ઓસ્ટ્રેલિયા દેશ તથા ત્યાં વસતાં એક પ્રાણી કાંગારૂ વિષે કેટલુંક જાણવા જેવું ?
ઓસ્ટ્રેલિયા દેશ, ખંડ અને એક મોટો ટાપુ છે. ઓસ્ટ્રેલિયા ખંડ કોલંબસ, કેપ્ટન કૂક કે વાસ્કો-ડી-ગામા નામની આગેવાની હેઠળ શોધાયેલ એક દેશ છે. જે તે વખતે આપણાં દેશના પંડિતો અને વિદ્ધાનો અંધવિશ્વાસમાં એવું માનતા હતા કે દરિયો ઓળંગીને પેલે પાર જવામાં જબરુ જાેખમ છે. દરિયો ઓળંગતી વખતે માનવો ખારા મીઠાંના પૂતળાની જેમ ઓગળી જવાય છે. દરિયાઈ સાહસિકો પણ વિદ્ધાનો અને પંડિતોની માન્યતાઓને અનુસરતા જેથી કોઈ સાહસિકો દરિયો ઓળંગી ક્ષિતિજ પાર કરવાનું સાહસિક કૃત્ય કરતા ન હતા.
જેથી વિદેશી દરિયાઈ સાહસિકોને ઓસ્ટ્રેલિયા ખંડ શોધી કાઢવાનો જશ આશાનીથી મળી ગયો. જાે આપણાં દેશના પંડિતોએ ખોટો અંધવિશ્વાસમાં ભય ન ફેલાવ્યો હોત તો આપણા દેશના દરિયાઈ સાહસિકોએ ઓસ્ટ્રેલિયા ખંડ શોધ્યો હોત અને ત્ય્ આજે આપણો રાષ્ટ્રીય ધ્વજ (ત્રિરંગો) ફરકતો હોત, તેવું રાષ્ટ્રીય લેખકોએ જણાવેલ છે. જીવાપર ગામે (ટંકારા)માં જન્મેલા મહિષ દયાનંદજી શાસ્ત્રીએ પંડિતોના અંધવિશ્વાસમાંથી દેશને મુકત કર્યો ત્યાં સુધીમાં ઘણું મોડું થયું હતું કદાચ ઓસ્ટ્રેલિયા દેશ ભારતનાં નશીબમાં નહીં હોય.
આપણો દેશ ઉત્તર ગોળાર્ધમાં છે અને જેની મધ્યમમાંથી કર્કવૃત પસાર થાય છે જયારે ઓસ્ટ્રેલિયા દેશ દક્ષિણ ગોળાર્ધમાં આવેલો છે અને જેની વચ્ચેથી મકરવૃત પસાર થાય છે જેથી ખિસ્તઓનો તહેવાર ‘નાતાલ’ જાન્યુઆરીના અંતે ઉજવાય છે, ત્યારે આપણા દેશમાં શિયાળો હોય છે જયારે ઓસ્ટ્રેલિયા તે વિપરિત દિશામાં આવેલો હોવાથી ત્યાં નાતાલ ઉનાળામાં ઉજવાય છે.
ઓસ્ટ્રેલિયા દેશને ઘેટાંની પીઠ પર વિકાસ પામેલો દેશ માનવામાં આવે છે કારણ કે અહીં ‘મેરિનો’ પ્રકારના સર્વોત્તમ ઘેટાઓ ઉછેરવામાં આવે છે. મેરિનો ઘેટા તથા તેની સારી જાતની ઉનનો આખી દુનિયામાં ઓસ્ટ્રેલિયા પહેલાંથી જ મોટા પ્રમાણમાં નિકાસ કરી રહ્યું છે. જાેકે આજકાલ ઓસ્ટ્રેલિયાનો સર્વાગિણ વિકાસ થયો છે અને સંપૂર્ણ વિકસિત દેશોમાં તેનું નામ ઉમેરાયું છે. મેરિનો પ્રકારના ઘેટાં આપણા ઘેટાં કરતા લગભગ બમણા કદના મોટા હોય છે તેની મુલાયમ ઉનમાંથી ઘુસા ધાબળા અને બ્લેન્કેટો બનાવાય છે અને જે દુનિયા આખીમાં વેચાય છે.
મેરિનો ઘેટાંના સંક્રમણથી એકંદરે ઉચા પ્રકારની ઔલાદો- નસલો મેળવવામાં પૂરો સંસાર સફળ થયો છે. એક સમયે ઓસ્ટ્રેલિયાના શેફર્ડો-ભરવાડો પોતપોતાના વાડાઓ-યાર્ડોમાં ઘેટાંને પાળતાં, પોષતા અને સંવર્ધન કરતાં હતા. ક્યારેક કોઈ ઘેટાંને શરદી જેવી બીમારી થતી ત્યારે ત્યાંના ભરવાડો (સેફડસ) પશુઓના ડોકટરોને બોલાવતા. ડોકટરો હેલીકોપ્ટરથી આવીને ઘેટાંની સારવાર કરતાં હતા.