ગેંગસ્ટરની મોડલ ગર્લફ્રેન્ડની હત્યા કેસમાં અત્યાર સુધી શું થયું?
1. મોડલ દિવ્યાની હત્યા 2 જાન્યુઆરીની રાત્રે પ્રકાશમાં આવી હતી, જેમાં હોટલ સિટી પોઈન્ટના માલિક અભિજિતે ગોળી મારી હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. આ પછી 2 CCTV ફૂટેજ સામે આવ્યા. એકમાં, બે વ્યક્તિ તેના મૃતદેહને ખેંચતા જોવા મળે છે. બીજામાં તે હોટલમાં પ્રવેશતી જોવા મળે છે.
2. એ જ દિવસે પોલીસને ખબર પડી કે દિવ્યાના મૃતદેહને BMW કારમાં નિકાલ કરવા માટે મોકલવામાં આવ્યો છે. મૃતદેહ લઈ જનારા અભિજિતના સહયોગી છે. મૃતદેહને નદીમાં ફેંકી દેવાયાની આશંકા છે.
3. જાન્યુઆરી 3ના રોજ પોલીસે અભિજિત અને બે હોટલ નોકર હેમરાજ અને ઓમપ્રકાશની ધરપકડ કરી, જેઓ મૃતદેહને લઇ ગયા હતા. પૂછપરછ દરમિયાન અભિજિતે જણાવ્યું હતું કે દિવ્યા પાસે તેના કેટલાક અશ્લીલ ફોટા હતા, જેનાથી તે તેને બ્લેકમેઇલ કરતી હતી અને પૈસાની માગ કરતી હતી. જ્યારે તેણે ફોટો ડિલિટ કરવાનું કહ્યું ત્યારે દિવ્યાએ મોબાઈલનો પાસવર્ડ આપ્યો ન હતો. એ બાદ તેણે દિવ્યાને ગોળી મારી દીધી હતી.
4. ગુરુગ્રામ પોલીસને ખબર પડી કે દિવ્યાના મૃતદેહને લઈ જનારી વ્યક્તિ મોહાલીના બલરાજ ગિલ અને હિસારના રવિ બંગા હતા. દિવ્યાની હત્યા કર્યા બાદ અભિજિતે બલરાજને ફોન કર્યો હતો. જે રવિને સાથે લાવ્યો અને બંને જણા બીએમડબ્લ્યુમાં દિવ્યાની લાશ સાથે રવાના થયા.
5. 4 જાન્યુઆરીના રોજ પોલીસે પંજાબના પટિયાલાના બસ સ્ટેન્ડમાંથી ત્યજી દેવાયેલા મૃતદેહના નિકાલ માટે ઉપયોગમાં લેવાયેલી BMW પરત મેળવી હતી. જોકે અંદરથી દિવ્યાની ડેડબોડી મળી ન હતી.
6. મોડલ મર્ડર કેસ સાથે જોડાયેલા વધુ 3 વીડિયો સામે આવ્યા. પહેલા વીડિયોમાં દિવ્યા હોટલના રિસેપ્શન પર અભિજિત અને અન્ય વ્યક્તિ સાથે ઊભી અને પછી રૂમમાં જતી જોવા મળી હતી. બીજામાં, અભિજિત મૃતદેહને તેના મિત્રોને સોંપીને આવતો દેખાય છે. ત્રીજામાં હોટલના નોકરો દિવ્યાના મૃતદેહને ખેંચતા જોવા મળે છે.
7. દિવ્યાના મૃતદેહને લઈ જઈ રહેલા બલરાજ ગિલની 11 જાન્યુઆરીએ કોલકાતા એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. તે વિદેશ ભાગી જવાની તૈયારી કરી રહ્યો હતો. તેની પૂછપરછ કરતાં જ દિવ્યાના મૃતદેહ અંગેનો સુરાગ મળ્યો હતો.
SS