એવું તે શું થયું કે મહિલા ક્રિકેટર અર્પિતા પટેલે બરોડા ક્રિકેટ એસોસિએશનમાંથી રાજીનામું આપ્યું
બીસીએમાં ચાલતી આંતરિક ભાંજગડથી નારાજ ઈન્ડિયન ક્રિકેટ એસો.ના પ્રતિનિધિનું રાજીનામું
વડોદરા, બરોડા ક્રિકેટ એસોસિએશનની એપેક્ષ કાઉÂન્સલમાં ઈન્ડિયન ક્રિકેટ એસોસિએશન (આઈસીએ)ના પ્રતિનિધિ તરીકે નિમાયેલા મહિલા ક્રિકેટર અર્પિતા પટેલે અચાનક રાજીનામું આપી દેતા અનેક ચર્ચાઓ ઉઠી છે. લાંબા સમય બાદ બીસીએમાં ફરીથી વિવાદ શરૂ થઈ ગયા હોવાની મેમ્બર્સમાં ચર્ચાઓ શરૂ રહી છે. What happened that women cricketer Arpita Patel resigned from Baroda Cricket Association
સૂત્રોના જણાવ્યા અનુસાર બીસીએની એપેક્ષ કાઉÂન્સલમાં ઈન્ડિયન ક્રિકેટ એસોસિએશનના પ્રતિનિધિ તરીકે ખગેશ અમીન અને અર્પિતા પટેલની નિમણૂંક કરવામાં આવી છે. બીસીએના વહીવટકર્તાઓ તરફથી લેવામાં આવતા કેટલાક નિર્ણયોના મામલે એપેક્ષ કાઉÂન્સલમાં ગણગણાટ શરૂ થઈ ગયો હતો.
વડોદરાના ક્રિકેટરોમાં સુધારો લાવવા માટે ખાસ ક્રિકેટ એસોસિએશન દ્વારા નિમણૂંક કરવામાં આવેલા ક્રિકેટર અર્પિતા પટેલ દ્વારા કેટલાક નિર્ણયોમાં નારાજગી પ્રદર્શિત કરવામાં આવી હતી. પરંતુ આ નિર્ણયો સીએસી તરફથી લેવામાં આવેલા હોવાનું જણાવીને મામલો થાળે પાડી દેવામાં આવતો હતો. સીએસીમાં કિરણ મોરે, સત્યજીત પરબ, ઈરફાન પઠાણ, વાÂલ્મક બૂચનો સમાવેશ થાય છે.
અલબત્ત અર્પિતા પટેલ જેવી નારાજથી એપેક્ષ કાઉÂન્સલમાં અનય સભ્યોને પણ થતી હતી. પરંતુ તેઓ બીસીએમાં પ્રણવ અમીન અને સમરજીત ગાયકવાડના બે જૂથ વચ્ચે ભૂતકાળમાં થયેલા સમાધાનના પગલે આખી વાતને ગળી જતાં હતા. તાજેતરમાં એપેક્ષ કાઉÂન્સલના કેટલાક સભ્યોએ બીસીએના વહીવટકર્તાઓને ધ્યાન બહાર બેઠક બોલાવવા સુધીનો નિર્ણય લીધો હતો.
જો કે, આ અંગેની વિગતો બહાર આવી જતાં ડેમેજ કંટ્રોલ ટીમના સભ્યોએ કવાયત શરૂ કરી દીધી હતી. એપેક્ષ કાઉÂન્સલ ઉપરાંત અન્ય કમિટીના ચૂંટાયેલા સભ્યોની પણ થઈ રહેલી ઉપેક્ષા પગલે નારાજગી જોવા મળ રહી છે.
બીસએના સત્તાવાર સૂત્રોએ અર્પતા પટેલે રાજીનામું આપી દીધું હોવાનો સ્વીકાર કર્યો છે. જો કે, રાજીનામું સ્વીકારવા બાબતે કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો તેમ જણાવ્યું હતું.