Western Times News

Gujarati News

એવું તે શું થયું કે બ્રિટને કેદીઓને મુક્ત કરવાનો આદેશ આપ્યો

પ્રતિકાત્મક

બ્રિટનની તમામ જેલો ભરાઈ ગઈ, કોર્ટે કેદીઓને મુક્ત કરવાનો આદેશ આપ્યો, સજા પણ અટકી

બ્રિટનમાં આગામી કેટલાક સપ્તાહો માટે ગુનેગારોને સજા આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હકીકતમાં, બ્રિટનની તમામ જેલો હાલમાં સંપૂર્ણ રીતે ભરેલી છે. આવી સ્થિતિમાં બ્રિટનની એક કોર્ટે ઉપરોક્ત સૂચનાઓ જારી કરી છે.

કોર્ટે એમ પણ કહ્યું છે કે જેલમાં બંધ કેટલાક કેદીઓને સમય પહેલા છોડી દેવા જાઈએ જેથી જેલો પરનો બોજ અમુક હદ સુધી ઓછો કરી શકાય.

બ્રિટિશ મીડિયાના અહેવાલ મુજબ ઈંગ્લેન્ડ અને વેલ્સના વરિષ્ઠ ન્યાયાધીશ લોર્ડ જસ્ટીસ એડિસે નિર્દેશ આપ્યો છે કે દોષિત ગુનેગારોને સજાની જાહેરાત સોમવાર સુધી સ્થગિત કરવામાં આવે. જ્યારે ન્યાયાધીશ લોર્ડ જસ્ટીસ એડિસને બળાત્કારના દોષિતોની સજાને મુલતવી રાખવાના આ આદેશ વિશે પૂછવામાં આવ્યું

ત્યારે તેઓ પણ વર્તમાન પરિસ્થિતિ અંગે ચિંતિત દેખાયા અને સમાજમાં મુક્તપણે ફરતા ગુનેગારો પર ચિંતા વ્યક્ત કરી. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, હાલમાં બ્રિટિશ જેલોમાં ૮૮૦૧૬ કેદીઓ બંધ છે, જે બ્રિટિશ જેલોની કુલ ક્ષમતા કરતાં માત્ર ૬૫૪ ઓછા છે.

બ્રિટનની સરકાર પણ ત્યાં જેલોની અછતથી વાકેફ છે. વર્ષ ૨૦૧૯ની ચૂંટણી દરમિયાન સરકારે ૨૦ હજાર નવી જેલો બનાવવાનું વચન આપ્યું હતું, પરંતુ તે દિશામાં નોંધપાત્ર કામ થયું નથી. લેન્કેશાયર, લેસ્ટરશાયર અને બકિંગહામશાયરમાં ત્રણ જેલોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે પરંતુ આયોજનની મંજૂરીના અભાવે તેમના બાંધકામમાં વિલંબ થઈ રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.