મોમોઝ ખાવાથી કેવી કેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે ? જાણો છો
મોમોઝ ખાવાના શોખીન હો, તો ચેતી જજાે !
છેલ્લાં કેટલાક વર્ષોમાં ભારતના લોકો ચાઈનીઝ ફૂડનો ક્રેઝ ઘણો વધી ગયો છે. પરંતુ શું તમે જાણો છો કે ટેસ્ટમાં અદભૂત આ ફેવરીટ ફુડથી કેન્સર થવાનો ખતરો છે. અનેક રીપોર્ટમાં સામે આવ્યું છે કે તે મુજબ, જાે મોમોઝ વધારે ખાવામાં આવે તો કેન્સર, ડાયાબીટીસ કે અન્ય બીમારીઓનો શિકાર બનવું નિશ્ચિત છે.
મોમોઝ ખાવાથી કઈ બીમારીઓ થઈ શકે છે.
૧. ડાયાબીટીસનો ભયઃ હેલ્થ એકસપર્ટસનું કહેવું છે. કે મોમોઝના લોટને સ્મૂધ બનાવવા માટે તેમાં હાનિકારક કેમીકલ બેજાયલ મીકસ કરવામાં આવે છે. આ પ્રકારનું રસાયણ સ્વાદુપિડ પર સીધી અસર કરે છે. અને તેના કારણે ઈન્સ્યુલીન હોર્મોન્સનું રીલીઝ થવા લાગે છે. આવી સ્થિતીમાં શરીરમાં બ્લડ શુગરનું સ્તર વધવા લાગે છે. અને તમે ડાયાબીટીસના દર્દી બની શકો છો.
ર. થઈ શકે છે પાઈલ્સઃ મોમોઝ સ્ટીમીગ દ્વારા તૈયાર કરી શકાય છે. પરંતુ તેમાંઅલ્ટ્રા પ્રોસેસ્ડ ફુડનો ઉપયોગ કરવામાં આવે છે. ફાઈબરની અછતને કારણે તમને કબજીયાત થવા લાગે છે. અને એક સમયે પાઈલ્સની સમસ્યા થાય છે. જાે કે મોમોઝ સાથે સર્વ થતી મસાલેદાર ચટણી પણ પાઈલ્સનું કારણ બને છે.
૩ કેન્સરનું રિસ્કઃ મોમોસને સ્વાદીષ્ટ બનાવવા માટે આજીનોમોટો ઉમેરવામાં આવે છે અને રીપોર્ટસમાં કહેવામાં આવ્યું છે કે આ કેમીકલથી કેન્સર થવાનો ખતરો છે.
સામાન્ય રીતે દરેક ચાઈનીઝ ફુડમાં આજીનોમોટો કેમીકલ નાખવામાં આવે છે. અને તે કોઈ મોટા જાેખમથી ઓછું નીથ.
૪. હાઈ બ્લડ પ્રેશરઃ એકસપર્ટનું કહેવું છે કે મોમોસ સાથે ખાવામાં આવેલી મસાલેદાર ચટણીથી પણ હાઈ બીપીની સમસ્યા થઈ શકે છે. ટેસ્ટ ન હોવા છતાં લોકો તેને ખૂબ રસથી ખાય છે. તેમાં સોડીયમની માત્રા વધુ હોય છે. અને તેના કારણે બીપીનું લેવલ વધી શકે છે.