Western Times News

Gujarati News

એવું તે શું થયું કે- પિતાએ બે પુત્રોની હત્યા કરી ગળેફાંસો ખાધો !!

share broker suicide

પ્રતિકાત્મક

રાજકોટ, રાજકોટ જિલ્લાના ગોંડલના વોરા કોટડા રોડ પર આવાસ ક્વાટરમાં રહેતા બે માસૂમ ભાઈઓના શંકાસ્પદ મોત થયા હતા. દરગાહમાં ન્યાજ ખાધા બાદ બન્ને બાળકો રોહિત (ઉ.વ.૩) અને હરેશ (ઉ.વ.૧૩) ના મોત થયા હોવાનું તેમના પિતા પ્રેમજીભાઈ મકવાણાએ જણાવ્યું હતું.

જાે કે, ફોરેન્સિક પીએમ બાદ ખૂદ પિતાએ જ બંને બાળકોને ઝેરી દવા પીવડાવીને મોતને ઘાટ ઉતાર્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ગોંડલ સબજેલમાં બે બાળકોના હત્યારા પિતાએ આત્મહત્યા કરી લીધી છે. જેલ હવાલે થયેલા આરોપીએ સબજેલની બેરેકમાં બાથરૂમમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.

બે બાળકોની હત્યાના આરોપી પિતાએ આપઘાત કર્યાના સમાચાર જેલમાં ફેલાતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા. બોડીને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

પહેલી પત્નિ ઉપર આરોપી ચારિત્ર્ય અંગેની શંકા કરતો હોવાની પણ માહિતી સામે આવી હતી. પોલીસ તપાસમાં પતિથી છૂટાછેડા લીધેલ પત્નીએ ચારિત્ર્ય અંગેની શંકાનો ખુલ્લાસો કર્યો હતો. લગ્ન સમયગાળા દરમિયાન પતિ-પત્નિ વચ્ચે ચારિત્ર્યની શંકાને ઝઘડા થતા હતા.

પહેલાં તો બે માસૂમ પુત્રોને ઝેર પીવડાવીને હત્યા કરી હતી. બાદમાં પિતાએ પોતે પણ જેલમાં આત્મહત્યા કરી લીધી હતી. રાજેશ મકવાણા નામનો શખ્શ પોતાના ૩ વર્ષીય પુત્ર રોહિત અને ૧૩ વર્ષીય પુત્ર હરેશને ગયા શુક્રવારે દરગાહમાં લઈ ગયો હતો.

દરગાહમાં ભોજન કર્યા બાદ બંને પુત્રોની તબિયત લથડી હતી અને સારવાર દરમિયાન બંનેનું મોત થયું હતું. પિતા રાજેશ મકવાણાએ જ બંને પુત્રોને ઝેર પીવડાવીને હત્યા કર્યાનું ખુલતા પોલીસે તેની ધરપકડ કરી હતી. આરોપીએ હવે ગોંડલ જેલમાં જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.