એવું તે શું થયું કે બે સગાભાઈઓના બે જ કલાકના અંતરે હાર્ટ એટેકથી મોતને ભેટયા
મોટા ભાઈના મૃત્યુના સમાચાર સાંભળી આઘાત લાગતાં નાના ભાઈનું મોત
(એજન્સી)પાટણ, રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી યુવાનોમાં હ્રદયરોગના હુમલાઓ વધી રહ્યા છે. પાટણ શહેરમાં જ આવી જ એક આઘાતજનક ઘટના બની છે જેમા બે સગાભાઈઓના બે જ કલાકના અંતરે મોત નિપજ્યા છે.
આ ઘટનામાં ગત રોજ અરવિંદભાઈ માર્કેટ યાર્ડમાં આવેલી નાગરિક શાખામાં ચેક ભરીને બેંકની બહાર રસ્તા જતા હતા તે દરમિયાન રસ્તા પર અચાનક હાર્ટએટેક આવ્યો હતો અને ત્યા જ ઢળી પડ્યા હતા. રાહદારીઓએ તેમને સારવાર અર્થે હોસ્પિટલ પહોંચાડ્યા હતા. What happened was that two real brother died of heart attacks within two hours.
જાે કે તેની સારવાર થાય તે પહેલા જ તેનું મોત થયુ હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. અરવિંદભાઈની ઘટનાના સમાચાર પરિવારજનોને આપ્યા હતા. આ સમયે અરવિંદભાઈના નાના ભાઈ દિનેશભાઈ દુકાન પર હતા અને તેને આ સમાચાર મળતા તે તાત્કાલિક ઘરે આવ્યા હતા.
ઘરે આવ્યા બાદ તરત જ તેમને ગભરામણ થતા ત્યા જ ઢળી પડ્યા હતા અને તેમને પણ તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અરવિંદભાઈની ઘરે અંતિમ વિધિ ચાલી રહી હતી ત્યારે જ દિનેશભાઈનું પણ મોત થયુ હતું. આ રીતે બે જ કલાકના સમયમાં બંને ભાઈઓના મોત નિપજ્યા હતા.