Western Times News

Gujarati News

તમે જેને મેનેજમેન્ટ સમજો છો તે અન્ય વ્યકિત માટે માનસીક ત્રાસ પણ હોઈ શકે છે?

હમણાં આપણાં દેશમાં અનેક કર્મચારીઓએ કામમાં સીનીયર તરફથી અથવા મેનેજમેન્ટ તરફથી કામનું ખુબ જ દબાણ કરવામાં આવે છે. તેવી ફરીયાદ સોશીયલ મીડીયા પર જાહેર કરી છે. દરેક કામ સમયસર પુર્ણ કરવું એ દરેક કંપનીની જરૂરીયાત અને જવાબદારી હોય છે.

અને જેમ ટીમ સાઈઝ મોટી તેમ મેનેજમેન્ટ કરવુંં અઘરું હોય છે. પરંતુ શું તમે સીનીયર તરીકે કે બોસ તરીકે તમારી ટીમને સોપેલ કામનું માઈક્રો મેનેજમેન્ટ કરો છો ? અને ઓછામાં પુરું કામને યોગ્ય રીતે જ કરવું જોઈએ તેવું માનીને તમારીર જ ટીમને તમે કયાંક માનસીક ત્રાસ કે દબાણ તો નથી કરી રહયાને ? What you consider management can also be psychological torture for another person?

હવેતેને એક ઉદાહરણથી સમજીએ ધારો કે તમારી ટીમના જુનીયરને કે જે તમારી સાથે છેલ્લાં બે વર્ષથી કામ કરે છે. તેને કોઈ કામ સોપ્યું અને કામ કેમ કરવાનું છે તે તેને સમજાવ્યું અને તે કામ કેટલા સમયમાં પુર્ણ કરવાનું છે તે પણ તમે તેને કહી દીધું છતાં તમે દર એક કલાક શું કર્યું ? અને કેટલું કર્યુું ? તેનોફોન કરીરને પુછે રાખશો તો તે વ્યકિત માટે કામ કરવું અઘરું થઈ જશે.

તમે કામ કરવાની પદ્ધતિ પણ તેને કહી છે છતાં અમે એકને એઅક વાત ફરી ફરી કહયા કરશો તો પણ તમે સામેવાળી વ્યકિતને પરેશાન કરો છો તેવો જ અનુભવ થશે. દરેક કામ પર ધ્યાન રાખવું અને એ કામની જીણી વાતોને ફરી ફરી પુછયા કરવી એઅ બંને બાબત અલગ અલગ છે. મેનેજમેન્ટ એટલે કામની સોપણી કર્યા બાદ તે વ્યકિતને સમજ ન પડે અને પુછે તો સલાહ આપવી અને માઈક્રો મેનેજમેન્ટ એટલે કોઈપણ કામની સોંપણી કર્યા બાદ તે કામની દરેક બાબત અલગ અલગ છે.

મેનેજમેન્ટ એટલે કામની સોપણી કર્યા બાદ તે વ્યકિતને સમજ ન પડે અને પુછે તો સલાહ આપવી અને માઈક્રો મેનેજમેન્ટ એટલે કોઈપણ કામની સોપણી કર્યા બાદ તે કામની દરેક બાબત વિશે સતત પુછયાં કરવું અને તારા આમ જ કરવું જોઈએ તેવું દબાણ કરવું એમ કહી શકીએ.

મોટાભાગે કામ પુર્ણ કરવા માટે અને પુર્ણ ન થાય તો ઘરે જવાની પરવાનગી ન આપવી અને પોતાના હોદાનો ઉપયોગ કરીને સતત દબાણ કરવાથી અન્ય વ્યકિત તેને માનસીક ત્રાસ સમજીને કામ કરવાનું જ છોડી દે છે. દરેક વ્યકિતની કામ કરવાની પધ્ધતી અલગ હોય શકે અથવા સમજવાની રીત અલગ હોય શકે પરંતુ તેનો અર્થ એ નથી કે તે કામ ખરાબ રીતે થશે અથવા પુર્ણ નહી થાય.

જો તમારે ત્યાં ત્રણ વર્ષથી વધુ સમયથી કોઈ કામ કરતું હોય અને મેનેજર બદલાવવાથી તે વ્યકિત જોબ છોડી દે તો સમજવું કે તમે અજાણતા અથવા ચિંતામાં મેનેજમેન્ટના બદલે માઈક્રો મેનેજમેન્ટ કરવા લાગ્યા છે. આજનો યુવા દબાણ ઓછું સહન કરી શકે છે. અથવા એવું કહી શકાય કે સેલ્ફ રીસ્પેકટ અને કામને કેન્દ્રમાં રારખીને કહેલી વાત વચ્ચે તફાવત સમજી શકતા નથી અને એટલે જ દસમાંથી આઠ વ્યકિત માનસીક દબાણ અનુભવવા લાગે છે.

દરેક હોદાને અમુક પ્રકારરની કામની જવાબદારી સાથે અમુક પ્રકારની ઓથોરીટી પણ આપવી જોઈએ જેથી કામની મોકળાશ તેમને કામનું સાતત્ય જાળવવામાં મદદ કરશે. જેમ ઘરમાં પાળેલું કુતરું કે બિલાડી તમે ઘરે જો એટલે બધે જ તમારી પાછળ ફરે તેમ કામ સોપ્યા બાદ ટીમના સભ્યની પાછળ ફરવાને બદલે કામ કરવાની મોકળાશ આપ્યો એટલે તમે તેને પણ પોતાની રીતે વિકસાવવાની તક આપી શકો અને તેની આવડતને ચકાસી શકો.

તમને ખબર રહો કે આ જગ્યા પર ભુલો થવાની શકયતાઓ છે તો તે બાબત લખીને આપો જેથી તેમણે ધ્યાનમાં રહે પરંતુ ચકાસણીનાં નામે દબાણ કરશો તો તમારી જ કંપની ખોટમાં રહેશે. તમે જેને મેનેજમેન્ટ સમજો છો તે અન્ય વ્યકિત માટે માનસીક ત્રાસ પણ હોઈ શકે. સમજનેવાલે કોઈ ઈશારા કાફી હૈ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.