Western Times News

Gujarati News

Whatsapp પર ઈન્ટરનેશનલ નંબરથી કોલ આવે તો શું કરવું?

વોટ્‌સએપ પર ઈન્ટરનેશનલ નંબરથી કોલ કરી છેતરવાના કિસ્સામાં ચિંતાજનક વધારો-સાયબર ક્રાઈમ પોલીસે લોકોને એલર્ટ રહેવા અપીલ કરી:

વર્ક ફ્રોમ હોમ (Work from Home) ની લાલચમાં આવતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો

લિંક પર ક્લિક કરતાં જ મોબાઈલનો કંટ્રોલ ઠગ ટોળકીના હાથમાં આવી જશે અને પળવારમાં બેન્ક એકાઉન્ટ સાફ થઇ જશે

અમદાવાદ, કોરોનાકાળથી લઈને આજ દિન સુધી ઓનલાઈન ફ્રોડના કિસ્સામાં જાેરદાર ઉછાળો જાેવા મળ્યો છે. આજકાલ વોટ્‌સએપ પર ઈન્ટરનેશનલ નંબર પરથી ફોન કોલ કરીને છેતરવાના કિસ્સામાં ચિંતાજનક વધારો થતાં સાયબર ક્રાઈમ પોલીસે પણ લોકોને સતર્ક રહેવાની અપીલ કરવી પડી છે.

આ વખતે ઠગ ટોળકીએ ગજબની મોડસ ઓપરેન્ડી શોધી કાઢી છે. ખાસ કરીને આવા ઈન્ટરનેશનલ નંબર પરથી કોલ આવે અને જવાબમાં તમે ફોન કે મેસેજ કરો તે સાથે જ તમને વર્ક ફ્રોમ હોમની લોભામણી ઓફર આપીને જાળમાં ફસાવવામાં આવે છે. સાયબર એક્સપર્ટનું કહેવું છે કે, આ શાતિર ઠગ ટોળકીએ મોકલેલી લિંક પર ક્લિક કરતાં જ તમારા મોબાઈલનો ટોટલ કંટ્રોલ તેમના હાથમાં આવી જાય છે અને પળવારમાં જે તેઓ તમારું બેન્ક એકાઉન્ટ ખાલી કરી નાંખે છે.

પહેલી નજરે કોઈને પણ ઇન્ટરનેશનલ સબસ્ક્રાઈબર ડાઈલિંગ કોલ લાગતો આ ફોન કોલ હકીકતમાં તો આપણા દેશના જ કોઈ ખૂણેથી કરવામાં આવી રહ્યો છે. વોટ્‌સએપ પર આવા કોઈપણ અજાણ્યા ઈન્ટરનેશનલ નંબર પરથી કોલ આવે તો તરત જ તેને બ્લોક કરી દેજાે. What to do if you receive a call from an international number on Whatsapp?

જેટલા પણ લોકોએ આ ઠગ ટોળકી સાથે મેસેજ કે કોલથી વાત કરવાની કોશિશ કરી છે તેમને એડવર્ટાઈઝિંગ એજન્સીના નામે ટેલીગ્રામ અને યૂટ્યૂબ જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરીને ઘર બેઠા મહિને રૂા.૧૨,૦૦૦થી લઈને રૂ.૨૦,૦૦૦ સુધીની કમાણી કરવાની લલચાવતી ઓફર કરવામાં આવે છે.

વર્ક ફ્રોમ હોમનો કોન્સેપ્ટ કોરોનાકાળ પછી ઘણો લોકપ્રિય બન્યો છે અને આથી તેનો લાભ ઉઠાવીને આ ટોળકી જાેરદાર કમાણી કરવાની લાલચ આપે છે અને શિકારને એક લિંક મોકલી આપે છે. આ લિંક હકીકતમાં એક માલવેર હોય છે અને તેના પર ક્લિક કરતાની સાથે જ મોબાઈલનો સંપૂર્ણ કંટ્રોલ ઠગ લોકોના હાથમાં આવી જાય છે.

વર્ક ફ્રોમ હોમ (Work from Home) ની લાલચમાં આવતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો જાણવા મળ્યો છે. હાલમાં યુવાનોને પણ ઘરે બેઠાં કામ કરવાનો ચસ્કો લાગ્યો છે. ઓફિસ વર્ક કરવા નહિં માંગતા લોકોને જાણ નથી કે હવે કંપનીઓએ વર્ક ફ્રોમ હોમનું કામ આપવાનું બંધ કરી દીધું છે.

તેઓ હજારો કિલોમીટર દૂર બેઠા બેઠા પણ જે તે વ્યક્તિનું બેન્ક એકાઉન્ટ સાફ કરી નાંખે છે. જાે તમને વોટ્‌સએપ પર આંતરરાષ્ટ્રીય નંબર પરથી કોલ આવે છે તો ચેતી જજાે. કેમ કે છેલ્લા કેટલાક મહિનામાં આવા ઇન્ટરનેશનલ નંબર પરથી કોલ્સના આવવાના કિસ્સા જાેવા મળ્યા છે. ઇન્ટરનેશનલ નંબર પરથી કોલ્સ કરીને સ્કેમર્સ તમારી સાથે છેતરપિંડી કરવાનો ઠગબાજ ગેંગ સક્રિય થઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.