‘મૃત્યુ પછી શું થાય છે’, ગૂગલ સર્ચ કરી છોકરીએ આત્મહત્યા કરી

નાગપુર, મહારાષ્ટ્રના નાગપુરમાં ૧૭ વર્ષની એક છોકરીએ કથિત રીતે આત્મહત્યા કરી છે. આત્મહત્યા કરતા પહેલા તેણે ઇન્ટરનેટ પર “મૃત્યુ પછી શું થાય છે” તે બાબતે સર્ચ કરી હોવાની પોલીસે માહિતી આપી હતી.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે છોકરી એક ખાનગી શાળામાં ધોરણ ૧૨માં અભ્યાસ કરતી હતી અને તેના માતાપિતાની તે એકમાત્ર સંતાન હતી. તેના પિતા નાગપુરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં પ્રાદેશિક ડિરેક્ટર છે.
તેમના જણાવ્યાં અનુસાર, આ છોકરી ઘણીવાર ઇન્ટરનેટ પર મૃત્યુ અને વિદેશી સંસ્કૃતિઓ પર સંશોધન કરતી રહેતી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે છોકરી ઓનલાઈન ગેમ્સ રમવાની વ્યસની હતી.પોલીસે જણાવ્યું હતું કે કથિત રીતે તેણે પહેલા પોતાના કાંડા પર ચાકુથી કાપા પાડ્યા હતા, પછી ઓનલાઈન ઓર્ડર દ્વારા મગાવેલી “પથ્થરની બ્લેડ” વડે તેના પર ક્રોસના નિશાન બનાવ્યા હતા.
ત્યારબાદ તેણે પોતાનું ગળું કાપીને જીવનનો અંત આણ્યો હતો. પોલીસે જણાવ્યું કે, સોમવારે સવારે ૫.૪૫ વાગ્યે તેની માતાએ છત્રપતિ નગર સ્થિત તેના ઘરના બેડરૂમમાં તેને લોહીથી લથપથ હાલતમાં પડેલી જોઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે પોલીસે તેનો મોબાઇલ ફોન જપ્ત કર્યાે હતો અને તેની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે તે ગુગલ પર “મૃત્યુ પછી શું થાય છે” તે વિશે માહિતી સર્ચ કરી રહી હતી. તેની ડાયરીઓમાં વિદેશી સંસ્કૃતિઓ વિશે વિસ્તૃત રીતે વર્ણન કર્યું હતું.SS1MS