લિવરની કાર્યશક્તિ ક્ષીણ થતી જાય ત્યારે શું થાય છે
લિવર આપણી જવનીય શક્તિ અને તંદુરસ્ત શરીરની પરાશીશી છે. આ માનવશરીરમાં લિવર-યકૃત એક ખૂબ જ મહત્વનું અવયવ છે. રોગવિજ્ઞાનમાં કોઇ પણ રોગનું કારણ મળદોષને ગણવામાં આવે છે અને આ મળદોષનો સંગ્રહ થવાનું,એનો સડો થવાનું,એનો સડો થવાનું કારણ લિવરનાં દોષમાં રહ્યુંછે.લિવરા આપણા ખોરાકનું પાચન કરે છે.
ખોરાકના પોષક સત્વોમાંથી રક્તધાતુનું બંધારણ કરે છે. લિવરનું બીજું કાર્ય એ છે કે રોજીંદા જીવનમાં જે પ્રકારના બળતણની શરીરને જરૂર પડે છે તે સાકરના તત્વોનો સંગ્રહ કરી રાખે છે,જેને આપણે સ્નાયુશર્કરા પણ કહેવાય છે.આ શર્કરા એક એવું રાસાયણીક પરિવર્તન છે,જે શરીરને જ્યારે બળતણની જરૂર પડે ત્યારે ત્યારે સંગ્રહ થયેલા જથ્થામાંથી તે મેળવી લે છે.
ગ્લાઇકોજન માંથી સાકરનું પરિવર્તન તુરંત જ થાય છે. પરિણામે જરૂર ઉભી થાય ત્યારે પૂરતી સાકર શરીરને બળતણ માટે મળી રહે છે. રોગ જંતુઓનો નાશ પણ આ લિવર કરનાર છે. તેથીજ રોજબરોજના કાર્યથી નિરંતર ઘસાતા જતા રક્તકણોની પુનર્રચના પણ લિવર જ કરે છે.
તેદુરસ્ત અવસ્થામાં લિવરનું વજન ૩થી૪ રતલ હોય છે.આપણા શરીરમાં તે જમણી બાજુની છેલ્લી પાંસળીની નીચે ગોઠવાયેલું હોય છે.અને શરીરના બીજા અવયવો કરતા એને લોહીનું પ્રમાણ ખૂબજ મળે છે.ચોવીસ કલાકમાં ક્રમેક્રમે એમાંથી ૨ થી ૨.૫ રતલ જેટલો રસ ઝરે છે.
સામાન્ય રીતે પાંસળીની નીચે લિવર આવશ્યક સંકોચાયેલી સ્થિતિમાં સ્થિર હોય છે.નિરોગી જીવનમાં જ્યારે લિવર એનું કાર્ય વ્યવસ્થિત કરતું હોય છે ત્યારે માણ્ણસને નિયમસર ભૂખ લાગે છે,નિયમિત પાચન થાય છે અને એ ખોરાકમાંથી મળતાં પોષણ અને શક્તિ માનવી મેળવે છે.
આજના વિજ્ઞાનવાદના જમાનામાં લિવરજન્ય દર્દોએ સૌથી વધારે લક્ષ્ય ખેંચ્યું છે. બાળકથી માંડીને વૃધ્ધ ઉંમરના સ્ત્રી પુરુષોમાં લિવરજ્ન્ય-યકૃતજન્ય દર્દો એ જ જાણે આજેતો એકમાત્ર પ્રચલીત રોગ જોવા મળે છે. જેથી અનેક પ્રકારની ઔષધીઓવાળી દવાનું સંશોધન થઈ અનેક પ્રકારની લિવર માટેની બનાવટો સર્જાઇ રહી છે. લિવરને બગાડવા માટેની બનાવટો સર્જાઇ રહી છે. લિવરને બગાડવા માટે ખાસ કારણો જોઇએ…
પચાવી શકે તેના કરતાં વિશેષ પ્રોટીનવાળા ખોરાક લેવાથી લિવર ક્રમેક્રમે નબળું પડતું જાય છે. સ્ટાર્ચ, મેંદાવાળા પદાર્થો, કાર્બોહાઇડ્રેટ, સાકરની બનાવટો અને ચરબીવાળા ખોરાક વધુ પ્રમાણમાં લેવાથી લિવર નબળું પડે છે.તે ઉપરાંત ઉત્તેજક પીણાઓ,દારૂ, અફીણ, ગાંજો જેવા કેફી દ્રવ્યોનું સેવનથી પણ લિવર નબળું પડે છે.
મેલેરીયા, કાલાઝાર ,ઝેરી તાવો,જોનડીસ (કમળો) તથા અન્ય પ્રકારના હિપેટાઇટીસ,વધુ પડતું રાસાયણીક દવાઓ તથા દ્રવ્યોનું સેવનના પરિણામે લિવરની કાર્યશક્તિ ક્ષીણ થતી જાય છે.એની ઝહેરોને સંગ્રહવાની શક્તિ ચાલી જાય છે અને પરિણામે લિવરની રોગજન્ય સ્થિતિ આવે છે.
લિવરજન્ય દર્દોના પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોવા મળતાનાના મોટા લક્ષણો કેટલાક સંજોગોમાં વધારે ઉગ્ર બને છે તો કેટલીક વખત સૌમ્ય સ્થિતિમાં વધારે ઉગ્ર બને છે તો કેટલીક વખત સૌમ્ય સ્થિતિમાં રહી લાંબો વખત સુધી દર્દના મૂળ ઊંડા નાખે છે. લિવરના દર્દોમાં ખાસ કરીને યકૃતોદર (સિરોસીસ ઓફ લિવર) જોવા મળે છે.આ રોગ ઘણીવાર નાના બાળકોમાં પણ થાય છે. કમળો, મેલેરીયા, કાલાઝાર, લિવરા કેન્સર અને એના પરિણામે થતું જલોદર પણ લિવરના રોગોમાં ગણી શકાય.
લોહીના રક્તકણો બનાવવા માટે લોહીનો જરૂરી જથ્થો લિવરમાં હોય છે અને લોહીને જેમ જેમ જરૂર પડે તેમ તેમ લિવરમાંથી મેળવે છે. રક્તક્ષયને દૂર રાખતું એક તત્વ પણ લિવરમાં પહોંચે છે. લિવરની ચોકીની પાર આ વિષો પણ લિવરમાંજ તેનો નાશ કરવામાં આવે છે. લિવરની ક્ષીણતામાં આ વિષોનો પૂરેપૂરો નાશ થતો નથી. આ વિષજનક દ્રવ્યોનો નાશ કરવા જતાં લિવરને પોતાને શોષવું પડે છે.અને પરિણામે લિવરના ઘણા કોષો નાશ પામે છે.
આ ક્રિયા અવિરત ચાલ્યા જ કરે છે.જ્યારે શરીરના રક્તકણો નાશ પામે છે ત્યારે એમાંના લોહવાળા તત્વ હિમોગ્લોબીનમાંથી પોતે પિત્ત બનાવે છે. અને એ રીતે એનો નાશ કરે છે. લોહીની ઘટ્ટતા લોહીની અંદર રહેલા આલ્બ્યુમીન અને ગ્લોબ્યુલીન પર રહેલી છે.જો આના પ્રમાણમાં ઘટાડો થાય તો શરીરને નુકશાન થાય છે. લિવર પોતે ખોરાકના ઘટકોમાંથી પ્રોટીન બનાવી તેનાં ગુણાંક બરાબર રાખે છે. ઘરઘથ્થુ પ્રયોગો કરવા હોયતો લાભ રહે કે લિવર નબળું પડતું અટકે છે.
કુંવરપાઠુંઃ કુંવાર લાવરૂં, ટ્ઠર્ઙ્મીvીટ્ઠિ સામાન્ય રીતે સૌ કોઇને જાણીતું છે. બાળકને ૧થી૨ તોલા, મોટાને ૩થી૧૦ તોલા સુધી હળદર,સૂંઠ અને સંચળ મેળવી આપવું. આ કુંવરપાઠામાંથી બનાવેલ પ્રસિધ્ધ બનાવટ કુમારીઆસવ પણ લિવર,બરોળ અને ઉદર રોગોમાં છૂટથી વાપરવા માટે આયુર્વેદ ભલામણ કરે છે. દૂધ કેરીનો પ્રયોગઃ લિવર નબળું પડતું હોયતો દૂધ કેરીનો ર્પ્યોગ અવશ્ય કરવો જોઇએ.૫ રતલ કેરી અને ૨ રતલ દૂધ દિવસના ગણીને પ્રયોગ શરૂ કરવો. આખા દિવસ દરમ્યાન જેમ જેમ દૂધ કેરી લેતા જાવ
તેમ તેમ ભૂખ ઊધડતી જાય, તેમજ ક્રમે ક્રમે કેરી અને દૂધ વધારતા જવું શક્ય હોયતો ત્યાં સુધી આ પ્રયોગ દરમ્યાન કશોજ ખોરાક ન લેવો.એક માસને અંતે દસ શેર કેરી અને પાંચ શેર દૂધ ઉપર પહોંચીજવું.આ પ્રયોગની સાથે નીચેના ઔષધો લઇ શકાય.
યકૃતવૃધ્ધિહર કવાથઃઆ અનુભૂત ક્વાથમાં સાટોડી,ગોખરૂ,વાયવારણો,સૂંઠ,રોહીત છાલ,સરપંખો,ગળો,કરીયાતુ,દારૂહળદર સમભાગે લઇ ભૂકો કરવો.
• માત્રા ૨૦ ગ્રામ ભૂકો ૧કપ પાણીમાં ઉકાળી સવાર સાંજ પીવો
ઉપરાંત દશાંગક્વાથ, શંખવટી, અગ્નિતુંડીવટી, લીલી ગોળી લોહાસવ, પુંર્નન્વાદી યકૃત જેવા ઔષધિ ચિકિત્સકની સલાહ મુજબ લેવાથી લિવરના દર્દોમાં ખૂબ જ ફાયદો થાય છે.
• સુવર્ણ વસંત માલતી વાલઘ, તામ્રભસ્મ રતીઘ ઔષધી પીપર રતી ૩ એવી બે માત્રા સવાર સાંજ મધમાં લેવી. •• કડુ ભર્જીત કડુનું શેકેલું ચૂર્ણ સવાર સાંજ લેવું • કુમારીઆસન અને રોહીતકારીષ્ટ સમભાગે મેળવી જ્મ્યા પછી એક એક તોલો પીવું. • મડુંરભસ્મ ર રતી ગૌમૂત્ર સાથે આપવી.મરડો કે ઝાડા થયા પછી,લીવરનો દોષ થાયતો કુટજારીષ્ટ ૧થી ૨ તોલા આપવો.
આરોગ્યવર્ધીની અને મંડૂરવટક યકૃતરોગની પ્રસિધ્ધ ઔષધી છે.યકૃતના તમાન વિકારોમાં આરોગ્યવર્ધીની રામબાણ ઔષધ મનાય છે.