એવું તે શું થયું કે બી.ટેક.ની વિદ્યાર્થિનીએ વહેલી સવારે આત્મહત્યા કરી લીધી

Files Photo
(એજન્સી)અમદાવાદ, આ જિંદગીમાં રહેવું નથી. હું સારી દેખાતી નથી. આગામી જિંદગીમાં પથ્થર બનવા માંગું છું તેવી સ્યુસાઈટ નોટ લખીને રાયસણ ખાતે પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU) માં બી.ટેકનો અભ્યાસ કરતી યુવતીએ આપઘાત કરી લેતાં ચકાચર મચી ગઈ છે.
યુવતીએ વહેલી પરોઢે ઔરંગાબાદ રહેતી માતા સાથે ટેલિફોનિક વાત કર્યા પછી કોઈ કારણસર ટેરેસનાં ધાબા પરથી મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરી લીધી હતી. ઈન્ફોસિટી પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.
ગાંધીનગરનાં રાયસણ ખાતે પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલના ટેરેસ પરથી પાયલે પડતું મૂકી આપઘાત કરી લીધો છે.
મૂળ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રહેતી પાયર બી. ટેકસ્માં અભ્યાસ કરતી હતી. પાયલ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલના રૂમં નં. એચ૧/૧૦૧માં હવિદ્યાર્થિની સાથે રહેતી હતી.
હોળી ધૂળેટીના તહેવારમાં મોટાભાગનાં વિદ્યાર્થી પોતાના ઘરે જતાં રહ્યાં હતા.જો કે, પાયલ પોતાના ઘરે ગઈ ન હતી. વહેલી સવારે સાડા પાંચેક વાગ્યાના અરસામાં પાયલે તેની માતા સાથે ટેલિફોનિક વાત કરી હતી. એ વથે પાયલે બધા વિદ્યાર્થીઆએને તહેવાર નિમિત્તે ઘરે ગયા હોવાથી પોતે એકલી હોવાની વાત પણ કરી હતી, પરંતુ પાયલે ઔરંગાબાદ જવાની અનિચ્છા દર્શાવી થોડીક વાત કરીને ફોન મૂકી દીધો હતો.
બાદમાં પાયલ ગર્લ્સ હોસ્ટેલના ટેરેસ પર ગઈ હતી જ્યાં તેણએ છલાંગ લગાવી આપઘાત કરી લીધો હતો. સવારે પાયલ લોહી લુહાણ હાલતમાં જોવા મળતાં સત્તાધીશો દોડી આવ્યા હતા. પાયલને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. પરંતુ ફરજ પરના તબિબોએ તેને મૃત જાહેર કરી હતી.