્માતાએ રાખીને પરત લઈ લીધી હતી. આ પછી, ૨૦૧૮ માં મીટૂ મૂવમેન્ટ દરમિયાન, મને રાખીના કારણે ખૂબ જ ઈમોશનલ ટ્રોમાનો સામનો કરવો પડ્યો હતો. તેણે મારી વિરુદ્ધ જે પણ કહ્યું છે, મારી પાસે તમામ વાતોના પુરાવા છે. હવે તેને બક્ષવામાં આવશે નહીં.

તનુશ્રીએ આગળ કહ્યું, ‘નિર્માતાએ મારા તમામ ચેક બાઉન્સ કરી દીધા. હું કહીશ કે નિર્માતાઓએ આવા ખોટા કામો ન કરવા જાઈએ. તે સમયે મારું નામ હતું. મેં સારી ફિલ્મો કરી હતી. આશિક બનાયા આપને ફિલ્મ પણ હિટ રહી હતી. આવી  સ્થિતિમાં જા એ ગીત રિલીઝ થયું હોત તો મને આગળ કામ મળ્યું હોત. પિક્ચરને કારણે મને ઘણો ઈમોશનલ ટ્રોમા સહન કરવો પડ્યો હતો.’

પોતાની વાતચીતમાં તનુશ્રી દત્તાએ પણ નાના પાટેકરનો ઉલ્લેખ કર્યો અને પ્રહાર કરતા કહ્યું કે, ‘નાના પાટેકરે પોતાની એવી ઈમેજ બનાવી છે કે તે સમાજસેવા કરે છે.પરંતુ તેઓ માત્ર પ્રેસ કોન્ફરન્સમાં જ સમાજ સેવાની વાત કરે છે અને ક્યારેય સાબિતી બતાવતા નથી. સારો માણસ તે છે જે પોતાના પરિવાર સાથે રહે છે.

ભિનેત્રીઓ સાથે સંબંધ બાંધવો કે સંબંધ રાખવો એ સારા માણસની નિશાની નથી. બધા જાણે છે કે નાના પાટેકરના પરિવાર સાથેના સંબંધો સારા નથી. તે તેની પત્ની અને બાળક સાથે રહેતો નથી. તેણે પોતાના બાળકને ઈન્ડસ્ટ્રીમાં પણ સાથ આપ્યો ન હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.