Western Times News

Gujarati News

ઇરાકની જાણીતી ટિકટોક સ્ટાર ઓમ ફહાદની હત્યા પાછળનું શું છે કારણ?

(એજન્સી)બગદાદ, ઇરાકના જાણીતા સોશિયલ મીડિયા પ્રભાવક અને પ્રખ્યાત ટિકટોક સ્ટાર ઓમ ફહાદની બગદાદમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના પૂર્વ બગદાદના જોયુના જિલ્લામાં તેમના ઘરની બહાર બની હતી. ઓમ ફહાદ પર હુમલો શુક્રવારે મોડી રાત્રે થયો હતો.

જાણકારી અનુશાર હુમલાખોરો મોટરસાઈકલ પર સવાર થઈને કાળા કપડા અને હેલમેટ પહેરીને આવ્યા હતા. એક હુમલાખોરે મોટરસાઇકલ પરથી નીચે ઉતરીને એસયુવી કારમાં બેઠેલા ઓમ ફહાદને ગોળી મારી દીધી હતી. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ગૃહ મંત્રાલયે હત્યાના સંજોગોની તપાસ માટે એક ટીમની રચના કરી છે.

ઓમ ફહાદનું સાચું નામ ગુફરન સાવદી હતું.ટિકટોક પર પોપ મ્યુઝિક પર ડાન્સ કરવા માટે તેના વીડિયો શેર કરવા માટે પ્રખ્યાત હતી. ટિકટોક પર તેના લગભગ અડધા મિલિયન ફોલોઅર્સ છે. ઓમ ફહાદને ફેબ્રુઆરી ૨૦૨૩માં કોર્ટે છ મહિનાની જેલની સજા ફટકારી હતી. તેના પર તેના વીડિયોમાં અભદ્ર સામગ્રીને પ્રોત્સાહન આપવાનો આરોપ હતો, જે જાહેર નૈતિકતાને અસર કરે છે.

ઇરાકી સત્તાવાળાઓ તેના ઘરની સામે પ્રખ્યાત સોશિયલ મીડિયા પ્રભાવકની હત્યાની તપાસ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્રભાવક ગુફરાન મહદી સાવદી ટિકટોક અને ઇનસ્ટાગ્રામ પર અત્યંત લોકપ્રિય હતા.

તે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર તેના વીડિયો પોસ્ટ કરતી હતી અને મોટાભાગના વીડિયોમાં તે સંગીતની ધૂન પર ડાન્સ કરતી જોઈ શકાય છે. તે ‘ઓમ ફહદ’ના નામથી પણ જાણીતી હતી. મોટરસાઇકલ સવાર એક સશસ્ત્ર ગુનેગાર દ્વારા તેમના ઘરની સામે ગોળી ચલાવવામાં આવી હતી.

એક ઈરાકી સુરક્ષા અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે શુક્રવારે જ્યારે ફહાદે તેની કાર તેના ઘરની બહાર પાર્ક કરી હતી, ત્યારે હુમલાખોરે તેના પર ગોળીબાર કર્યો હતો, જેમાં તેનું મોત થયું હતું. હુમલાખોરો તેનો ફોન પણ પોતાની સાથે લઈ ગયા હતા.

ફહાદ એ પહેલો સોશિયલ મીડિયા વ્યક્તિ નથી જેની હત્યા થઈ હોય. ગયા વર્ષે શહેરમાં નૂર અલસફરની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નૂર ટ્રાન્સજેન્ડર હતી અને સોશિયલ મીડિયા પર તેના મોટી સંખ્યામાં ફોલોઅર્સ પણ હતા. ફહાદના પાડોશી અબુ આદમે જણાવ્યું કે જ્યારે તે ગોળીઓનો અવાજ સાંભળીને બહાર આવ્યો તો તેણે જોયું કે ફહાદની કારનો દરવાજો ખુલ્લો હતો અને તે સ્ટીયરિંગ પર મોઢું ઉંચકીને પડી હતી.

તેને કહ્યું, “ફહાદ સાથે અન્ય એક મહિલા પણ હતી જે હુમલા બાદ સ્થળ છોડીને ચાલી ગઈ હતી. ઘટના બાદ સુરક્ષા દળના જવાનો ત્યાં પહોંચ્યા હતા. તેઓએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.